ગુજરાત

gujarat

ETV Bharat / city

'હાથના સાથ' સાથે યુવાનો કરશે આંદોલન, બિનસચિવાલયની પરીક્ષા રદ્દ થતા કોંગ્રેસનું આહ્વાન - બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ નોટીસ વગર અચાનક પરીક્ષાના 8 દિવસ પહેલા પરિપત્ર બહાર પાડી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ કરી હતી. આ અંગે ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતાએ જણાવ્યું હતું કે, 'રાજ્ય સરકારે મનસ્વી રીતે આ નિર્ણય લીધો છે.' શુક્રવારે અચાનક સરકાર દ્વારા ગૌણ સેવાના અધિકારીઓને પરીક્ષા રદ કરવાનું સૂચન કર્યું હતું.

paresh-dhanani-says-congress-will-protest-on-postponed-ssc-exam

By

Published : Oct 12, 2019, 5:12 PM IST

પ્રજાને વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ચૂંટણી નજીક આવે ત્યારે જાહેર પરીક્ષાની ભરતીઓ બહાર પાડે છે. નવી નવી જાહેરાતો કરે છે, પરંતુ પરીક્ષા નજીકમાં આવે ત્યારે રાજ્ય સરકાર દ્વારા કોઈપણ નોટીસ અને સૂચના વગર પરીક્ષા રદ્દ કરી દેવામાં આવે છે

જૂઓ શું કહે છે વિરોધ પક્ષના નેતા પરેશ ધાણાની...

રાજ્ય સરકાર વિદ્યાર્થીઓને ઉમેદવારો પાસેથી ફક્ત પૈસાની ઉઘરાણી જ કરે છે, અને પરીક્ષા યોજાવા દેતા નથી, જેનો જવાબ હવે ઉમેદવારો આવનારી વિધાનસભાની પેટા ચૂંટણીમાં આપશે. ભરતી મેળાઓ સરકાર બનાવવાનું માત્ર સાધન છે.

તલાટીની ભરતી, પોલીસ કોસ્ટેબલ, વન રક્ષક લોકરક્ષકની ભરતીમાં પણ રાજ્ય સરકારે ગોટાળા કર્યા હતા. ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટમાં સરકારી ભરતી પર કુલ ૧૨૨ જેટલા કેસ ચાલી રહ્યા છે. રાજ્ય સરકારની વિરુદ્ધમાં હવે યુવાવર્ગ દ્વારા આંદોલન શરૂ કરવામાં આવશે જેમાં કોંગ્રેસ તેમની સાથ આપશે.

ABOUT THE AUTHOR

...view details