ગુજરાત

gujarat

ETV Bharat / city

પોલીસ સંભારણા દિવસઃ ગૃહપ્રધાન અને ડીજીપીએ શહીદ જવાનોને આપી શ્રદ્ધાંજલિ

શહીદ થયેલા પોલીસ કર્મચારીઓને શ્રદ્ધા સુમન અર્પણ કરવા માટે ગાંધીનગર નજીક આવેલી કરાઈ પોલીસ એકેડમીમાં પોલીસ સંભારણા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ વીર પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ અને સલામી આપી હતી.

પોલીસ સંભારણા દિવસઃ ગૃહપ્રધાન અને ડીજીપીએ શહીદ પોલીસ જવાનોને આપી શ્રદ્ધાંજલિ
પોલીસ સંભારણા દિવસઃ ગૃહપ્રધાન અને ડીજીપીએ શહીદ પોલીસ જવાનોને આપી શ્રદ્ધાંજલિ

By

Published : Oct 21, 2020, 5:07 PM IST

  • કરાઈ પોલીસ એકેડમીમાં પોલીસ સંભારણા દિવસ ઊજવાયો
  • ગૃહપ્રધાન અને ડીજીપીએ શહીદ પોલીસ જવાનોને આપી શ્રદ્ધાંજલિ
  • ગૃહપ્રધાને પોલીસ જવાનોની કામગીરીને બિરદાવી
  • ગમે તે સ્થિતિમાં પોલીસ હંમેશા ખડેપગે હોય છેઃ ગૃહપ્રધાન

ગાંધીનગર: ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, કેટલીક વાર ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓએ પ્રાણ ગુમાવવા પડે છે. કોરોના હોય કે ગમે તે પરિસ્થિતિ, લોકોની રક્ષા માટે પોલીસ હંમેશા ખડેપગે ઊભી રહેતી હોય છે. દેશમાં આંતરિક સુરક્ષા- શાંતિ, સલામતી અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાની જવાબદારી પોલીસ પર રહેલી છે. જવાબદારી અને નિષ્ઠાથી ફરજ બજાવતા પોલીસ કર્મીઓ ફરજ દરમિયાન શહીદ પણ થઈ જાય છે. પોલીસ માટે હંમેશા નાગરિકોની સુરક્ષા પહેલાં છે. ગૃહપ્રધાને કાર્યક્રમમાં પોલીસની કામગીરીને બિરદાવી હતી. આ સાથે પોલીસ સંભારણા કાર્યક્રમમાં રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પણ શહીદ પોલીસ જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

પોલીસ સંભારણા દિવસઃ ગૃહપ્રધાન અને ડીજીપીએ શહીદ પોલીસ જવાનોને આપી શ્રદ્ધાંજલિ

બનાસકાંઠામાં બાળકીની હત્યા કેસમાં નરાધમોને ફાંસી અપાવવા સરકાર કટિબદ્ધઃ ગૃહપ્રધાન

બનાસકાંઠામાં બાળકીની હત્યા મામલે ગૃહપ્રધાને કહ્યું, આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલશે. જ્યારે સ્પેશિયલ પીપીની પણ રાજ્ય સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવશે. દુષ્કર્મ જેવી ઘટનાઓમાં સરકાર કંઈ પણ ચલાવી લેવા માગતી નથી. જ્યારે બનાસકાંઠાના કેસમાં આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. દુષ્કર્મના કેસમાં સરકાર નરાધમોને ફાંસીએ અપાવવા માટે કટિબદ્ધ છે.

પોલીસ સંભારણા દિવસઃ ગૃહપ્રધાન અને ડીજીપીએ શહીદ પોલીસ જવાનોને આપી શ્રદ્ધાંજલિ

ABOUT THE AUTHOR

...view details