ગુજરાત

gujarat

ETV Bharat / city

No Bail for AAP Protesters : AAPના 64 કાર્યકર્તાઓ પર કઈ કલમો લગાડવામાં આવી છે? - FIR on AAP protesters 2021

આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ કાર્યાલય કમલમ પર (AAP Protest In Kamlam) દેખાવો સંદર્ભે ફરિયાદ થઇ હતી. જેને પગલે 64 આરોપીઓને ગાંધીનગર કોર્ટમાં (Gandhinagar Court) રજૂ કરાયાં હતાં. જોકે તપાસ પ્રક્રિયા ચાલી રહી હોવાથી જામીન (No Bail for AAP Protesters) આપવામાં આવ્યાં ન હતાં. આપના આ પ્રદર્શનકારીઓ પર કઈ કલમો લગાવવામાં આવી છે? જાણો આ અહેવાલમાં...

No Bail for AAP Activist : તપાસ પ્રક્રિયા ચાલુ હોવાથી આપના 64 કાર્યકર્તા અગ્રણીઓને કોર્ટે ન આપ્યાં જામીન
No Bail for AAP Activist : તપાસ પ્રક્રિયા ચાલુ હોવાથી આપના 64 કાર્યકર્તા અગ્રણીઓને કોર્ટે ન આપ્યાં જામીન

By

Published : Dec 22, 2021, 4:31 PM IST

Updated : Dec 22, 2021, 8:57 PM IST

ગાંધીનગરઃ આપ પાર્ટીના 500ના ટોળા સામે નોંધાયેલ ફરિયાદ (AAP Protest In Kamlam) હેઠળ ગઈ કાલે 64 આરોપીને મોડી સાંજે ગાંધીનગર કોર્ટમાં હાજર કરાયા હતાં. આરોપી તરફથી વકીલે જામીન અરજીને લઈને રજૂઆત કરી હતી. પરંતુ ઈન્વેસ્ટીગેશન ચાલુ હોવાથી (Gandhinagar Court) કોર્ટે એકના જ શરતી જામીન પીએએસઆઈની પરીક્ષા હોવાના લીધે માન્ય રાખ્યા છે. જો કે આ સંખ્યામાં 3 વિદ્યાર્થીઓ છે જેથી બાકીનાને જ્યુડીશિયલ (No Bail for AAP Protesters) કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. ટોળા વિરુદ્ધ 18 આઈપીસીની કેટલીક મુખ્ય કલમો સહિત એપેડેમિક એક્ટ સહિતની 4 એમ કુલ 22 જેટલી કલમોનો ઉલ્લેખ ફરિયાદમાં કરાયો છે.

કમલમમાં ઘૂસીને આપ દ્વારા ઉગ્ર વિરોધ થયો હતો

આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને અગ્રણીઓ દ્વારા પેપર લીક કાંડ મામલે ભાજપ કમલમને (AAP Protest In Kamlam) 20 તારીખના જ બપોરના 1 વાગ્યાની આસપાસ ઘેરવામાં આવ્યું હતું અને ઉગ્ર વિરોધ, બેનરો અને સૂત્રોચ્ચાર સાથે આપ પાર્ટી દ્વારા કરાયો હતો. જેમાં આપ પાર્ટીના કાર્યકર્તાઓ અને ત્યાં હાજર રહેલ ભાજપ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જાણ થતા ગાંધીનગર પોલિસનો કાફલો દોડતો આવ્યો હતો. 500 જેટલા ટોળામાં આવેલા કાર્યકર્તાઓએ મહિલાઓ સાથે ગેરવર્તણુક કરી હતી, ઈસુદાન ગઢવીએ દારૂ પીધો હતો તે પ્રકારના આરોપો ભાજપ મહિલા કાર્યકર્તા દ્વારા લગાવવામાં આવ્યા હતાં. જેમાં 64 સહિત 28 જેટલી મહિલાઓની અટકાયત પોલીસ દ્વારા કરાઈ હતી. જે મામલે ગઈ કાલે ગાંધીનગર કોર્ટે (Gandhinagar Court) ઈન્વેસ્ટીગેશન ચાલુ હોવાથી અત્યાર પુરતા જામીન રદ (No Bail for AAP Protesters) કરી એકને બાદ કરતા તમામને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.

500ના ટોળા સામે આઈપીસીની 18 કલમો લગાડવામાં આવી

કલમ 135 પોલિસ સાથે અસભ્ય વર્તન, કલમ 143 ગેરકાનૂની જનસમૂહના સભ્ય હોવું, કલમ 144 ગેરકાયદે ભેગા થવું સુરક્ષા, સ્વાસ્થ્ય સબંધિત ખતરો હોવો, કલમ 145 ઈરાદા પૂર્વક સામેલ થવું, કલમ 147 ઉપદ્રવ માટે દોષિત હોવું, કલમ 148 ઘાતક હથિયારો સાથે હુલ્લડ કરવું, કલમ 149 કાયદા સામે જનસમૂહમાં સામેલ લક્ષ્ય પૂરુ કરવા અપરાધ કરવો, કલમ 151 5 કે તેનાથી વધુ લોકો વિખરાઈ જવાનો હુકમ બાદ પણ જાણી જોઈને જોડાયેલા રહેવું, કલમ 152 હુલ્લડને શાંત પાડવાનો પ્રયત્ન કરતા રાજ્ય સેવક પર હુમલો કરવો, કલમ 188 જાહેર કરાયેલા હુકમની અવગણના કરવી, કલમ 452, પરમિશન વિના ઘર કે પ્રાઈવેટ પ્રોપર્ટીમાં (AAP Protest In Kamlam) ઘુસવુ, દબાણ કરવું, કલમ 353 ફાજદારી બળનો પ્રયોગ કરવો, કલમ 354 જાતીય સતામણી, કલમ 341 ખોટી રીતે અન્ય વ્યક્તિને રોકવું, કલમ 323 ઈરાદાપૂર્વક ઈજા પહોંચાડવી, કલમ 429 કોઈ પણ પ્રાણીને ઈજા પહોંચાડવી, અપંગ બનાવવું વગેરે, કલમ 504 શાંતિમાં ખલેલ પહોંચાડવી અને અપમાન કરવું. જેવી 18 કલમો લગાવવામાં આવી છે.

આ પણ વાંચોઃ AAP Paper Leak Protest: 64 આરોપીઓને જ્યુડિશીયલ કોર્ટ કસ્ટડીમાં મોકલવામાં આવ્યાં, એકના શરતી જામીન મંજૂર

અધિનિયમ હેઠળની નોંધાયેલી કલમો

કલમ 3, 7 સાર્વજનિક મિલકતોને નુકશાન, કલમ 3 એપેડેમિક એક્ટ, કલમ 135 જીપીએ અધિનિયમ

સેશન્સ કોર્ટમાં જામીનની પ્રક્રિયા કરીશું

આપ લીગલ સેલ સાથે જોડાયેલ અને વકીલ મેહુલ શ્રીમાળીએ કહ્યું કે, એફ.આઈ.આર.માં 500 માણસોનું ટોળું બતાવ્યું છે જેથી ઈન્વેસ્ટીંગેશન ચાલુ હોવાનું કોર્ટે (Gandhinagar Court) જણાવતા જામીન અત્યારે મંજૂર કરાયા નથી. જેથી સેશન્સ કોર્ટમાં જામીનની પ્રક્રિયા કરીશું. સેશન્સ કોર્ટમાં આ પ્રક્રિયા થતા બે દિવસ લાગશે. જેથી બેથી ત્રણ દિવસ જામીન માટે લાગી શકે છે.

64 આરોપીઓમાં 3 વિદ્યાર્થીઓ પણ સામેલ

અન્ય એડવોકેટ ઉર્વશી મિશ્રાએ કહ્યું કે, બધા ગુના સાત વર્ષથી નીચેના હોય અને મહિલાઓ હોય તો તેમાં જામીન મળવાપાત્ર હોવાથી જામીન આપવા રજૂઆત કરાઈ હતી. પરંતુ ઈન્વેસ્ટીગેશન પેન્ડિંગ (No Bail for AAP Protesters) હોવાનું મુખ્ય કારણ કોર્ટ તરફથી કહેવામાં આવ્યું છે. જેમાં 3 વિદ્યાર્થીઓ હતાં જેમના માટે ટેમ્પરરી બેલ ફાઈલ કરવામાં આવી જેમાં એકના જ જામીન મંજૂર કરાયા છે.

મહિલાઓને જામીન મળવાની સુનાવણી આવતીકાલ પર

મેહુલ શ્રીમાળીએ વધુમાં કહ્યું, 28 મહિલાઓની જામીન અરજી આજે થવાની હતી. ત્યારે આઈ.ઓ. આજે કોર્ટમાં સોગંદનામું કરવાના હતાં. પરંતુ તેમણે બિમાર હોવાનો રીપોર્ટ આપ્યો છે અને ઈન્ચાર્જ આઈઓ પણ હાજર ના હોવાથી આ સુનાવણી આવતીકાલની ડેટ પર ગઈ છે. જેથી આજે તેમને સેન્ટ્રલ જેલમાં જ (No Bail for AAP Protesters) રહેવું પડશે.

આ પણ વાંચોઃ Bjp Vs Aap on Paper Leak: ગાંધીનગર પોલીસે દાખલ કરી ફરિયાદ, 70 લોકોની ધરપકડ

શ્રદ્ધા રાજપૂતે કરેલી ફરિયાદમાં ઉલ્લેખ કરાયેલી કેટલીક બાબતો

ભાજપ મહિલા કાર્યકર્તા દ્વારા આપના 500 જેટલા ટોળા સામે ઈન્ફોસિટી પોલિસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં (AAP Protest In Kamlam) ઈસુદાન ગઢવી, હસમુખ પટેલ, નિખીલ સવાણી, ગોપાલ ઈટાલીયા, પ્રવીણ રામ, શિવકુમાર સહિતના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ હતી. જેમાં મહિલાઓ પર શારીરિક અડપલાં કરી માર મારી, બેનરોની લાકડીઓની ઉપયોગ હથિયાર તરીકે ઈજાઓ પહોંચાડી અભદ્વ ભાષાઓ બોલી પોલીસની ગાડીઓના કાચ તોડયાં સહિતના ગુનો કર્યો હોવાનો ઉલ્લેખ હતો. ઉપરાંત ઈસુદાન ગઢવી પર દારુ પીને આવવાનો આરોપ પણ શ્રદ્ધા રાજપૂતે લગાવ્યો હતો. જેમાં 20થી વધુ ધારાઓ લગાવવામાં આવી હતી. 28 પોલિસે મહિલા સહિતના 90થી વધુ લોકોની અટકાયત કરી હતી.

Last Updated : Dec 22, 2021, 8:57 PM IST

ABOUT THE AUTHOR

...view details