ગુજરાત

gujarat

ETV Bharat / city

PM મોદીનો 70મો જન્મદિવસઃ રાજ્યભરમાં 70 સ્થળોએ કાર્યક્રમ યોજાશે, 5 વિકાસના કામોનીનું લોકાર્પણ

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 17 સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ છે, PM નરેન્દ્ર મોદીના 70મા જન્મદિવસ નિમિત્તે રાજ્યમાં વિવિધ 5 વિકાસના કામોનીનું લોકાર્પણ કરીને જન્મદિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. PM મોદીના  જન્મદિવસ 17મી સપ્ટેમ્બરે રાજ્યમાં કૃષિ ખેડૂત કલ્યાણ, મહિલા ઉત્કર્ષ, આદિજાતિ વિસ્તારમાં પાણી પૂરવઠાના કામોના લોકાર્પણ કાર્યારંભ તેમજ કલાયમેટ ચેન્જ વિભાગના વિવિધ 10 MoU અને પાટનગર ગાંધીનગરમાં 24x7 પીવાના પાણીની યોજનાના ઇ-ખાતમૂર્હત અને ઇ લોન્ચિંગ કાર્યક્રમો યોજાવાના છે.

વિજય રૂપાણી
વિજય રૂપાણી

By

Published : Sep 17, 2020, 2:16 AM IST

ગાંધીનગરઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ આ કાર્યક્રમોમાં ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા સહભાગી થઇને ઇ-લોન્ચિંગ કરશે. જ્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દિલ્હીથી આ વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાશે.

રાજ્યના 33 જિલ્લાઓના 70 સ્થળોએ રાજ્ય પ્રધાનમંડળના પ્રધાનો, બોર્ડ-નિગમના અધ્યક્ષો, પદાધિકારીઓ, ધારાસભ્યો આ કાર્યક્રમોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોરોના સંક્રમણ નિયંત્રણ પ્રોટોકોલના પાલન સાથે મર્યાદિત સંખ્યામાં લોકોની ઉપસ્થિતીમાં જોડાશે. ગુરૂવારે 17 સપ્ટેમ્બરના રોજ સમગ્ર દિવસ દરમિયાન યોજાનારા આ વિકાસ પંચામૃત કાર્યક્રમોમાં સૌ પ્રથમ કાર્યક્રમ સાત પગલાં ખેડૂત કલ્યાણના યોજના અન્વયે પ્રાકૃતિક ખેતી માટેના વધુ બે પગલા ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને ગાય માટે નિભાવ ખર્ચની રૂપિાયા 900ની સહાય તેમજ જિવામૃત બનાવવા માટે કિટ સહાયની યોજનાનું ઇ-લોન્ચિંગ કરવામાં આવશે. આ અવસરે CM રૂપાણી પ્રતિકરૂપે ગાંધીનગરમાં લાભાર્થીઓને સહાય મંજૂરી પત્રો અર્પણ કરશે. સમગ્ર રાજ્યમાં આ બન્ને યોજનાઓ અંતર્ગત કુલ રૂપિયા 80 કરોડની સહાય 2 લાખ જેટલા ધરતીપુત્રોને આપવાનું આયોજન છે. વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે 17મી સપ્ટેમ્બરના રોજ માત્ર એક જ દિવસમાં 4900 લાભાર્થી ખેડૂતોને રૂપિયા 1.32 કરોડની સહાય ચૂકવવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70મા જન્મદિવસે ગુજરાતમાં વિવિધ 5 વિકાસ કામોની યોજાશે

સાત પગલાં ખેડૂત કલ્યાણના યોજના અન્વયે પ્રથમ બે પગલા મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અને કિસાન પરિવહન સહાય યોજનાનું તાજેતરમાં 10મી સપ્ટેમ્બરે CM રૂપાણીએ ઇ-લોન્ચિંગ કર્યુ હતું. 17મી સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીના જન્મદિનની રાજ્યના ધરતીપુત્રોને ભેટ રૂપે હવે વધુ બે વિકાસના કોમોનું લોન્ચિંગ થવાનું છે.

વિકાસ પંચામૃત ધારા અન્વયે નરેન્દ્ર મોદીના જન્મદિવસની આદિજાતિ વિસ્તાર સાગબારા-ડેડીયાપાડાને પણ અનોખી ભેટ મળશે. રાજ્યના પાણી પૂરવઠા વિભાગે રૂપિયા 308 કરોડના ખર્ચે નર્મદા જિલ્લાના સાગબારા-ડેડીયાપાડા અને તાપીના સોનગઢ તાલુકાના 2005 ગામોની જૂથ પાણી પૂરવઠા યોજના પૂર્ણ કરી છે. તેનું ઇ-લોકાર્પણ CM વિજય રૂપાણી ગાંધીનગરથી નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ અને પાણી પૂરવઠા પ્રધાન કુંવરજી બાવળિયાની ઉપસ્થિતીમાં કરશે.

જ્યારે પાટનગર ગાંધીનગરમાં દેશભરના શહેરોમાં પહેલરૂપ એવી સમગ્ર શહેર માટે 24x7 પીવાના પાણીનો પૂરવઠો આપતી યોજનાનું ઇ-ખાતમૂર્હત પણ CM રૂપાણી કરવાના છે. સમગ્ર ગાંધીનગર શહેરમાં 24x7 પીવાનું પાણી પુરૂં પાડનારી 219 કરોડની આ યોજનામાં હાલની પ્રતિદિન 6.5 કરોડ લીટરની ક્ષમતાને વધારીને 16 કરોડ લીટર પ્રતિદિન પહોંચાડવાની માળખાકીય સુવિધાઓ વિસ્તારવાના કામોનો આ ઇ-ખાતમૂર્હતમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

રાજ્યની ગ્રામીણ-શહેરી વિસ્તારની સામાન્ય-મધ્યમવર્ગીય અને ગરીબ પરિવારોની માતા-બહેનોને આત્મનિર્ભરતા માટે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના પણ મુખ્ય પ્રધાનના 70મા જન્મદિવસે બહેનો-માતાઓને ભેટ આપશે. આ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં 50 હજાર અને શહેરોમાં 50 હજાર મળી કુલ 1 લાખ મહિલા જૂથો દ્વારા 10 લાખ જેટલી બહેનોને વગર વ્યાજે ધિરાણ-લોન મળવાનું છે. એક જૂથમાં 10 બહેનો પ્રમાણે સમગ્ર રાજ્યમાં 10 લાખ બહેનો આ લોન-ધિરાણ દ્વારા પોતાનો નાનો-મોટો વ્યવસાય, ગૃહ ઊદ્યોગ-ધંધો શરૂ કરી આત્મનિર્ભરતાના માર્ગે વળી શકશે.

આ મહિલા ઉત્કર્ષ યોજનામાં 10 લાખ બહેનોને કુલ રૂપિયા 1000 કરોડ સુધીનું લોન-ધિરાણ તબક્કાવાર આપવાનું આયોજન છે. મહિલા ઉત્કર્ષ યોજનામાં જોડાવા અંગે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ખાનગી, સહકારી અને સરકારી બેન્કોને કરેલા આહવાનના ત્વરિત પ્રતિસાદ સાંપડયો છે. તદઅનુસાર 17મી સપ્ટેમ્બરના રોજ ગુજરાત બરોડા ગ્રામીણ બેન્ક, ICICI અને ગુજરાતની અન્ય સહકારી બેન્કો રાજ્ય સરકાર સાથે CM રૂપાણીની ઉપસ્થિતીમાં MoU પણ કરવાની છે.

CM રૂપાણી MoU ઉપરાંત વડાપ્રધાનના 70મા જન્મદિવસના ઉપલક્ષ્યમાં યોજાનારા કાર્યક્રમો અન્વયે કલાયમેટ ચેઇન્જ વિભાગના 10 વર્ષ પૂર્ણ થવા અવસરે વિવિધ 10 MoU સાઇનિંગના વર્ચ્યુએલ સેરિમનીમાં ઉપસ્થિત રહેશે. આ સાથે તેઓ બિલ્ડીંગ અ કલાયમેટ રિલેસિયન્સ ગુજરાત અ ડિકેડ ઓફ કલાયમેટ એકશન એન્ડ રોડ મેપ ફોર ધ ફયુચર કોમ્પોડિયમનું પણ ઇ-લોન્ચિંગ કરવાના છે. CM વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના માર્ગદર્શનમાં આ બધા જ કાર્યક્રમો વડાપ્રધાન મોદીના 70મા જન્મદિવસની રાજ્યમાં ઉમંગ ઉજવણી અન્વયે યોજવાનું આયોજન કરવામાં આવ્યુ છે.

ABOUT THE AUTHOR

...view details