ગુજરાત

gujarat

ETV Bharat / city

પીએમ મોદી દ્વારા ગુજરાતમાં 15670 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ થશે, 5 જિલ્લામાં વાયુવેગી કાર્યક્રમો - પીએમ મોદીના 20 ઓક્ટોબરના કાર્યક્રમો

પીએમ નરેન્દ્ર મોદી અતિવ્યસ્ત શિડ્યૂલ લઇને વધુ એકવાર ગુજરાત મુલાકાતે ( PM Modi Gujarat Visit ) આવી રહ્યાં છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Elections ) જાહેર થવાને ગણતરીના કલાકો બાકી હોવાના અનુમાનો વચ્ચે પીએમ મોદી દ્વારા ગુજરાતમાં 15670 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ (PM Modi Launch of 15670 crore project in Gujarat )થશે. તેઓ ગાંધીનગર, જૂનાગઢ, રાજકોટ, કેવડિયા અને વ્યારામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.

પીએમ મોદી દ્વારા ગુજરાતમાં 15670 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ થશે, બે દિવસના તમામ કાર્યક્રમો આ રહ્યાં
પીએમ મોદી દ્વારા ગુજરાતમાં 15670 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ થશે, બે દિવસના તમામ કાર્યક્રમો આ રહ્યાં

By

Published : Oct 18, 2022, 7:31 PM IST

Updated : Oct 18, 2022, 7:51 PM IST

ગાંધીનગરપીએમ નરેન્દ્ર મોદી ( PM Modi Gujarat Visit ) આવતી કાલે 19 અને 20 ઓક્ટોબર એમ બે દિવસ ગુજરાત મુલાકાતે આવી રહ્યાં છે. પીએમ મોદી દ્વારા ગુજરાતમાં 15670 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ યોજાશે. આ વિશે માહિતી આપતાં પ્રવક્તાપ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે 19 ઓક્ટોબરથી બે દિવસ માટે ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે આ ( Schedule of 19 and 20 October ) બે દિવસમાં ગાંધીનગર, જૂનાગઢ, રાજકોટ, કેવડિયા અને વ્યારા ખાતે આયોજીત વિવિધ કાર્યક્રમોમાં વડાપ્રધાન હાજરી આપશે. જેમાં વડાપ્રધાનના હસ્તે અંદાજે 15670 કરોડના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ (PM Modi Launch of 15670 crore project in Gujarat ) અને ખાતમૂહુર્ત કરવામાં આવશે.

જીતુ વાઘાણીએ પીએમ મુલાકાતની રુપરેખા આપીજીતુ વાઘાણીએ પીએમ મોદીના સાચિત કાર્યક્રમોની વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું કે 19 ઓક્ટોબરે સવારે 9.45 કલાકે વડાપ્રધાન મોદી ( PM Modi Gujarat Visit ) ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ડિફેન્સ એક્સપો 2022નું ઉદ્ઘાટન ( Inauguration of Defence Expo 2022 ) કરશે. ત્યાર બાદ બપોરે 12 કલાકે અડાલજ ખાતે મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સ ( Mission Schools of Excellence ) નું લોકાર્પણ કરશે. બપોરે 3.15 કલાકે જૂનાગઢમાં વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે. તેમજ રાજકોટમાં સાંજે 6 કલાકે ઇન્ડિયા અર્બન હાઉસિંગ કોન્ક્લેવ 2022 ( India Urban Housing Conclave 2022 ) નું ઉદ્દઘાટન કરશે. પીએમ મોદીના 19 ઓક્ટોબરના કાર્યક્રમોમાં રાજકોટમાં બહુવિધ ચાવીરૂપ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ કરશે. સાંજે 7.20 કલાકે રાજકોટમાં નવીન બાંધકામ પદ્ધતિઓના પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કરશે.

પીએમ મોદીના 20 ઓક્ટોબરના કાર્યક્રમો વડાપ્રધાનના 20 ઓક્ટોબરના સૂચિત કાર્યક્રમની વિગત આપતા પ્રવક્તાપ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું કે સવારે 9.45 કલાકે કેવડિયા ખાતે પીએમ મોદી દ્વારા મિશન લાઇફ ( Mission Life )નું લોકાર્પણ કરવામાં આવશે. બપોરે 12 કલાકે તેઓ કેવડિયામાં 10મી હેડ ઓફ મિશન કોન્ફરન્સ ( 10th Head of Mission Conference in Kevadia ) માં ભાગ લેશે. ત્યાર બાદ બપોરે 3.45 કલાકે વ્યારામાં વિવિધ વિકાસલક્ષી પહેલનો શિલાન્યાસ કરશે. સાથે મિસિંગ લિંક્સના નિર્માણની સાથે કોસ્ટલ હાઈવેની સુધારણા માટે શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં 13 જિલ્લાઓમાં કુલ 270 કિમીથી વધુના હાઇવેને આવરી લેવામાં આવશે.

Last Updated : Oct 18, 2022, 7:51 PM IST

ABOUT THE AUTHOR

...view details