ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સંબોધન (President address Gujarat Assembly) કર્યું હતું. તેમણે સંબોધનમાં જણાવ્યું હતું કે, લોકશાહીના મંદિરમાં આવીને મને ખુશી થઈ રહી છે. રાષ્ટ્રપતિ બન્યા પછી મને મહાત્મા ગાંધી બાપુની જન્મભૂમિ પર આવવાનું સૌભાગ્ય મળ્યું છે. ગુજરાતના લોકોએ આઝાદીના સંઘર્ષોને વધુ મજબૂત કર્યા હતા. ગુજરાતમાં પાલીતાણાથી વડનગર સુધી ગુજરાતમાં વિવિધતામાં એકતા જોવા મળે છે.
રાજ્યને પ્રથમ મહિલા સ્પીકર મળ્યા તે એક ઉપલબ્ધી ગુજરાત એ સત્યાગ્રહની ભૂમિ રહી છે-રાષ્ટ્રપતિએ સંબોધનમાં (President address Gujarat Assembly) ઉમેર્યું હતું કે, ગુજરાત એ સત્યાગ્રહની ભૂમિ રહી છે. સહકારી અને વિજ્ઞાન ક્ષેત્રે ગુજરાતનું યોગદાન મહત્વપૂર્ણ છે. સાબરમતી નદી પર રિવરફ્રન્ટ પર્યાવરણ સ્વચ્છ રાખવા માટે બીજા શહેરને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે. તો સાબરમતી આશ્રમ વૈશ્વિક મશાલ બનશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મોરારજી દેસાઈ પછી નરેન્દ્ર મોદી ગુજરાતમાંથી દેશને બીજા વડાપ્રધાન મળ્યા છે, જે વિશ્વમાં દેશનું નામ રોશન કરી રહ્યા છે.
ગુજરાતથી 2 વડાપ્રધાન દેશને મળ્યા -રાષ્ટ્રપતિએ પોતાના (President address Gujarat Assembly) સંબોધન દરમિયાન ઉમાશંકર જોષીની પંક્તિ ગુજરાતીમાં બોલીને સંભળાવી હતી. રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, ગુજરાતથી મારો સંબંધ ખૂબ જ જૂનો છે. હું 70ના દસકાથી અહીં આવતો રહ્યો છું. મારું સૌભાગ્ય છે કે, મને મોરારજી દેસાઈ સાથે કામ કરવાની તક મળી હતી. મોરારજી દેસાઈ પછી નરેન્દ્ર મોદી બીજા વડાપ્રધાન છે, જે ગુજરાતથી આવે છે. તેમને પણ જાણવાની મને તક મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને વિશ્વમાં નવી ઓળખ અપાવી રહ્યા છે.
વડાપ્રધાન મળ્યા છે, જે વિશ્વમાં દેશનું નામ રોશન કરી રહ્યા છે. ગુજરાતથી 2 વડાપ્રધાન દેશને મળ્યાઃ રાષ્ટ્રપતિ આ પણ વાંચો-Corona audit in Gujarat Assembly : કોરોનાના લેખાજોખાં બહાર આવ્યાં, બાળકોને સહાય, કોરોના વોરિયર્સ અને ઓક્સિજનના ચૂકવણાંનો હિસાબ
રાષ્ટ્રપતિનું સંબોધન -છેલ્લા કેટલાક વર્ષથી ગુજરાત વિકાસના મોડલને અલગ રીતે જોવામાં (President Ramnath Kovind on Gujarat Model) આવી રહ્યો છે. સાબરમતીના સંત દ્વારા બનાવવામાં આવેલા આશ્રમને નવું સ્વરૂપ આપવામાં આવશે. ગુજરાતના લોકોનો દેશપ્રેમ વિશ્વવિખ્યાત છે.
દેશના લોકોમાં સરદાર પટેલનું સન્માન તેમની પ્રતિમાથી પણ ઊંચુંઃ રાષ્ટ્રપતિ આ પણ વાંચો-Gujarat Assembly 2022 : વિધાનસભા ગૃહમાં કોંગ્રેસે કહ્યું કે, અમદાવાદ અમેરિકામાં જેવું અને અમરેલી બિહાર જેવું
રાજ્યને પ્રથમ મહિલા સ્પીકર મળ્યા તે એક ઉપલબ્ધી-રાષ્ટ્રપતિએ રાજ્યની પ્રગતિ માટે પૂર્વ તમામ પ્રધાન અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને અભિનંદન (President address Gujarat Assembly) પાઠવ્યા હતા. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે ડો. નીમાબેન આચાર્યની નિયુક્તિથી રાજ્યને પ્રથમ મહિલા સ્પીકર મળ્યાં છે. આ ઉપલબ્ધી માટે પણ હું તમામને શુભેચ્છા આપી રહ્યો છે.
ગુજરાત વિધાનસભામાં રાષ્ટ્રપતિનું ઐતિહાસિક સંબોધન
દેશના લોકોમાં સરદાર પટેલનું સન્માન તેમની પ્રતિમાથી પણ ઊંચુંઃ રાષ્ટ્રપતિ-રાષ્ટ્રપતિએ સંબોધનમાં જણાવ્યું હતું કે, દેશના લોકોમાં સરદાર વલ્લભભાઈ પટેલ પ્રત્યેનું માન તેમની પ્રતિમાથી પણ ઊંચું છે.
ગુજરાત વિધાનસભામાં રાષ્ટ્રપતિનું ઐતિહાસિક સંબોધન
વિધાનસભાનાં અધ્યક્ષે કર્યું સ્વાગત -ગુજરાત વિધાનસભાનાં અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યે ગૃહમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, હું રાષ્ટ્રપતિ અને રાજ્યપાલનું સ્વાગત કરું છું. સાથે જ તેમણે મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલને પણ યાદ કર્યા હતા. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વિકાસના કામોમાં ગુજરાત પ્રથમ નંબરે રહેવા પ્રતિબદ્ધ છે. ગુજરાતના આંતરમાળખાકીય સુવિધાની સમગ્ર દેશમાં ચર્ચા થઈ રહી છે.
રાષ્ટ્રપતિએ વિધાનસભામાં કર્યું સંબોધન
રાષ્ટ્રપતિ ગુજરાત વિધાનસભામાં -દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાત વિધાનસભામાં સંબોધન (President address Gujarat Assembly) કર્યું હતું. ત્યારે વિધાનસભામાં પ્રેક્ષક ગેલેરીમાં ગુજરાતના નામાંકિત વ્યક્તિ સહિત રાજ્યની તમામ યુનિવર્સિટીના કુલપતિ ઉપસ્થિત (President at Gujarat Assembly 2022) રહ્યા હતા. આ ઉપરાંત પદ્મશ્રી એવોર્ડ હાંસલ કરનારા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, ક્રિકેટર પાર્થિવ પટેલ, જગન્નાથ મંદિરના મહારાજ દિલીપદાસજી પણ ગૃહમાં ઉપસ્થિત રહ્યા હતા.