- રાજ્યમાં કોરોના વેક્સિન ડિસ્ટ્રિબ્યૂશન માટે રોડ મેપ તૈયાર, સરકારે બનાવી યાદી
- સૌ પ્રથમ હેલ્થ વર્કર અને કોરોના વોરિયર્સને આપવામાં આવશે વેક્સિન
- રાજ્ય સરકારે તાલુકા સુધીનો રોડ મેપ તૈયાર કર્યો
ગાંધીનગર: સમગ્ર વિશ્વમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે કોરોનાની રસી હવે ટૂંક જ સમયમાં ભારત દેશની મળવાની છે. જેથી ગુજરાતમાં કોરોના વ્યક્તિ માટે વહિવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ કરવામાં આવ્યું છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં તમામ તાલુકા કક્ષા સુધીના ટાસ્ક ફોર્સને પણ રચના કરવામાં આવી છે, જ્યારે પોઈન્ટનું ટેકનિકલ ઓડિટ પણ તૈયાર કરવામાં આવ્યું છે.
રાજ્યના 33 જિલ્લા અને 248 તાલુકામાં ટાસ્ક ફોર્સની રચના
ગુજરાતમાં કોરોના વેક્સિનનું ડિસ્ટ્રિબ્યૂશન સંપૂર્ણપણે અને સારી રીતે થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ 33 જિલ્લા અને 248 તાલુકા અને કોર્પોરેશન કક્ષાએ ફોર્સની રચના કરવામાં આવી છે. આ ટાસ્ક ફોર્સ જરૂરી આયોજન પણ કરી લીધું છે. જેમાં ગુજરાતમાં વ્યક્તિના સ્ટોરેજ માટે ઝોન કક્ષાએ 26 જિલ્લા અને કોર્પોરેશન 41 સ્ટોર અને છેક અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચવા માટે 2189 કોલ્ડ ચેઈન પોઇન્ટ બનાવવામાં આવી છે.
તમામ હેલ્થ વર્કરનો ડેટા કરાયો તૈયાર
કોરોનાની રસી હવે એક જ સ્ટેજ દૂર છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજ્ય સરકારોને હેલ્થ વર્કરના ડેટા તૈયાર કરવાની સૂચના આપવામાં આવી હતી. જેને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે પણ પ્રથમ પ્રથમ તબક્કામાં હેલ્થ વર્કર્સ માટેના ડેટા તૈયાર કર્યા છે. આજ સુધીમાં રાજ્યમાં રાજ્ય સરકારના 2.71 લાખ આરોગ્ય કર્મીઓ અને 1.25 ખાનગી આરોગ્યકર્મીઓ મળીને કુલ 3.96 લાખ હેલ્થ કેર વર્કર્સની યાદી તૈયાર કરવામાં આવી છે, જ્યારે બીજા તબક્કામાં ફ્રન્ટલાઈન કોરોના વાઇરસની માહિતી એકત્ર કરવાની સૂચના વહિવટી તંત્રને આપવામાં આવી છે.
ગાંધીનગરમાં વેક્સિન ડિસ્ટ્રિબ્યૂશન માટે યોજાઈ બેઠક
ગુજરાતમાં કોરોનાની વ્યક્તિનું ડિસ્ટ્રિબ્યૂશન સારી રીતે થઈ શકે તેને ધ્યાનમાં લઈને આજે શુક્રવારે રાજ્યના મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને બેઠક સ્ટિયરિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં કોરોના વેક્સિનનું કઈ રીતે ડિસ્ટ્રિબ્યુશન કરવું તે અંગેની પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં પંકજકુમાર, મનોજ અગ્રવાલ, એ.કે.રાકેશ, નલિન ઉપાધ્યાય, વિનોદ રાવ, રાજકુમાર બેનીવાલ, મનીષા ચંદ્રા તથા આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરે સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા. આ સાથે જ આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ રાજ્યમાં વ્યક્તિના આયોજનની તમામ વિગતવાર માહિતી બેઠકમાં આપી હતી.