ગાંધીનગર: સોમવારે વિશ્વના તમામ દેશો દ્વારા આયોજીત UN કોન્ફરન્સનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા કર્યું હતું. જેમાં 125થી વધુ દેશોના પ્રતિનિધીઓ હાજર રહ્યાં હતાં. સોમવારથી શરૂ થયેલા સંમેલનમાં ભારતમાં વન્યપ્રાણીઓના સંરક્ષણ અને ભવિષ્યની રણનીતિઓ અંગેની ચર્ચાઓ કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંમેલનની શરૂઆત કરી હતી. PM મોદીએ તેમના સંબોધનમાં ગુજરાતના એશિયાટિક સિંહોનો પણ ઉલ્લેખ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ સિંહ સમગ્ર વિશ્વમાં માત્ર ગુજરાતમાં જોવા મળે છે. આ ઉપરાંત PM મોદીએ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા કરૂણા અભિયાન અંગેની પણ ચર્ચા કરી હતી.
સંમેલનમાં PM મોદીએ જણાવ્યું હતું કે, પર્યાવરણ માટે ભારત વિશ્વના શ્રેષ્ઠ દેશમાં આવે છે. વિશ્વની 2.4 ટકા જમીન ક્ષેત્રમાં આશરે 8 ટકા જેટલું યોગદાન આપે છે. ભારતમાં વિવિધ વન્યજીવો માટે રહેઠાણોના ઘણાં હોસ્પોટ પણ છે. પૂર્વી હિમાલય, પશ્ચિમ ઘાટ, ઇન્ડો-મ્યાનમાર અને અંડમાન અને નિકોબાર દ્વીપ વગેરે છે. ભારત વિશ્વભરનાં પ્રવાસી પક્ષીઓના લગભગ 500 પ્રજાતિઓનું ઘર છે, સદીઓથી ભારત વન્યજીવોના નિવાસ સ્થાન માટે આગવું ભૂમિકામાં રહ્યું છે. આપણી સંસ્કૃતિ વન્યજીવો સાથે જોડાયેલી છે. જેથી સંરક્ષણ અને સહ-જીવન ટકી રહે છે.