ગાંધીનગરઃ જિલ્લાના દહેગામ તાલુકાના લવાડ ફાર્મમાં 68 વર્ષીય વૃદ્ધ જે 23 મેના રોજ મુંબઈથી આવ્યાં હતાં. ત્યારબાદ વાણંદને ઘરે બોલાવીને વાળ દાઢી પણ કરાવી હતી. આ વૃદ્ધના સંપર્કમાં આવેલા 152 લોકોને કોરનટૉઇન કરવામાં આવ્યાં છે. બીજી તરફ કલોલ અર્બનમાં કલ્યાણપુરાના આસુદેવ સોસાયટીમાં રહેતાં 67 વર્ષીય પુરૂષને કોરોના પોઝિટીવ કેસ આવ્યો છે. અમદાવાદ ખાતે બીમારીની સારવાર કરાવવા ગયાં હતાં. જ્યારે છેલ્લાં બે દિવસથી કોરોનાના લક્ષણો જોવા મળતાં હતાં જેને લઈને રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યાં છે. તેમનો સંપર્ક ધરાવતાં સાત સભ્યોને ફેસેલિટી કોરેન્ટાઇન અને 248 લોકોને હોમ કોરેન્ટાઇન કરવામાં આવ્યાં છે.
કલોલ, દહેગામમા કોરોનાના એક-એક પોઝિટીવ કેસ નોંધાયાં - દહેગામ
ગાંધીનગર જિલ્લામાં આજે 2 કોરોનાના પોઝિટીવ કેસ નોંધાયાં છે. જ્યારે ચાર દર્દીએ કોરોનાને પરાસ્ત કરતાં તેમને આજે ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. એક કેસ કલોલ અને એક કેસ દહેગામમાં નોંધાયો છે.
ગાંધીનગર તાલુકાના બે, દહેગામ તાલુકાના એક અને કલોલ તાલુકામાં એક મળી કુલ 4કોરોનાના દર્દીઓએ કોરોનાને પરાસ્ત કરતાં તેમને આજે ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. જેમાં ત્રણ મહિલા અને એક પુરૂષ દર્દીનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં ગાંધીનગર જિલ્લામાં કુલ 129 કોરોનાના પોઝિટીવ કેસ આવ્યાં છે. જેમાં 28 દર્દીઓ દાખલ કરવામાં આવ્યાં છે. તેમજ 89 વ્યક્તિઓએ કોરોનાને પરાસ્ત કરતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તે ઉપરાંત જિલ્લામાં 2689 વ્યક્તિઓનો લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યો છે.. ગાંધીનગર જિલ્લામાં 3489 હોમ કોરોન્ટાઇન, 49 સરકારી ફેસેલિટી કોરન્ટાઇન અને 75 વ્યક્તિઓ ખાનગી ફેસેલિટી કોરોન્ટાઇન મળી કુલ 3613 વ્યક્તિઓ કોરોન્ટાઇન કરવામાં આવ્યાં છે.