ગાંધીનગર: રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે સવારે 7.00 કલાકે પુરા થતા ચોવીસ કલાક દરમિયાન કુતિયાણા તાલુકામાં 209 મી.મી., વિસાવદરમાં 201 મી.મી. અને મેંદરડામાં 195 મી.મી. મળી કુલ 3 તાલુકાઓમાં 8 ઈંચ જેટલો, કેશોદમાં 178 મી.મી., સૂત્રાપાડામાં 178 મી.મી., ભાણવડમાં 174 મી.મી. મળી કુલ 3 તાલુકાઓમાં 7 ઈંચ જેટલો, ટંકારામાં 157 મી.મી., માણાવદરમાં 154 મી.મી. મળી કુલ બે તાલુકાઓમાં 6 ઈંચ અને વંથલીમાં 123 મી.મી. એટલે કે 5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
ચોમાસુ-2020: સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ, ખંભાળીયામાં 19 ઈંચ અને કલ્યાણપુરમાં 14 ઈંચ વરસાદ - weather
રાજ્યમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો છે. છેલ્લાં 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકામાં 487 મી.મી. એટલે કે 19 ઈચ, કલાયણપુરમાં 355 મી.મી. એટલે કે 14 ઈચ, દ્વારકામાં 272 મી.મી. અને પોરબંદર જિલ્લાના રાણાવાવમાં 270 મી.મી. મળી કુલ 2 તાલુકાઓમાં 11 ઈચ જેટલો અને પોરબંદર તાલુકામાં 269 મી.મી. એટલે કે 10 ઈચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.
આ ઉપરાંત ખાંભામાં 97 મી.મી., વલસાડમાં 90 મી.મી., કપરાડામાં 88 મી.મી., ધ્રોલ અને માંગરોળમાં 87 મી.મી., વેરાવળમાં 86 મી.મી., લોધીકા 85 મી.મી., ગીર ગઢડા અને ઉના 84 મી.મી., ગણદેવી 83 મી.મી., માળીય 79 મી.મી., ચોર્યાસીમાં 78 મી.મી., બગસરા 76 મી.મી., લાલપુર, કોડિનાર અને મહુવામાં 75 મી.મી., જામકંડોરણા અને ઉપલેટામાં 72 મી.મી., તથા ધારીમાં 71 મી.મી. મળી કુલ 20 તાલુકાઓમાં 3 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
રાજ્યના ઉમરગામ તાલુકામાં 70 મી.મી., વાંકાનેર અને ગઢડામાં 69 મી.મી., માંડવી અને અમરેલીમાં 67 મી.મી., ગોંડલ, રાજુલા અને સુરત શહેરમાં 63 મી.મી., જેતપુરમાં 62 મી.મી., ભીલોડામાં 60 મી.મી., લાઠીમાં 59 મી.મી., સાવરકુંડલા અને પલસાણામાં 58 મી.મી., સાયલા અને વાડિયામાં 54 મી.મી., કોટડા સાંગાણી અને ડોલવણમાં 53 મી.મી., જાફરાબાદમાં 52 મી.મી., ખેરગામમાં 51 મી.મી., ચુડામાં 50 મી.મી., તથા બારડોલીમાં 49 મી.મી. મળી કુલ 21 તાલુકાઓમાં બે ઈંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત રાજ્યના 26 તાલુકાઓમાં એક ઈંચથી વધુ જ્યારે અન્ય 21 તાલુકાઓમાં અડધો ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.