રાજ્યમાં મેળાવડાની ના, છતાં IITEમાં સ્થાપના દિવસની ઉજવણી - કોરોના લૉક ડાઉન
ગાંધીનગર શહેરના સેક્ટર 15 માં આવેલી ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચર એજ્યુકેશન (IITE) સંસ્થાનો 10 મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો. તેની સાથે જ કોલેજમાં નિમણૂક પામેલા અધ્યાપકોને નિમણૂકપત્ર આપવામાં આવ્યાં હતાં. પરંતુ સરકાર દ્વારા કોરોના મહામારીને લઈને મેળાવડા કરવાની ચોખ્ખી ના પાડવામાં આવી છે, તેમ છતાં IITEના પદાધિકારીઓ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્ત પાલન કરાયું હતું.
ગાંધીનગરઃ રાજ્યમાં એકતરફ કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. બીજી તરફ નાગરિકો પરેશાન થઈ રહ્યાં છે. સામાન્ય લોકોને સામાજિક કાર્યક્રમ કરવા માટે મંજૂરી માટે અનેક વખત ધક્કા ખાવા પડતા હોય છે. પરંતુ સરકારને કાર્યક્રમ કરવો કરવો હોય તો નિયમોની ઐસીતૈસી કરીને કાર્યક્રમો આયોજન થઈ જાય છે. ત્યારે આજે ગાંધીનગર શહેરના સેક્ટર 15 માં આવેલી ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટીચર્સ એજ્યુકેશનનો 10મો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો હતો. જેમાં શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા હાજર રહ્યાં હતાં. કાર્યક્રમમાં શિક્ષણ પ્રધાનના હસ્તે નવા નિમણૂક પામેલા પ્રાધ્યાપકકોને નિમણૂક પત્ર અને કોલેજમાં પોતાનું યોગદાન આપી નિવૃત થતાં કર્મચારીઓને સન્માનિત કરાયાં હતાં.