- ગ્રેડ પે મામલે સરકારે કોઈ સ્પષ્ટતા ન કરી
- પોલીસ પરિવારના સભ્યોએ ગોળ ગોળ વાતો કરી
- સચિવાલય ખાતે યોજાઈ બેઠક
ગાંધીનગર : છેલ્લા કેટલાક દિવસથી ગ્રેડ પે મામલે ( Grade pay issue ) ચાલી રહેલું આંદોલન દિવસે-દિવસે ઉગ્ર બનતું જઈ રહ્યું છે. ત્યારે આ આંદોલનને થાળે પાડવાના હેતુસર તેમજ કેટલીક માગોને ધ્યાનમાં રાખી 15 જેટલા મુદ્દાઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગૃહપ્રધાન હર્ષ સંઘવી ( HM Harsh Sanghvi ) ગુજરાત રાજ્ય ડીજીપી આશિષ ભાટિયા એસ.પી. મયુર ચાવડા તેમજ પોલીસ પરિવારજનોની સંયુક્ત બેઠક યોજાઇ હતી. પરંતુ બેઠક પૂર્ણ થયા બાદ પણ પોલીસ પરિવારના સભ્યો દ્વારા ગોળગોળ વાતો કરવામાં આવી હતી. પરંતુ બેઠકનો કોઈ નિષ્કર્ષ નીકળ્યો ન હતો. કયા મુદ્દા સ્વીકારવામાં આવ્યા છે તેને લઇને સૌ સ્પષ્ટતા કરવાથી અળગા રહ્યાં હતાં.
પોલીસ પરિવારના સભ્યોએ પણ બેઠક પૂર્ણ થયા બાદ ગોળગોળ વાતો કરી
બેઠક પૂર્ણ થયા બાદ પોલીસ પરિવારના સભ્યો બહાર નીકળ્યા હતાં. જ્યાં તેમણે મીડિયા સાથે વાતચીત કરતાં ગોળ ગોળ વાતો કરી હતી અને આગામી સમયમાં પોઝિટિવ આ બેઠક થયા બાદ વિચારી રહ્યા છે તેવું તેમણે જણાવ્યું હતું . તેમ જસરકાર તેની વધુ સ્પષ્ટતા કરશે તેવું કહ્યું હતું. જોકે કયા મુદ્દાઓ સ્વીકારવામાં આવ્યાં છે, આ બેઠકમાં શું વાતચીત થઇ છે, શું નિર્ણય લેવાયો છે તેને લઈને કોઈ સ્પષ્ટતા પોલીસ પરિવારજનો દ્વારા નહોતી આવી.
હર્ષ સંઘવીએ કહ્યું આ અમારા પરિવારનો મામલો