130 કરોડની વસ્તી ધરાવતા ભારત દેશનો કાર્બન ઉત્સર્જક રાષ્ટ્ર તરીકે વિશ્વમાં ચોથો ક્રમાંક ધરાવે છે. તો બીજી તરફ ઓક્ટોબર 2016માં પેરિસ સમજૂતી કરારમાં જોડાઈને ભારત વિશ્વમાં 62મું રાષ્ટ્ર બન્યુ છે. પેરિસ કરાર અન્વયે વિશ્વના UN સભ્ય દેશોએ પૂર્વ ઔધોગિક વર્ષોની તુલનામાં, વૈશ્વિક સરેરાશ તાપમાન 1.5 ડિગ્રીથી વધે નહીં તે માટે કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનને રોકવા માટે બંધારણ પ્રતિબદ્ધતા દાખવી છે.
રાજ્યની 8 મનપા મેયર-કમિશ્નર અને ક્લાઈમેટ ચેન્જ વિભાગ વચ્ચે MOU થયા - UN
ગાંધીનગર: વિશ્વમાં બદલાતા વાતાવરણના કારણે સમગ્ર દેશ ક્લાઈમેન્ટ ચેન્જને લઈને વૈશ્વિક પડકારો સામે લડી રહ્યો છે. ત્યારે આ બાબતે સજ્જતા કેળવવા રાજ્ય સરકારે પહેલ કરી છે. આ બાબતે ગુજરાતમાં રાજ્યની 8 મનપા મેયર-કમિશ્નર અને ક્લાઈમેટ ચેન્જ વિભાગ વચ્ચે MOU કરવામાં આવ્યા છે. કાર્યક્રમમાં હાજર ઊર્જાપ્રધાને સોલર રૂફ ટોપ યોજના ઝડપથી લોકો અપનાવે તેમજ નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે ક્લાઈમેટ ચેન્જને પહોંચી વળવા માટે ખાસ પ્રકારના પ્લાનિંગ કરવા માટે તમામ મેયર અને મ્યુનિસિપલ કમિશ્નરને હાંકલ કરી હતી.
યુરોપિયન નિર્મિત ઇન્ટરનેશનલ અર્બન કો-ઓપરેશનની તકનિકી અને વૈજ્ઞાનિક સહાયનો ઉપયોગ કરી રાજ્યની મુખ્ય મહાનગર પાલિકાઓમાં કલાયમેટ ચેન્જથી થતી અસરોને નિયંત્રિત કરવામાં આવશે. આ અંગે નેટવર્કની રચના ટૂંક સમયમાં થશે. જેમાં રાજ્યના મુખ્ય શહેરો અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, રાજકોટ,ભાવનગર,જૂનાગઢ ,ગાંધીનગરને આવરી લેવામાં આવશે.
ગુજરાતના 8 મુખ્ય શહેરોના મેયરની હાજરીમાં કોવેનન્ટ ઓફ મેયર્સ ફોર ગુજરાત એન્ડ ક્લાઈમેટ એન્ડ એનર્જી માટે સમજૂતી કરાર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ટૂંક સમયમાં નેટવર્ક રચના કરવામાં આવશે. મહત્વનું છે કે, હાલના વડાપ્રધાન અને રાજ્યના તત્કાલિન મુખ્યપ્રધાન હતા ત્યારે 2009 દરમિયાન સ્વતંત્ર કલાયમેટ ચેન્જ વિભાગની રચના કરવામાં આવી હતી. MOUમાં ફક્ત ટેકનોલોજીના અદાન પ્રદાન અને વાતાવરણને સાફ રાખવા અંગે કામ કરવામાં આવશે.