દિલ્હીપીએમ મોદીએ દિલ્હીમાં બે દિવસીય ‘પીએમ કિસાન સન્માન સંમેલન 2022’નું ઉદ્ઘાટન (PM Modi At Kisan Sanman Sammelan in Delhi )કર્યું હતું. અહીં તેમણે નેનો યુરિયાને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કરવાના સાધન તરીકે વર્ણવ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે ભારત યુરિયા ઉત્પાદનમાં આત્મનિર્ભરતા માટે પ્રવાહી નેનો-યુરિયા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. વડાપ્રધાને અહીં સ્થિત ભારતીય કૃષિ સંશોધન સંસ્થાનના પુસા મેળા મેદાનમાં તેમણે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ PM કિસાન યોજના હેઠળ 16000 કરોડનો 12મો હપ્તો જાહેર કર્યા પછી પોતાના સંબોધનમાં આ વાત કહી હતી. નોંધનીય છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ( Gujarat Assembly Election 2022 ) આવી રહી છે તેવામાં ખેડૂતો માટે આ મહત્ત્વની બાબત બની રહેશે.
2 લાખ કરોડથી વધુ ખાતામાં ટ્રાન્સફર થયા છેપીએમ મોદીએ કિસાન સન્માન નિધિને આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી નાના ખેડૂતોને થતા ફાયદાનું ઉદાહરણ ગણાવ્યું હતું. તેમણે (PM Modi At Kisan Sanman Sammelan in Delhi )કહ્યું કે આ યોજના શરૂ થયા બાદ ખેડૂતોના બેંક ખાતામાં 2 લાખ કરોડ રૂપિયાથી વધુ ટ્રાન્સફર ( Big announcements ahead of Gujarat Assembly Election 2022 ) કરવામાં આવ્યા છે. આ પ્રસંગે તેમણે ખેડૂતોને ખેતીમાં નવી પ્રણાલીઓ બનાવવા અને ખુલ્લા મનથી વૈજ્ઞાનિક પધ્ધતિઓ અને ટેકનોલોજી અપનાવવા પણ અપીલ કરી હતી.
ઓછા ખર્ચે ઉચ્ચ ઉપજ આપતું માધ્યમ તેમણે કહ્યું, ‘યુરિયા ઉત્પાદનમાં આત્મનિર્ભરતા માટે ભારત ઝડપથી પ્રવાહી નેનો-યુરિયા તરફ આગળ વધી રહ્યું છે. નેનો યુરિયા એ ઓછી કિંમતે ઉચ્ચ ઉપજનું માધ્યમ છે. જેમને યુરિયાની એક બોરીની જરૂર છે, તે કામ હવે નેનો યુરિયાની નાની બોટલથી થાય છે. આ વિજ્ઞાન અને ટેકનોલોજીની અજાયબી છે. વડાપ્રધાને કહ્યું કે ભારત આજે જે વસ્તુઓની આયાત પર સૌથી વધુ ખર્ચ કરે છે તેમાં ખાદ્ય તેલ, ખાતર અને ક્રૂડ ઓઈલનો સમાવેશ થાય છે અને તેને ખરીદવા માટે દર વર્ષે લાખો કરોડ રૂપિયા અન્ય દેશોને આપવા પડે છે.