ગાંધીનગર: સોશિયલ મીડિયામાં આજે ધોરણ 10નું હિન્દીની પરીક્ષા પૂરી થાય તેના અડધો કલાક પહેલાં જ પેપર વાયરલ (SSC Hindi Paper Leak) કરવામાં આવ્યું હતું, ત્યારે અચાનક રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર ઘટના બાબતે તપાસ શરૂ કરવામાં આવી હતી કે, કેવી રીતે ધોરણ 10નું હિન્દીનું પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થયુ? આ બાબતે શિક્ષણ બોર્ડના ચેરમેને એ.જે.શાહે સ્પષ્ટપણે જણાવ્યું (A j shah on paper leak) હતું કે, આ શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકારને બદનામ કરવાનું કાવતરું છે, પેપર લીક થયું નથી.
તાપસ અધિકારીની નિમણૂક કરવામાં આવશે:વાત કરવામાં આવે તો રાજ્યના શિક્ષણ બોર્ડના ચેરમેન એ.જે.શાહે સમગ્ર ઘટનાની તપાસ કરવા બાબતે એક અધિકારીની નિમણૂક કરવામાં આવશે જે શિક્ષણ વિભાગના અધિકારી હશે અને આ શિક્ષણ વિભાગના અધિકારી સાઇબર ક્રાઇમની મદદ લઈને પેપર કઈ રીતે વાયરલ થયું છે અને કોને સોશિયલ મીડિયામાં વાયરલ (Paper viral on social media) કર્યું છે તે બાબતની પણ સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને જો કોઈ પણ વ્યક્તિ વિદ્યાર્થી કે શિક્ષકને સંડોવણી થશે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની જાહેરાત પણ શિક્ષણ બોર્ડના ચેરમેને કરી હતી.
પેપર ફૂટ્યું નથી ફક્ત અફવા ફેલાવામાં આવી:વધુમાં જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં પેપર વાયરલ કરવામાં આવ્યું છે પરંતુ પેપર ફૂટ્યુ નથી. જ્યારે અમુક લોકો દ્વારા ફક્ત અફવા ફેલાવવામાં આવી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓને સંબોધીને શિક્ષણ બોર્ડના ચેરમેન એ.જે.શાહે જણાવ્યું હતું કે, કોઈપણ વિદ્યાર્થીને નુકસાન નહીં થાય. જે વિદ્યાર્થીઓએ જેટલું લખ્યું હશે તે પ્રમાણમાં માર્ક મળશે. જ્યારે સોશિયલ મીડિયામાં જે લોકોએ પેપર વાયરલ કર્યું છે. તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.