ગાંધીનગર : રાજ્ય સરકારમાં સરકારી કર્મચારીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ બદલી કરાવવા માટે અનેક કોઠાઓમાંથી પસાર થવું પડતું હોય છે. જો ધારાસભ્ય કોઇ કર્મચારીની બદલી માટેની અરજી કરે તો ધારાસભ્યને પણ અનેક પરિસ્થિતિનો સામનો કરીને બદલી થતી હોય છે અથવા તો અરજીની જ રીતે પડી રહેતી હોય છે. પરંતુ આજે એક એવી ઘટના બની જેની ચર્ચા છે. કોંગ્રેસના બાયડના ધારાસભ્ય જશુભાઈ પટેલે (Bayad MLA Jashubhai Patel) છ મહિના પહેલા કરેલી બદલી અરજીમાં કોઈ નિર્ણય ન આવતા આજે અચાનક જ આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેની ચેમ્બર બહાર આંદોલન (MLA Agitation For Transfer) ઉપર બેસી ગયાં અને આંદોલન કરતાની સાથે જ આરોગ્ય વિભાગે ગણતરીના જ કલાકોમાં બદલીનો ઓર્ડર (Congress MLA's protest was immediately followed by a transfer order)આપી દીધો હતો.
શું હતી સમગ્ર ઘટના
સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો જશુભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે છ મહિના પહેલા તેઓએ તેમના મત વિસ્તારમાં રહેતા એક મહિલા આરોગ્ય કર્મચારીઓની બદલી માટેની અરજી કરી હતી. જે મહિલા કર્મચારી વડનગરમાં ફરજ બજાવી રહી છે, પરંતુ તેના પિતા છેલ્લા છ મહિનાથી કોમામાં છે અને આ કારણથી જ તેઓએ બદલી માટેની અરજી કરી હતી. ધારાસભ્ય વચ્ચે પડ્યા તેમ છતાં પણ આરોગ્ય વિભાગ દ્વારા બદલી કરવામાં આવતી ન હતી. અધિકારી અત્યારે બહાર ગયા છે, અધિકારી અત્યારે જમવા ગયા છે, તેવા બહાના કરીને અધિકારીઓ મળતા ન હોવાના આક્ષેપ પણ જશુભાઇ (Bayad MLA Jashubhai Patel) પટેલે કર્યા હતાં.