ગાંધીનગર: રાજ્યમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી આવી (Gujarat Assembly Election 2022) રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર ગુજરાતમાં ભાજપની નૈયા પાર લગાવવા માટે કમાન પોતાના હાથમાં લઈ લીધી છે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મિશન ગુજરાત (PM Modi Mission Gujarat) જોવા મળી રહ્યું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ફરી એક વાર એક દિવસીય ગુજરાતના પ્રવાસે (PM Modi Gujarat Visit) આવ્યા હતા.
PMએ ડિજિટલ ઈન્ડિયા વીકનો કરાવ્યો પ્રારંભ -વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે એક દિવસીય ગુજરાતના પ્રવાસે (PM Modi Gujarat Visit) હતા. તેઓ સાંજે 5 વાગ્યાની આસપાસ ડિજિટલ ઈન્ડિયા વીક 2022નો (Digital India Week 2022) પ્રારંભ કર્યો હતો. ત્યારબાદ એક કલાકના કાર્યક્રમ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6.30 વાગ્યાની આસપાસ કાર્યક્રમ પૂર્ણ કરીને સીધા રાજભવન પહોંચ્યા હતા. અહીં વડાપ્રધાને 9.30 કલાક સુધી રોકાણ કરીને મહત્વની બેઠકો યોજી (Important meeting of PM in Raj Bhavan) હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.
8 કલાકે પીએમ મોદી દિલ્હી જવા રવાના થવાના હતા -વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના એક દિવસ ગુજરાત પ્રવાસે હતા. મહાત્મા ગાંધી મંદિર ખાતે યોજાયેલો ડિજિટલ ઈન્ડિયા 2022નો કાર્યક્રમ 7 વાગ્યે પૂર્ણ થયો હતો અને આઠ વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી જવા રવાના થવાના હતા, પરંતુ સૂત્ર તરફથી મળતી માહિતી પ્રમાણે, અમુક બેઠકોના કારણે તેઓ 9.30 વાગ્યે દિલ્હી ખાતે રવાના થયા હતા.