ગુજરાત

gujarat

ETV Bharat / city

Police Traffic Special Drive: 6 માર્ચથી 15 માર્ચ સુધી ગુજરાત પોલીસની સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઇવ યોજાશે - સીટ બેલ્ટ વગર દંડ

રાજ્ય પોલીસ દ્વારા તમામ શહેરો અને જિલ્લાઓમાં પોલીસની ટ્રાફિક સ્પેશિયલ ડ્રાઇવ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ ડ્રાઈવ દરમિયાન સીટ બેલ્ટ અને હેલ્મેટના વધુમાં વધુ કેસ કરવાની સૂચના પણ આપવામાં આવી છે. જો વાહન ચાલકો હેલમેટ અને સીટ બેલ્ટ વગર વાહન ચલાવશે તો 1000નો દંડ થશે.

પોલીસની ટ્રાફિક સ્પેશિયલ ડ્રાઇવ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.
પોલીસની ટ્રાફિક સ્પેશિયલ ડ્રાઇવ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.

By

Published : Mar 5, 2022, 4:14 PM IST

Updated : Mar 5, 2022, 4:36 PM IST

ગાંધીનગર:રાજ્યમાં ટ્રાફિક વ્યવસ્થા (Traffic management)કરવા માટે રાજ્ય પોલીસ દ્વારા તમામ શહેરો અને જિલ્લાઓમાં પોલીસની ટ્રાફિક સ્પેશિયલ ડ્રાઇવ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત પોલીસ વડા તમામ પોલીસ કમિશનર અને પોલીસ અધિક્ષકને પત્ર લખીને 6 માર્ચથી 15 માર્ચ સુધીમાં હેલ્મેટ થતા સીટબેલ્ટના ભંગના કેસો કરવા અંગેની સ્પેશિયલ ડ્રાઇવ રાખવાની સુચના આપવામાં આવી છે. તથા આ ડ્રાઈવ દરમિયાન સીટ બેલ્ટ અને હેલ્મેટના (Helmet and seat belt fine)વધુમાં વધુ કેસ કરવાની સૂચના પણ આપવામાં આવી છે.

6 માર્ચથી 15 માર્ચ સુધી ગુજરાત પોલીસની સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઇવ યોજાશે

અમદાવાદ, સુરત, રાજકોટ અને બરોડામાં સ્પેશિયલ ડ્રાઇવ

ગુજરાત પોલીસના પરિપત્રને ધ્યાનમાં લઈને ગુજરાત રાજ્યના મહત્વના ચાર શહેરો જેવા કે અમદાવાદ સુરત રાજકોટ અને બરોડામાં ટ્રાફિક કરવામાં આવશે આ સ્પેશિયલ ટ્રાફિક ઘરમાં વધુમાં વધુ કેસ કરવાની સૂચના પણ આપવામાં આવી છે આમ સ્પેશિયલ શહેરમાં ટુ વ્હીલરમાં ફરજિયાત હેલ્મેટ ફોરવીલરમાં ફરજિયાત shield નો ઉપયોગ કરવાની વાહનચાલકોને પોલીસ વિભાગ દ્વારા સૂચના પણ આપવામાં આવી છે અને જો સૂચનાનું ઉલ્લંઘન (Violation of instruction)કરવામાં આવશે તો કાયદેસરની દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે અથવા તો વાહનને જમા લેવામાં પણ આવશે.

આ પણ વાંચો:સુરત મેયર અને પોલીસ કમિશનરનું અલગ વલણ: એકે માસ્ક વગરના લોકોને દંડ નહિ કરવાનું કહ્યું, બીજાએ દંડ વસૂલવાની વાત કરી

ઓછામાં ઓછો 1000 દંડ થશે

ટ્રાફિક નિયમો (Traffic rules)ની વાત કરવામાં આવે તો હેલ્મેટ વગર વાહન આંખમાં માટે ઓછામાં ઓછો 1000 રૂપિયા દંડ ની જોગવાઇ કરવામાં આવી છે. જ્યારે સીટ બેલ્ટમાં 1000 રૂપિયાની દંડની જોગવાઈ કરવામાં આવી છે આમ જો વાહન ચાલકોએ વગર હેલ્મેટ અને સીટ બેલ્ટ વગર વાહન ચલાવશે તો 1000 નો દંડ (Fine without seat belt)પાક્કો થશે.

માસ્ક વગરના દંડ પણ થઈ શકે છે

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે પોલીસ વિભાગ દ્વારા 6 માર્ચ થી 15 જૂન સુધી ટ્રાફિકની સ્પેશિયલ ડ્રાઇવ રાખવામાં આવી છે ત્યારે આડકતરી રીતે પોલીસ વિભાગ (Gujarat police department)દ્વારા માત્ર વગરના વાહન ચાલકોને પણ કરી શકે તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે. અને માસ્ક વગરના દંડ પણ થઈ શકે છે.

આ પણ વાંચો:સામાન્ય રીતે માસ્ક વગરના લોકોને દંડ ફટકારાતી પોલીસ માસ્ક મફત આપતા લોકો અચંબીત

Last Updated : Mar 5, 2022, 4:36 PM IST

ABOUT THE AUTHOR

...view details