ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગનો હુકમ, જિલ્લા કલેકટર પોતાની રીતે કોવિડ ખર્ચ મેનેજ કરે - જનસેવા કેન્દ્ર

કોરોના મહામારીના કારણે રાજ્ય સરકારે દ્વારા છેલ્લા દોઢ વર્ષમાં અનેક રૂપિયાનો ખર્ચ કર્યો છે. ત્યારે હવે વધુ ખર્ચ માટે રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગ દ્વારા 11 ઓગસ્ટે એક ખાસ પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે. કોરોનાના ખર્ચ માટેની જવાબદારી CSR ફંડ ઉભુ કરીને કોઈ ખર્ચ કરવા માટે કલેકટરને સત્તા સોપવામાં આવી છે.

રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગનો હુકમ, જિલ્લા કલેકટર પોતાની રીતે કોવિડ ખર્ચ મેનેજ કરે
રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગનો હુકમ, જિલ્લા કલેકટર પોતાની રીતે કોવિડ ખર્ચ મેનેજ કરે

By

Published : Aug 17, 2021, 2:03 PM IST

  • રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગનો હુકમ
  • જિલ્લા કલેક્ટરોના શિરે હવે CSR ફંડની જવાબદારી
  • કોવિડનો ખર્ચ સી.એસ.આર. ફંડ (CSR Fund)માંથી કાઢવામાં આવશે
  • જિલ્લા સ્તરે કમિટી રચીને ફંડ ઉભું કરવામાં આવશે

ગાંધીનગરઃ કોરોના મહામારીના કારણે રાજ્ય સરકારે છેલ્લા દોઢ વર્ષમાં ઘણો ખર્ચ કર્યો છે. ત્યારે હવે રાજ્ય સરકારના ઉધ્યોગ વિભાગે કોરોના ખર્ચની જવાબદારી CSR ફંડ ઉભું કરીને કોઈ ખર્ચ કરવા માટે કલેક્ટરને સત્તા સોંપી છે. રાજ્યના ઉદ્યોગ વિભાગના પરિપત્ર પ્રમાણે, જિલ્લા કલેક્ટરે એક ખાસ CSR ફંડની રચના કરવી પડશે, જેના માટે બેન્કમાંથી એક અલગ ખાતું ખોલાવવાની ફરજ પાડવામાં આવી છે. આમાં ખાનગી દાતાઓ ખાનગી કંપનીઓ, સ્વેચ્છિક સંસ્થાઓ પાસેથી ફંડ મેળવીને જરૂરિયાત મુજબની વ્યવસ્થા કરવાની સૂચના પણ પરિપત્રમાં જણાવવામાં આવી છે. આમ, કોરોનાની ત્રીજી લહેર (The third wave of the corona)ને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરો દ્વારા પણ ખાસ વ્યવસ્થા કરીને ફંડ ઊભું કરવાની સૂચના રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગ દ્વારા આપવામાં આવી છે..

રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગનો હુકમ

આ પણ વાંચો-5 ઓગસ્ટથી ખેડૂતોને 10 કલાક વીજળી આપવાની કરાઈ શરૂઆત, દૈનિક 6 કરોડ યુનિટનો વપરાશ વધ્યો

રાજ્ય સરકારે 25,000 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે

કોરોના વૈશ્વિક મહામારી (Corona global epidemic) સમાન રાજ્ય સરકારની કામગીરીની જો વાત કરવામાં આવે તો રાજ્ય સરકારે તમામ જિલ્લાઓમાં કુલ હોસ્પિટલોની શરૂઆત કરી હતી. ત્યારબાદ ખાનગી હોસ્પિટલોમાં પણ સરકારી ખર્ચે અને સરકારી કોટાના (Government quota bed) અને બેડ પણ રિઝર્વ રાખવામાં આવ્યા હતા. અને જે પેમેન્ટ સરકારી વિભાગ દ્વારા ખાનગી હોસ્પિટલોને પણ ચૂકવવામાં આવતા હતા. આમ, રાજ્ય સરકારે અત્યાર સુધીમાં ઓક્સિજન દવાઓ દર્દીઓની સારવાર અને મેડિકલના તમામ ઈક્વિપમેન્ટની ખરીદી સાથે 25 હજાર કરોડ રૂપિયાથી પણ વધુ રકમનો ખર્ચ કર્યો છે ત્યારે કોરોનાની ત્રીજી લહેર (Corona Virus third wave)ને પણ પહોંચી વળવા માટે રાજ્ય સરકાર (State Government) દ્વારા એકશન પ્લાન (Action Plan) તૈયાર કરી સાચી સાથે જિલ્લા કલેકટરને પણ વધારાનું ફંડ ઉભુ કરવાની સૂચના પણ આપવામાં આવી છે..

રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગનો હુકમ
આ પણ વાંચો-ખાણ-ખનીજ વિભાગે VTRS સિસ્ટમ વિકસાવવાનો કર્યો નિર્ણય

ઉદ્યોગ વિભાગના પરિપત્રની વિગતો, જાણો

11 ઓગસ્ટે જાહેર કરાયેલા પરિપત્ર પ્રમાણે, કોરોનાની મહામારી કુદરતી આફત કે આકસ્મિક મુશ્કેલીના સમયે ઉભી થતી કામગીરીને પહોંચી વળવા બીએસએફ (BSF)ની રચના અને કલેક્ટરની અધ્યક્ષતા હેઠળ જિલ્લા કક્ષાની સમિતિ (District level committee)ની રચના કરવામાં આવશે જિલ્લા કલેક્ટરોએ આ હેતુ માટે એક અલગ સીએસઆર ફંડ (CSR Fund) ઉભું કરવાની મંજૂરી આપવામાં આવી છે, જે કેન્દ્ર સરકારના (Central Government) નિયમ પ્રમાણે જેસર ફંડ ઉભું કરી શકાશે. આ ફંડ માટે અલગથી બેન્કમાં ખાતું ખોલાવી તેમાં કામગીરી કરવામાં આવશે. જ્યારે જનસેવા કેન્દ્ર (Public Service Center) ખાતે યુઝર ચાર્જ આવકના ભંડોળમાંથી સેવા વિષયક ખર્ચ કરવા રચાયેલી જિલ્લા સેવા સોસાયટીને સી.એસ.આર (CSR) અમલીકરણની કામગીરી કરવા માટેનું રજિસ્ટ્રેશન પણ કરાવવાનું રહેશે..

કમિટીમાં કોનો થશે સમાવેશ?

ઉદ્યોગ વિભાગ તરફથી જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં હેઠળ જિલ્લા કક્ષાની સમિતિ રચવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં કલેકટર અધ્યક્ષ તરીકે, ડીડીઓ સહઅધ્યક્ષ અને જિલ્લા આયોજન અધિકારી તિજોરી, અધિકારી માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર સભ્ય તરીકે અને નિવાસી અધિક કલેકટર સભ્ય સચિવ તરીકેની ફરજ નિભાવશે.

ABOUT THE AUTHOR

...view details