- પાટીદાર અનામત આંદોલનના કેસો પરત ખેંચવા માટે મુખ્યપ્રધાન નિવાસ્થાને બેઠક યોજાઇ
- CMએ કેસો પાછા ખેંચવાની અને શહીદ પરિવારને નોકરી આપવાની બાહેધરી આપી
- રાજદ્રોહના કેસો ગુજરાત સરકાર પાછા ખેંચશે
ગાંધીનગર:પાટીદાર અનામત આંદોલન (Patidar reserve movement) સમયે પાટીદારો પર થયેલા કેસો પરત ખેંચવા મામલે મુખ્યપ્રધાનના નિવાસ્થાને બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પાટીદાર આગેવાનો તેમજ ખોડલધામના ચેરમેન (Chairman of Khodaldham) નરેશ પટેલ તેમજ દિનેશ બાભણીયા, ગીતા પટેલ, અલ્પેશ કથરિયા સહિતના આગેવાનો આ બેઠકમાં મુખ્યપ્રધાનના નિવાસસ્થાને જોડાયા હતા. જેમાં પાટીદારો પર થયેલા કેસ પરત ખેંચવા અને તેમના પરિવારને મદદ થાય તે મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
પાસ કન્વીનર દિનેશ બાંભણિયા એ જણાવ્યું હતું
પાસ કન્વીનર દિનેશ બાંભણિયા એ જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન દુબઈના પ્રવાસે જવાના છે, જેઓ પરત આવશે ત્યારે અન્ય પ્રધાનો તેમજ અધિકારીઓ સાથે કેસો પરત ખેંચવાને લઈને બેઠક કરશે. તેવું તેમને મિટિંગમાં જણાવ્યું હતું. આ ઉપરાંત નોકરી આપવાની બાબતે ગત સરકારે જે નક્કી કર્યું હતું તે મુજબ આ બેઠકમાં નોકરી આપવાની બાહેધરી પણ શહિદ પરિવારોને આપવામાં આવી છે. આ કાર્ય સમયની મર્યાદામાં પૂર્ણ કરવાનું આશ્વાસન મુખ્યપ્રધાને સોમવારે મળેલી બેઠકમાં આપ્યું હતુ.
આ પણ વાંચો:પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા કેસ મામલે હાર્દિક પટેલ કઠોર કોર્ટમાં હાજર