- અમદાવાદ જિલ્લામાં Niramay Gujarat કાર્યક્રમ લોન્ચ
- આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ અને આરોગ્ય અગ્રસચિવ મનોજ અગ્રવાલ રહ્યા હાજર
- coronavirus third wave knock ને લઈ તમામ મહાનગરપાલિકાને આપવામાં આવી સૂચના
- છેલ્લા 2 દિવસથી જે કેસો આવે છે તે ગુજરાત બહાર સંક્રમિત થઈને આવ્યાં છે
અમદાવાદ : ગુજરાત રાજ્યના નાગરિકોનું સ્વાસ્થ્ય સારું રહે તેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા આજે ગુજરાત નિરામય પ્રોજેક્ટ ( Niramay Gujarat ) લોન્ચ કરવામાં આવ્યો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પાલનપુર ખાતે Niramay Gujarat Yojna નો રાજયકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યમાં દર શુક્રવારે સરકારી હોસ્પિટલો, ( Government Hospitals ) સી.એચ.સી સેન્ટર અને પીએચસી સેન્ટર ખાતે નિરામય ગુજરાત કાર્યક્રમ યોજવામાં આવશે અને આરોગ્યના કર્મચારીઓ ઘરે જઈને પણ સર્વેલન્સ હાથ ધરશે.
નિરામય ગુજરાતમાં 3.30 કરોડ નાગરિકોનો થશે સમાવેશ
રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે જેમાં 30 વર્ષથી વધુની ઉંમરના લોકોનો મહત્વને બીમારી જે કહીએ તો ડાયાબિટીસ હૃદયરોગ હાઈપરટેન્શન જેવા છ જેટલા રોગોનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્યના આરોગ્ય અગ્રસચિવ મનોજ અગ્રવાલના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં 30 વર્ષથી વધુની વયના કુલ 37 ટકા વસ્તી છે જેની સંખ્યા કુલ સાડા ત્રણ કરોડની આસપાસ થાય છે. ત્યારે આ તમામ લોકોનું સર્વેલન્સ કરવામાં આવશે. 100 ટકા ટાર્ગેટ એચીવ કરવા માટે દર શુક્રવારે તમામ chc, phc સેન્ટર ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવશે. આ ઉપરાંત જે લોકોનો સર્વે થઈ ગયો છે તે લોકોને ડિજિટલ કાર્ડ પણ આપવામાં આવશે. જેની ચકાસણી રાજ્યની સરકારી હોસ્પિટલમાં ગમે ત્યારે ગમે તે જગ્યાએથી થઈ શકશે. ઉપરાંત જરૂર પડશે તો તેઓની સારવાર પણ રાજ્ય સરકાર તરફથી આપવામાં આવશે. આમ 800 ટકા ટાર્ગેટ પૂરો કરવા રાજ્ય સરકારે 15 જાન્યુઆરી સુધીનો સમય રાખ્યો છે.
રાજયમાં કોરોના કેસમાં વધારો
ગુજરાતમાં કોરોનાના કેસની જો વાત કરવામાં આવે તો ગઈકાલે છેલ્લા 24 કલાકમાં ચાલીસ કેટલા પોઝિટિવ કેસ ( coronavirus third wave knock ) સામે આવ્યા છે. આ બાબતે રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે કાર્યક્રમ બાદ જણાવ્યું હતું કે રાજ્યમાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગઈકાલે અને એના એક દિવસ પહેલાં જે કેસો સામે આવ્યા છે જેમાં 40 થી 60 ટકા જેટલા કેસો ગુજરાતી બહાર દિવાળી દરમિયાન પ્રવાસ અથવા તો ફરવા ગયા હોય તેવા લોકોમાં કોરોના વાયરસ પોઝિટિવ આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા આવા તમામ લોકો જે ફરવા ગયા હોય તેવા લોકોનું પણ સર્વેલન્સ કરવાની સૂચના આપવામાં આવી છે.