ગાંધીનગરઃ રાજ્યમાં મેઘો તોફાની બેટિંગ કરી રહ્યો (Heavy Rain in all over Gujarat) છે. ત્યારે રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદના કારણેપરિસ્થિતિ ખરાબ બની છે. આજે (મંગળવારે) વરસાદ અને સ્થાનિક જિલ્લાની પરિસ્થિતિનો તાગ મેળવવા મહેસૂલ અને ડિઝાસ્ટર વિભાગના કેબિનેટ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ ઈમરજન્સી ઑપરેશન સેન્ટરની મુલાકાત (Rajendra Trivedi visited Emergency Operation Centre) લીધી હતી. અહીં તેમણે સમગ્ર રાજ્યના જિલ્લાઓની સમીક્ષા કરી હતી. તો ભારે વરસાદના કારણે 124 જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ છે, જેમાં 19 ગામમાં તો વીજળી આવતા હજી 2 દિવસનો સમય લાગશે.
27,896 લોકોનું કરાયું રેસ્ક્યૂ -ભારે વરસાદના કારણે અનેક લોકો પાણીમાં ફસાયા હતા. ત્યારે આની સાથે પણ SDRFની ટીમે 27,896 લોકોનું રેસ્ક્યૂ કર્યું છે. જ્યારે રાજ્યમાં ભારે વરસાદ જે જિલ્લાઓમાં પડી રહ્યો છે. તેવા તમામ જિલ્લાઓમાં NDRFની 18 (NDRF team stand by in Gujarat) અને SDRFની 18 ટીમો ડિપ્લોય કરવામાં આવી છે. જ્યારે વધુ 5 જેટલી NDRFની ટીમોને (NDRF team stand by in Gujarat) રિઝર્વ રાખવામાં આવી છે.
રેસ્ક્યૂ અંગે પ્રધાને આપી માહિતી - રેસ્ક્યૂ અંગે વધુ માહિતી આપતા મહેસુલ અને ડિઝાસ્ટર વિભાગના પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ (Minister for Disaster Management Rajendra Trivedi) જણાવ્યું હતું કે, રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 27,896 લોકોનું સ્થળાંતર કરાયું છે. છેલ્લા 24 કલાકમાં 511 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. જોકે, હજી પણ આશ્રય સ્થાનો પર કુલ 18,225 જેટલા લોકોને રાખવામાં આવ્યા છે.
69 લોકોના થયા મોત -તો ગઈકાલ સુધીમાં રાજ્યમાં ભારે વરસાદના (Heavy Rain in all over Gujarat) કારણે 69 લોકોના મૃત્યુ નોંધાયા હતા. જ્યારે આજે ફરીથી 24 કલાકની અંદર વધુ 8 લોકોના મૃત્યુ નોંધાયા છે, જેમાં દહેગામમાં રિક્ષામાં જતા સમયે રિક્ષા પર ઝાડ પડવાથી 3 લોકોના મૃત્યુ અને અન્ય 3 લોકો કે, જેઓ ચેક ડેમ પસાર કરી રહ્યા હતા ત્યારે તેમાં તણાઈ જવાથી મૃત્યુ નોંધાયું છે.
માછીમારી ન કરવા સલાહ -હવામાન વિભાગે કોસ્ટલ વિસ્તારમાં (Heavy rainfall forecast in coastal area) 45થી 55 કિલોમીટર પ્રતિકલાકની ઝડપથી પવનની આગાહી સાથે અતિભારે વરસાદની આગાહી (Heavy rain forecast) કરી છે. ત્યારે રાજ્યના માછીમારોને માછીમારી ન કરવાની સલાહ આપવામાં આવી છે.
રાજ્ય સરકારે આપ્યા સલાહ-સૂચન -ઉલ્લેખનીય છે કે, 1 જૂનથી 31 જુલાઈ સુધી માછીમારી નહીં કરવાની રાજ્ય સરકાર દ્વારા અગાઉ જ સલાહ અને સૂચનો આપવામાં આવ્યા છે, પરંતુ જે રીતે હવે હવામાન વિભાગ દ્વારા પોરબંદર, દ્વારકા, સોમનાથ, જામનગર, ભાવનગર જેવા દરિયાઈ પટ્ટીના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી (Heavy rain forecast) આપવામાં આવી છે. ત્યારે માછીમારોને પણ માછીમારી ન કરવાની સૂચના રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે.