ગુજરાત

gujarat

By

Published : Aug 9, 2022, 11:06 AM IST

ETV Bharat / city

સચિવાલયમાં કર્મચારીઓએ પૂછ્યું સામાન ક્યાં લઈ જાઓ છો, ખેડૂતોના જવાબથી કર્મચારીઓની બોલતી થઈ બંધ

ગાંધીનગરમાં સચિવાલયમાં આવીને ખેડૂતો 9 કમ્પ્યુટર અને 9 CPU લઈને રવાના થઈ (Farmers collected the dues at the Secretariat) ગયા હતા. તેમણે કોઈ પ્રકારની લૂંટ નથી ચલાવી પણ આ તો કોર્ટનો આદેશ હતો. તે મુજબ (Court order to confiscate the goods of the Secretariat) ખેડૂતોએ સરકાર પાસેથી વસૂલી કરી હતી.

સચિવાલયમાં કર્મચારીઓએ પૂછ્યું સામાન ક્યાં લઈ જાઓ છો, ખેડૂતોના જવાબથી કર્મચારીઓની બોલતી થઈ બંધ
સચિવાલયમાં કર્મચારીઓએ પૂછ્યું સામાન ક્યાં લઈ જાઓ છો, ખેડૂતોના જવાબથી કર્મચારીઓની બોલતી થઈ બંધ

ગાંધીનગરઃ કેન્દ્ર અને રાજ્ય સરકાર રાજ્યમાં અનેક પ્રોજેક્ટને લઈને જમીન સંપાદનનું કામ હાથ ધરવામાં આવતું હોય છે. જમીન સંપાદન કર્યા (Land acquisition of Abhod village Baroda) બાદ જમીનમાલિકોને સમયસર વળતર (Government negligence in land acquisition work) મળતું નથી. અથવા તો જો વળતર મળે તો પૂરતા પ્રમાણમાં મળતું નથી. આવો જ એક કિસ્સો ગુજરાતમાં નોંધાયો છે.

સચિવાલયનો સામાન લઈ ખેડૂતો રવાના - ખેડૂતોને ફક્ત 225 રૂપિયા ઓછા મળવાના કારણે ખેડૂતો કોર્ટમાં ગયા હતા. કોર્ટ પણ તેમનું સાંભળીને 225 રૂપિયા ચૂકવવાનો હૂકમ (Court order to confiscate the goods of the Secretariat) કર્યો હતો. તેમ છતાં પણ 225 રૂપિયા ન ચૂકવતા કોર્ટે જ જપ્તી વોરંટ ઈશ્યુ કર્યું હતું અને ખેડૂતોએ સચિવાલયમાં આવીને 15 ખુરશીઓ 9, કોમ્પ્યુટર, 7 પ્રિન્ટર અને 9 CPU લઈને રવાના (Farmers collected the dues at the Secretariat) થયા હતા.

સરદાર સરોવર નિગમે કોર્ટના હુકમનો કર્યો અનાદર

પાદરા કોર્ટનો હુકમ -સમગ્ર ઘટનાની વાત કરીએ તો, બરોડાના અભોર ગામની જમીન વર્ષ 1988માં સંપાદિત કરવામાં આવી હતી અને જમીનનું વર્તન પ્રતિઆરે આપવામાં આવ્યું હતું. આમાં જિલ્લા કોર્ટે આ વળતરમાં વધારો કરીને 1,725 કર્યા હતા અને બાદમાં હાઈકોર્ટે તેમાં 100 રૂપિયાનો ઘટાડો કરીને 1,625 વળતર આપવાનું હુકમ કર્યો હતો કે, જ્યારે સંપાદન ખાતાએ રૂપિયા 1,400 જ ખેડૂત ખાતેદારોને આપ્યા હતા અને 225 રૂપિયા હજી સુધી આપ્યા નહતા અને છેલ્લા કેટલાય વર્ષોથી આ સમગ્ર કેસ પાદરા કોર્ટમાં (Disobedience of the order of the Padra Court) કાર્યરત્ હતો, જેમાં પાદરા કોર્ટે 225 રૂપિયા ચૂકવવા માટેનો સત્તાવાર હુકમ પણ કર્યો હતો.

સરદાર સરોવર નિગમે કોર્ટના હુકમનો કર્યો અનાદર - કોર્ટના હુકમ છતા સરદાર સરોવર નિગમ (Sardar Sarovar Corporation) કોર્ટનો અનાદર (Disobedience of the order of the Padra Court) કર્યો હતો. ત્યારબાદ કોર્ટે નિગમની ચીજવસ્તુઓની જપ્તીનો હુકમ આપ્યો હતો અને 15 જેટલા ખેડૂતો કોર્ટનો હુકમ લઈને સચિવાલયમાં પહોંચ્યા હતા અને 15 જેટલી ખુરશીઓ નવ કોમ્પ્યુટર જપ્ત (Farmers collected the dues at the Secretariat) કર્યા હતા.

35 વર્ષ અગાઉની ઘટના -આ ઘટના 35 વર્ષ અગાઉ બની હતી, જેમાં બરોડાના અભોડ ગામની જમીન સંપાદન (Land acquisition of Abhod village Baroda) કરવામાં આવી હતી. તે સમયના વળતરની વાત કરીએ તો તે સમયે 250 રૂપિયાની રકમ બાકી હતી, જે આજે રૂપિયા 68,92,924 થાય છે જેમાં વ્યાજનો સમાવેશ કરવામાં આવે છે. જો સરદાર સરોવર નિગમ દ્વારા 35 વર્ષ પહેલાં ફક્ત 225ની વળતર ચૂકવવામાં આવી હોત તો આજે 68,00,000થી વધુની કિંમત ચૂકવવાનો વારો ન આવ્યો હોત.

નર્મદા કેનાલ બનવવા માટે આપી હતી જમીન -બરોડા ના અભોડ ગામ પાસે નર્મદાની કેનાલ બનાવવા માટે ખેડૂતોએ વર્ષ 1987માં પોતાની જમીન સંપાદિત કરવા માટેની મંજૂરી આપી હતી. જમીન સંપાદન થતા સરદાર સરોવર નિગમ (Sardar Sarovar Corporation) દ્વારા આજે તે સમયે જમીન સંપાદિત કરીને નર્મદા કેનાલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

વર્ષ 1990માં કેનાલ બનાવ્યા બાદ વળતર ચૂકવવાની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં વર્ષ 1990ની 25 જુલાઈ અને 30 જુલાઈના રોજ હુકમ પ્રમાણે પીએચ જમીનના 225 રૂપિયા અને બીનપીએચ જમીનના પ્રતિઆરે રૂપિયા 150 આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે, અપુરતી વળતરની રકમ હોવાના કારણે ગામના ખેડૂતો દ્વારા બરોડા સિવિલ કોર્ટમાં (Baroda Civil Court) કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં સરકાર દ્વારા સંપાદિત જમીનની વળતર ચૂકવવાનો મુદ્દો રજૂ કરવામાં આવ્યો હતો.

માનસિક ત્રાસ આપ્યો તો સમાન જપ્તી કરો -છેલ્લા 35 વર્ષથી ફક્ત 225 રૂપિયાનો વળતર માટે 27 જેટલા ખેડૂતોએ કોર્ટમાં વળતરનો દાવો કર્યો હતો. કોર્ટના ચૂકાદા પ્રમાણે નિગમે પૂરી રકમ ન ચૂકવતા જપ્તી વોરન્ટ કરવામાં આવ્યું હતું અને વળતરની રકમમાં ફક્ત 250 રૂપિયાનો જ તફાવત ઊભો થયો હતો. ત્યારે કોર્ટના આદેશ પ્રમાણે વર્તન ન ચૂકવતા જપ્તી વોરન્ટ ઈશ્યુ થયું હતું અને સરદાર સરોવર નિગમના લેન્ડ શાખાના કોમ્પ્યુટર સહિતનો સામાન ખેડૂતોએ જ પ્રાપ્ત કર્યો હતો. જ્યારે વિભાગના કર્મચારીઓ દ્વારા તેમને પૂછવામાં આવ્યું તો તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, અમારી પાસે કોર્ટનો હુકમ છે.

ABOUT THE AUTHOR

...view details