ગુજરાત

gujarat

ETV Bharat / city

LIVE UPDATE: રાજકોટ, સુરત, બરોડામાં રાત્રીના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂ

ગાંધીનગરથી નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની પત્રકાર પરિષદ
ગાંધીનગરથી નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની પત્રકાર પરિષદ

By

Published : Nov 20, 2020, 7:00 PM IST

Updated : Nov 20, 2020, 7:29 PM IST

19:23 November 20

કેન્દ્રની ટીમ આજે રાત્રે ગુજરાત આવશેઃ નીતિન પટેલ

  • લગ્નમાં 200 લોકોની યાદી પોલિસ સ્ટેશનમાં આપવી પડશે
  • કોઇપણ વેપારી પોતાની દુકાન બહાર ભીડ એકઠી ન થવા દે, નહિં તો દુકાન સિલ કરવામાં આવશેઃ નીતિન પટેલ
  • કેન્દ્રની ટીમ આજે રાત્રે ગુજરાત આવશે
  • ગુજરાત કોરોનાની પરિસ્થિતિ મુદ્દે કરવામાં આવશે ચર્ચા 

19:18 November 20

રાજકોટ, સુરત, બરો઼ડામાં રાત્રીના 9થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂઃ નીતિન પટેલ

  • રાજકોટ, સુરત, બરો઼ડામાં રાત્રીના 9થી  સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂ
  • અમદાવાદ બાદ રાજ્યના બીજા ત્રણ શહેરમાં રાત્રી કરફ્યૂ લાદવામાં આવ્યો

19:13 November 20

ગાંધીનગરમાં 300 પથારી તૈયારી કરવામાં આવીઃ નીતિન પટેલ

  • અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં આવેલ કેન્સર હોસ્પિટલમાં વધારાની વિંગમાં કોરોના વોર્ડ પણ બનાવવામાં આવ્યો 
  • આ વોર્ડમાં 228 પથારી તૈયાર કરવામાં આવી, જેમાં 12 પથારી ભરેલી છે
  • કીડીની હોસ્પિટલમાં કોવિડ19ની 160 પથારી વ્યવસ્થા કરી છે, જેમાં 35 પથારી આઇ.સી.યુ.સાથેની વ્યવસ્થા કરવામાં આવી છે, ફક્ત 33 દર્દીઓ અત્યારે છે
  • એસ.વી.પી. હોસ્પિટલમાં જગ્યા ખાલી, ખાનગી હોસ્પિટલમાં જગ્યા ખાલી છે.
  • 230 નોન ક્રિટિકલ વ્યવસ્થા કરવામાં આવી છે.

19:03 November 20

અમદાવાદમાં 1200 બેડની હોસ્પિટલમાં 971 નોન ક્રિટિકલ દર્દીઓ દાખલ થયા

  • અમદાવાદમાં 1200 બેડની હોસ્પિટલમાં 971 નોન ક્રિટિકલ દર્દીઓ દાખલ થયા છે, જે પૈકી 198 દર્દીઓ આઇ.સી.યુ.માં છે.
  • અમદાવાદમાં 1200 બેડની સિવિલ હોસ્પિટલમાં 60 જેટલી આઇ.સી.યુ. બેડ ખાલી છે.
  • સોલા સિવિલ હોસ્પિટલમાં 400 પથારીઓ ખાલી છે, જ્યારે 50 આઇ.સી.યુ બેડ ખાલી છે.
  • નવા વર્ષના દિવસે જ વિનંતી કરી હતી, કે તહેવારો દરમિયાન કોઈ નવા દર્દીઓ આવે તો સોલા હોસ્પિટલમાં લઈને આવે, ત્યા જગ્યા ખાલી છે. 

19:00 November 20

વિવિધ પ્રકારની માંગણીઓ હોવા છતાં અમે લોકોની માંગણી ધ્યાનમાં લીધી નથી

  • વિવિધ પ્રકારની માગણીઓ હોવા છતાં અમે લોકોની માંગણી ધ્યાનમાં લીધી નથી. જેથી સંક્રમણ ઓછું થયું છે.
  • ગુજરાતમાં ગઇ કાલે કોરોના પોઝિટિવ કેસ 1340 હતાા, જ્યારે આજે 1420 થયા છે. 
  • કુલ 80નો વધારો થયો છે
  • ટેસ્ટિંગ વધારે પ્રમાણમાં શરૂ કરી કરવામાં આવ્યું છે.

18:50 November 20

ગાંધીનગરથી નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની પત્રકાર પરિષદ LIVE

  • અમદાવાદમાં આજ રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ રહેશે
  • અમદાવાદ પોલીસ કમીશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
  • નવરાત્રીથી દિવાળી સુધી ગુજરાતમાં તહેવારનો માહોલ
  • અગાઉથી જ રાજ્ય સરકારને શંકા હતી સંક્રમણ વધવાની
Last Updated : Nov 20, 2020, 7:29 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details