- રાજ્યમાં ઓક્સિજનની અછત
- કોંગ્રેસ અભ્યાસ વગરના આક્ષેપ કરે છેઃ ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા
- રાજ્યમાં 1907 કોવિડ હેલ્થ ફેસિલીટી ઉપલબ્ધ
ગાંધીનગર: ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવતા આક્ષેપો સંદર્ભે જણાવ્યું કે, સત્તા ભૂખી કોંગ્રેસ અભ્યાસ વગરના આક્ષેપ કરી પ્રજાને ગેરમાર્ગે દોરે તે શોભતુ નથી. ભાજપનો કાર્યકર્તા અને ટીમ ગુજરાતમાં કોરોનાના કાળમાં સદાય પ્રજાની પડખે ખભેખભો મિલાવીને કામગીરીમાં ખડેપગે તૈનાત છે. કોંગ્રેસના એક પણ કાર્યકરે કે નેતાએ જનતાની વચ્ચે જઈને સેવા કરી હોય તો તેનો હિસાબ આપે. કોંગ્રેસના નેતાઓ દ્વારા કરાતી બેફામ ટિપ્પણીઓ તેમના સંસ્કારો અને પોતાની માનસિકતા છતી કરે છે. આ સાથે તેઓએ કોરોનામાં થયેલી કામગીરી અંગે પણ માહિતી આપી હતી.
ઓક્સિજન પૂરું પાડવા 11 PSA ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે કામગીરી ચાલું
પ્રદિપસિંહે જણાવ્યું કે, રાજ્યની હોસ્પિટલોમાં ઓક્સિજનનો જથ્થો સમયસર ઉપલબ્ધ બને તે માટે સિનિયર અધિકારીઓ 24 કલાક મોનિટરીંગ કરી રહ્યા છે. નવા 11 PSA ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે કામગીરી ચાલુ છે. ઓક્સિજનની જરૂરીયાત વાળા દર્દીઓ માટે માર્ચ સુધીમાં 150 મેટ્રીક ટનની જરૂરિયાત રહેતી હતી, જે આજે વધીને 1 હજાર મેટ્રીક ટન છે. રાજ્યમાં 1907 કોવિડ હેલ્થ ફેસિલીટી ઉપલબ્ધ છે. જેમાં 1095 ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલ, 519 હેલ્થ કેર સેન્ટર, 293 કોવિડ કેર સેન્ટરનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ સુરતના સચિન GIDCના ઉદ્યોગપતિઓ દ્વારા લોકોને નિઃશુલ્ક ઓક્સિજન વિતરણ સેવા