ગાંધીનગર: સેકટર 5માં બાઈક ઊભું રાખીને એડ્રેસ પૂછનારા વ્યક્તિને બાળક ચોર ગણાવ્યો, એક કેસનો ભેદ ઉકેલાયો - બાળક ચોર
ગાંધીનગર શહેરનાં સેકટર 5 અને 6 વિસ્તારમાં બાળકો ઉઠાવનાર ગેંગ સક્રિય થઇ હોવાની અરજી વસાહતીઓ દ્વારા સેકટર-7 પોલીસ મથકમાં આપવામાં આવી હતી. જેને લઇને પોલીસ દ્વારા આ બાબતે સઘન તપાસ હાથ ધરી હતી. જેમાં સેક્ટર 5 કેસમાં 'વા વાયાથી નળિયું ખસ્યું તે જોઈને કૂતરું કોઈ કહે મેં દીઠો ચોર ક્યાં થઈ ગયો શોર બકોર' જેવી સ્થિતિ નિર્માણ પામેલી જોવા મળી છે. એડ્રેસ પૂછનાર વ્યક્તિને વસાહતીઓએ બાળક ઉઠાવનાર ગેંગનો સભ્ય ગણી લીધો હતો.
સેકટર 5માં બાઈક ઊભું રાખીને એડ્રેસ પૂછનાર વ્યક્તિને બાળક ચોર ગણાવ્યો, એક કેસનો ભેદ ઉકેલાયો
ગાંધીનગરઃ બાળકો ઉઠાવનાર ગેંગને લઈને પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી હતી. તમામ રસ્તા ઉપરના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યાં હતાં. સેક્ટર 7 પી.આઈ જીતેન્દ્રસિંહ સિંધવ અને તેમની ટીમ દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી હતી. ત્યારે આજે તેમણે ત્રણ કેસમાં એક કેસમાં સફળતા મળી હતી. આ બાબતે ગાંધીનગર ડીવાયએસપી એમ.કે. રાણાએ જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા આ બાબતે સઘન તપાસ કરવામાં આવી હતી.