ગાંધીનગર : રાજ્યમાં ખાનગી વાહનોમાં કોઈ પણ પ્રકારના નામ અને હોદ્દો લગાવવાનો ગુનો બને છે.જેની સામે રાજ્યની અલગ અલગ શહેર અને પોલીસ દ્વારા સમયાંતરે સ્પેશિયલ ડ્રાઇવ પણ કરવામાં આવે છે. ત્યારે વિધાનસભામાં મળેલી બેઠકમાં જાહેર હિસાબ સમિતિ સભ્ય વીરજી ઠુમ્મરે (Public Accounts Committee member Virji Thummar ) ખાનગી ગાડીમાં સાંસદ, ધારાસભ્ય, પોલીસ કે કોઈપણ અન્ય પ્રકારના સરકારી હોદ્દા લખેલ વાહન (Government designated vehicle) બાબતે રજૂઆત કરી હતી. જેમાં રાજ્યના વાહનવ્યવહાર વિભાગે વર્ષ 2000માં કરેલા હુકમને લઈને ફરીથી રાજ્યમાં આવા વાહનો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા એક પરિપત્ર બહાર પાડ્યો છે. જેને લઇને હવે રાજ્ય સરકારે (Minister Purnesh Modi ) પણ કાયદા પ્રમાણે કામ કરવામાં આવશે તેવી જાહેરાત (Department of Transportation Circular) કરી છે.
સરકાર કાયદા પ્રમાણે કામ કરશે આ પણ વાંચોઃ Gujarat Assembly 2022: સરકારી ITIમાં 5874 જગ્યાઓ ખાલી, ગાડીમાં બ્લેક ફિલ્મ બાબતે પોલીસે 6 કરોડનો દંડ વસુલ્યો
ખાનગી ગાડીમાં કોઈ લખાણ હોવું જોઈએ નહીં - કેન્દ્રીય વાહનોના નિયમ અને રાજ્ય સરકારના વાહન નિયમ અનુસાર કોઇપણ ખાનગી વાહનો જેવા કે મોટર સાયકલ રીક્ષા, ટ્રક, ગાડી, ટ્રેક્ટર કે કોઈપણ પ્રકારના વાહનોમાં કોઈપણ વસ્તુનું લખાણ ચિહ્ન કે કોઈપણ હોદ્દા લખાવવા ગુનો બને છે. ત્યારે રચના વનવિભાગ દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો કે ખાનગી ગાડીમાં ધારાસભ્ય, સંસદ સભ્ય, પોલીસ, એડવોકેટ જેવા કોઈ પણ પ્રકારના હોદ્દા (Government designated vehicle)નહી લખવાનું જાહેર કરવામાં આવ્યું છે. આ બાબતે રાજ્યના વાહનવ્યવહાર પ્રધાન પૂર્ણેશ મોદીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે જે પરિપત્ર (Department of Transportation Circular)થયો છે તે કાયદા પ્રમાણે જ થયો છે અને આવનારા દિવસોમાં કાયદા પ્રમાણે જ કાર્ય કરવામાં આવશે.
આ પ્રકારનું લખાણ મોટી સંખ્યામાં જોવા મળે છે સરકારી ગાડીઓમાં બ્લેક ફિલ્મ - સચિવાલયમાં જ સરકારી ગાડીઓમાં બ્લેક ફિલ્મ ધરાવતી ગાડીઓ (Black film on Government Car) જોવા મળતી હોય છે.અનેક સરકારી ગાડીઓ ફરતી હોય છે તેમાં અને ગૃહ વિભાગની અનેક ગાડીઓમાં બ્લેક ફિલ્મ લાગેલી હોય છે. ઉલ્લેખનીય છે કે પોલીસ વિભાગ દ્વારા જાહેર જનતાની ગાડીમાંથી બ્લેક ફિલ્મને હટાવવામાં આવે છે. પરંતુ ગૃહ વિભાગના કર્મચારીઓ જેવા કે પોલીસના કર્મચારીઓની ગાડીઓમાં પણ કાળા કલરની ફિલ્મ (black film on a police car ) જોવા મળે છે ત્યારે હવે વાહન વ્યવહાર વિભાગ પરિપત્રને (Department of Transportation Circular)અનુલક્ષીને કઈ રીતે કાર્યવાહી થશે તે જોવું રહ્યું.
આ પણ વાંચોઃ Ahmedabad Traffic Drive : અમદાવાદમાં વાહન પર હીરોગીરી કરવાની કેટલાને પડી મોંધી જૂઓ..
વાહન વ્યવહાર વિભાગે પરિપત્ર કર્યો - ગુજરાત વિધાનસભાની જાહેર સમિતિ દ્વારા વાહનો ઉપર અનઅધિકૃત (Black film on private vehicles) રીતે પોલીસ ધારાસભ્ય સંસદસભ્ય કે અન્ય દર્શાવતું બોર્ડ લગાવવામાં આવતું હોય છે. તેવી ચિંતા વ્યક્ત કરીને યોગ્ય પગલાં લેવા બાબતે રાજ્યના વાહન વ્યવહાર વિભાગને સૂચના આપી હતી. ત્યારે વાહન વ્યવહાર વિભાગ દ્વારા સત્તાવાર રીતે પરિપત્ર કરીને ગુજરાત મોટર વાહન 1989 ની કલમના નિયમ 125 હેઠળની જોગવાઈ વિરુદ્ધનું છે તેમજ કેન્દ્રીય મોટર વાહન અધિનિયમ 1988 ની કલમ 177 હેઠળ દંડને પાત્ર છે. ત્યારે રાજ્યમાં આવા અનઅધિકૃત લખાણ (Government designated vehicle) ધરાવતા વાહનોનું ચેકિંગ કરી વાહનો ઉપરના અનઅધિકૃત લખાણ દૂર કરવા અને કાયદેસરના પગલાં લેવા માટેની પણ જરૂરી કાર્યવાહી કરવાની સૂચના વાહન વ્યવહાર કમિશનર દ્વારા (Department of Transportation Circular)આપવામાં આવી છે.
વાહન વ્યવહાર પ્રધાન પર અનેક ફોન આવ્યા -વાહન વ્યવહાર વિભાગ દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો તે પરિપત્રને ધ્યાનમાં લઇને વાહનવ્યવહાર પ્રધાન પર ગણતરીના કલાકોમાં અનેક ફોન આવી ગયા હતા. અનેક ધારાસભ્યો અને આગેવાનોએ ફોન કરીને આકરો કાયદો કર્યો છે અને કોઇ પ્રકારનું નોટિફિકેશન છે વગેરે બાબતની જાણ કરી હતી. આ સમગ્ર ઘટનાથી વાહનવ્યવહાર પ્રધાન પૂર્ણેશ મોદી (Minister Purnesh Modi ) અજાણ હતાં અને જ્યારે જાણ થઈ ત્યારે તેઓ તાત્કાલિક ધોરણે અધિકારીઓની બેઠક બોલાવીને આ મુદ્દા પર ચર્ચા કરી હતી.
અમરેલીનો દાખલો આપ્યો - વિધાનસભાની જાહેર હિસાબ સમિતિમાં કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુમ્મરે (Public Accounts Committee member Virji Thummar ) પ્રવચન આપ્યું હતું જેમાં અમરેલીનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે અમરેલીમાં ગણતરીના જ ધારાસભ્યો છે તેમ છતાં અનેક ગાડીઓમાં ધારાસભ્ય લખેલું જોવા મળે છે. જ્યારે અનેક ગાડીઓ કે જેમાં અનઅધિકૃત રીતે પોલીસ અને પ્રેસ લખેલું (Government designated vehicle) પણ જોવા મળે છે. ત્યારે આવી ગાડીઓ વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. આ બાબતે ઈટીવી ભારત સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં કાયદાનો કોઈપણ પ્રકારનું પાલન થતું જ નથી અમરેલી જિલ્લામાં અનેક એવી ગાડીઓ હોય છે કે જેમાં અન અધિકૃત રીતે ધારાસભ્ય સાંસદ સભ્ય અને પ્રેસના બોર્ડ લગાવેલા હોય છે જ્યારે આ સંપૂર્ણ રીતે બંધ થવું જોઈએ આ ઉપરાંત અનેક લોકોની ગાડીમાં ગેરકાયદેસર રીતે પોલીસના બોર્ડ પણ લગાવેલા હોય છે.