ગુજરાત

gujarat

ETV Bharat / city

EXCLUSIVE: સ્મિતના માતા-પિતાને શોધવા પોલીસ કઈ થિયરી પર કરશે કામ? વાંચો ETV ભારતનો વિશેષ એહવાલ

'ઑપરેશન સ્મિત' (Operation Smit)ને પાર પાડવા માટે પોલીસે અલગ-અલગ 8 ટીમો બનાવી છે. આ તપાસમાં હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ (Ahmedabad Crime Branch) પણ જોડાયું છે. ગાંધીનગર (Gandhinagar)ના પેથાપુર ખાતે આવેલી સ્વામિનારાયણ મંદિર (Swaminarayan Temple)ની ગૌશાળાની બહાર ગઈકાલે રાત્રે 9 વાગ્યાની આસપાસ 11 માસનું બાળક મળી આવ્યું હતું. 18 કલાકથી પોલીસ બાળકને મૂકીને જનારની શોધ કરી રહી છે, પરંતુ હજુ સુધી સફળતા મળી નથી.

સ્મિતના માતા-પિતાને શોધવા પોલીસ કઈ થિયરી પર કરશે કામ?
સ્મિતના માતા-પિતાને શોધવા પોલીસ કઈ થિયરી પર કરશે કામ?

By

Published : Oct 9, 2021, 4:24 PM IST

  • 'ઑપરેશન સ્મિત' માટે પોલીસે 8 ટીમ બનાવી
  • છેલ્લા 18 કલાકથી સ્મિત માતા-પિતાથી દુર
  • અલગ અલગ એન્ગલથી પોલીસે તપાસ શરૂ કરી
  • અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પણ ઓપરેશન સ્મિતમાં જોડાઈ

ગાંધીનગર: ગુજરાતના પાટનગર ગાંધીનગર (Gandhinagar)ના પેથાપુર ખાતે આવેલી સ્વામિનારાયણ મંદિર (Swaminarayan Temple)ની ગૌશાળાની બહાર ગઈકાલે રાત્રે 9 વાગ્યાની આસપાસ એક શખ્સ 11 માસના બાળકને મૂકીને ફરાર થઇ ગયો હોવાના CCTV સામે આવ્યા છે. છેલ્લા 18 કલાકથી પોલીસે આ શખ્સને શોધવા માટે અનેક પ્રયત્નો કર્યા છે, પરંતુ હજી સુધી પોલીસને સફળતા મળી નથી ત્યારે પોલીસ હવે કઈ થિયરીના આધારે આગળ વધી રહી છે તે માટે જુઓ etv ભારતનો વિશેષ અહેવાલ.

ઓપરેશન સ્મિત

11 માસના બાળકને મળવા આજે સવારે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવી (Harsh Sanghavi) ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને 5થી 10 મિનિટ જેટલો સમય તેમણે બાળક સાથે પસાર કર્યો હતો. આ દરમિયાન હર્ષ સંઘવી તથા બાળક સાથે રહેનારા પેથાપુરના કોર્પોરેટર દીપ્તિ પટેલ અને ગાંધીનગર સિવિલમાં બાળકોના નિષ્ણાત ડૉક્ટર એવા સરિતા દલાલ સાથે ચર્ચા પણ કરી હતી. આ દરમિયાન બાળકે સ્મિત કર્યું હતું અને ત્યારબાદ બાળકનું નામ સ્મિત રાખવામાં આવ્યું છે.

પોલીસની 8 ટીમો બનાવવામાં આવી

બાળકના માતા-પિતાને શોધવા માટે પોલીસની 8 ટીમો બનાવવામાં આવી છે, જેમાં 2 મહિલા ટીમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સિવિલ ડ્રેસમાં પણ પોલીસને તપાસ કરવાની સૂચના આપી દેવામાં આવી છે.

કઈ થિયરીથી પોલીસ પાર પાડશે 'ઓપરેશન સ્મિત'

  • માતા-પિતાને એકબીજા સાથે રહેવાની તકલીફ હોય
  • અપહરણ
  • માતાપિતા બંનેની સહમતીથી બાળકને મૂકી આવવું
  • કુદરતી કે અન્ય કોઈ બીમારીથી માતાનું મૃત્યુ થવું અને બીજા લગ્ન કરવાની લાલચમાં પિતા દ્વારા આ પગલું ભરવામાં આવ્યું હોય.

પેથાપુરમાં પોલીસના ધામા

ગાંધીનગર પેથાપુર વિસ્તારમાંથી આ બાળક શુક્રવાર 8 ઓક્ટોબરના રોજ રાત્રે 9 કલાકની આસપાસ મળી આવ્યું હતું, ત્યારે ગાંધીનગર પોલીસે પણ સ્વામિનારાયણ ગૌશાળાની આસપાસના રસ્તાઓની તપાસ શરૂ કરી છે. પોલીસે ગૌશાળાની આસપાસના તમામ રસ્તાઓનું નિરીક્ષણ કરીને કયા કયા રસ્તેથી ગૌશાળા પહોંચી શકાય છે તેની તપાસ હાથ ધરી છે. આમ તપાસ ટીમ દ્વારા આસપાસના ગલી-રસ્તાની પણ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. તમામ રસ્તા ઉપર સર્ચ ઓપરેશન કરીને રસ્તાઓની માહિતીના આધારે પોલીસ ચોક્કસ રૂટ નક્કી કરીને CCTVના માધ્યમથી બાળકને મૂકી જનારા આ શખ્સ સુધી પહોંચશે.

કંટ્રોલ રૂમથી પોલીસ તપાસ શરૂ ગાંધીનગર

પોલીસ અધિક્ષકની કચેરી ખાતે તૈયાર કરવામાં આવેલા પોલીસ કંટ્રોલરૂમના માધ્યમથી પોલીસની એક ટીમ દ્વારા ગાંધીનગરના અને પેથાપુરની આસપાસના તમામ CCTV ચેક કરવામાં આવી રહ્યા છે. કોઈપણ ટુ વ્હીલર અને ફોર વ્હીલર અને રાત્રીના 8 વાગ્યાથી જે પણ પસાર થયા છે તે તમામના નંબર લઈને પોલીસે તપાસ પ્રક્રિયા હાથ ધરી છે. આમ અત્યાર સુધીમાં સૌથી વધુ CCTV ચેક કરી લેવામાં આવ્યા છે, ત્યારે હવે પોલીસ દ્વારા હાઇવેના CCTV પણ ચેક કરવામાં આવશે.

આ પણ વાંચો:ગાંધીનગરના કોર્પોરેટર દીપ્તિ પટેલ કરી રહ્યા છે મળી આવેલા બાળકની સારસંભાળ

આ પણ વાંચો: તરછોડી દીધેલા બાળકના માતાપિતાને શોધવા પોલીસ કામે લાગી, ગૃહપ્રધાન પણ હોસ્પિટલ પહોંચ્યા

ABOUT THE AUTHOR

...view details