ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટવાના વહેતા થયા અહેવાલો, પણ સાચું શું? - petroleum minister

ગુજરાત સરકાર પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો કરે તેવા સમાચાર વહેતા થયા છે. હકીકતમાં ગાંધીનગર ખાતે આવી કોઈ હલચલ નથી. તાજેતરમાં જ કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન ગાંધીનગરની મુલાકાતે આવ્યા ત્યારે તેમણે આ મુદ્દો સ્પષ્ટ કર્યો હતો.

શું ખરેખર ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે, જાણો શું કહ્યું પેટ્રોલિયમ પ્રધાને ?
શું ખરેખર ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે, જાણો શું કહ્યું પેટ્રોલિયમ પ્રધાને ?

By

Published : Jun 15, 2021, 7:04 PM IST

Updated : Jun 15, 2021, 7:27 PM IST

  • આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડના ભાવ સતત વધી રહ્યા છે
  • હાલ બ્રેન્ટ ક્રૂડની કિંમત 73.50 ડૉલર છે
  • પેટ્રોલ-ડીઝલના ભાવને કારણે મોંઘવારી વધી છે


ગાંધીનગર : તાજેતરમાં જ કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન ગુજરાત સરકાર અને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (Indian Oil Corporation) વચ્ચે એમઓયુ થયા તે પ્રસંગ્રે હાજર રહ્યા હતા. ધર્મેન્દ્ર પ્રધાને પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યારે ક્રૂડના ભાવ 70થી ઉપર જતા રહ્યા છે, જેની સીધી અસર ગ્રાહકો પર પડી રહી છે. જ્યારે ભારત દેશમાં 80 ટકા ક્રૂડ ઓઇલ નિકાસ કરવું પડે છે. આ માટે જ ભાવ વધારો થઈ રહ્યો છે અને હાલ ભાવમાં ઘટાડો કરવો શક્ય નથી.

આ પણ વાંચો -શું પેટ્રો પેદાશોને GST હેઠળ લાવવી જોઈએ ?

ભારત ક્રૂડની આયાત પર નિર્ભર છે

હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ 73.50 ડૉલર ચાલી રહ્યો છે. જેને પગલે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. આયાત પર નિર્ભરતા હોવાથી ક્રૂડની સાથે ભારતમાં પેટ્રોલ ડીઝલ મોંઘા થઈ રહ્યા છે.

ગુજરાત સરકારને આરોગ્ય પર ખૂબ મોટો ખર્ચ થયો છે

ગુજરાત સરકારે કોરોનાકાળામાં આરોગ્ય પાછળ ખૂબ મોટો ખર્ચ કર્યો છે અને ગુજરાતની બેલેન્સ તુલા ખોરવાઈ ગઈ છે. પેટ્રોલ-ડીઝલ પર વેટની આવક સરકારને મોટી છે. તે સિવાય લોકડાઉનને કારણે સરકારની આવક ઘટી છે. બેલેન્સ તુલાને જોતા હાલ ગુજરાત સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરે નહી. આ અગાઉ નાણા પ્રધાન નીતિન પટેલે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરવાની વાત નકારી કાઢી હતી.

Last Updated : Jun 15, 2021, 7:27 PM IST

ABOUT THE AUTHOR

...view details