- વિદ્યા સહાયકોની ભરતી માટે ઉમેદવારોએ કર્યો વિરોધ
- ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીમાં ઉમેદવારોએ કર્યો વિરોધ
- ટેટ સંદર્ભે વહેલી તકે ભરતી માટે નિર્ણય લેવા રજૂઆત
- છેલ્લા ત્રણ વર્ષમાં ભરતી કરવામાં નથી આવીઃ ઉમેદવારો
- અગાઉ વિદ્યા સહાયકોની 3,900 ભરતી કરાશે તેવી જાહેરાત થઈ હતી
ગાંધીનગરઃ ટેટ સંદર્ભે વહેલીતકે નિર્ણય લઈ ગુજરાતી માધ્યમ વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવે તેવી ઉમેદવારોએ રજૂઆત કરી છે. ઉમેદવારો પોતાની રજૂઆત કરવા આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીએ પહોંચ્યા હતા. આ સાથે જ તેમણે ભરતી છેલ્લા 3 વર્ષમાં ન થતા વિરોધ કરી સૂત્રોય્ચાર કર્યા હતા. ઘણા સમયથી ભરતી અટકી પડી હોવાથી ઉમેદવારોમાં નારાજગી જોવા મળી હતી. તો કેટલાક ઉમેદવારોની તો પોલીસે અટકાયત પણ કરી હતી.
આ પણ વાંચો-Junagadh: જૂનાગઢ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામાને લઈને રાજકીય પક્ષોમાં વિરોધ
છેલ્લા 4 વર્ષમાં ઉમેદવારોએ ભરતી માટે 40 વખત રજૂઆત કરી હતી
ગુજરાતની પ્રાથમિક શાળામાં વિદ્યા સહાયક બનવા માગતા ટેટ પાસ કરેલા અંદાજે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ બેરોજગાર છે. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ગુજરાતની માધ્યમની વિદ્યા સહાયક ભરતી કરવા ટેટ પાસ ઉમેદવારોએ 40 વખત શિક્ષણ વિભાગમાં રજૂઆત કરી છે, પરંતુ વર્ષ 2018 પછી ગુજરાતી માધ્યમના ટેટ પાસ ઉમેદવારોની એક પણ વિદ્યા સહાયકની ભરતી કરવામાં આવી નથી. આને લઈને વિદ્યાર્થીઓએ સત્યાગ્રહ છાવણી ખાતે એકત્રિત થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. અહીં પોલીસે તેમની અટકાયત કરી હતી. તો પણ અન્ય કેટલાક વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું હતું.
અગાઉ વિદ્યા સહાયકોની 3,900 ભરતી કરાશે તેવી જાહેરાત થઈ હતી આ પણ વાંચો-સુરતના ઓલપાડ તાલુકાના તલાટીઓ 11 માગને લઈને ઉતર્યા Mass CL પર, કચેરી બંધ રહેતા સ્થાનિકોના કામ અટવાયા
અમને ન્યાય જ નથી મળતોઃ ઉમેદવારો
વિદ્યા સહાયક ઉમેદવાર રાજન પટેલે જણાવ્યું હતું કે, અમે 40થી વધુ વખત રજૂઆતો સરકારમાં કરી છે. અમે ભરતી પ્રક્રિયાને લઈને વારંવાર રજૂઆતો કરી છે પરંતુ તેનો કોઈ ઉકેલ હજી સુધી આવતો નથી. તો અન્ય વિદ્યા સહાયક ઉમેદવાર પ્રાચી પટેલે જણાવ્યું હતું કે, અમે એક પછી એક શિક્ષણ ક્ષેત્રે દરેકને આવેદનપત્ર વારાફરતી આપ્યા છે. અગાઉના શિક્ષણ પ્રધાન હતા તેમણે જણાવ્યું હતું કે, કુલ 3,900 ભરતીઓ વિદ્યા સહાયકની કરવામાં આવશે. ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ અને ગુજરાતમાં જ ન્યાય મળતો નથી. અમે અહીં વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે પોલીસે 50 લોકોની અટકાયત કરી છે, પરંતુ અમે અમારું આંદોલન ચાલુ જ રાખીશું. જ્યાં સુધી અમારી માગણી પૂર્ણ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.
ગુજરાતી માધ્યમની વિદ્યા સહાયકની ભરતી હજી બાકી હોવાથી વિદ્યાર્થીઓમાં રોષ
વિદ્યાર્થીઓ દ્વારા જેમ આવેદનપત્ર તૈયાર કરવામાં આવ્યું હતું. તેમાં લખેલી વિગત મુજબ, 12,000 જેટલા શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત 23 ઓક્ટોબર 2019ના રોજ કરવામાં આવી હતી. આમાંથી ધોરણ 9થી 12ની શિક્ષણ સહાયક ભરતી, કોલેજમાં પ્રાધ્યાપક ભરતી વગેરે તમામ ભરતીમાં મોટા ભાગની ભરતી પારદર્શક રીતે પૂર્ણ થઈ છે, પરંતુ ગુજરાતી માધ્યમની વિદ્યા સહાયકની ભરતી હજી બાકી છે. આથી વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો.