ગુજરાત

gujarat

ETV Bharat / city

આ તે કેવો કા'ર, જે જીવ ઉપર કરે વાર, "હું હવે જાઉં છું" MBBS ની વિદ્યાર્થીનીએ ટૂંકાવ્યું જીવન - વિદ્યાર્થીની આત્મહત્યા

વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓને (Student suicide In Gandhinagar) ભણવાનું ખૂબ જ ટેન્શન હોય છે અને આ ટેન્શનમાં કોઈપણ પ્રકારનું અંતિમ પગલું ભરીને પોતાનું જીવન ટૂંકાવે છે. આવી જ ઘટના ગાંધીનગરમાં બની છે.

'આ તે કેવો ભાર, જે જીવ ઉપર કરે વાર', "હું હવે જાઉં છું" કહી વિદ્યાર્થિનીએ...
'આ તે કેવો ભાર, જે જીવ ઉપર કરે વાર', "હું હવે જાઉં છું" કહી વિદ્યાર્થિનીએ...

By

Published : Apr 30, 2022, 1:38 PM IST

Updated : Apr 30, 2022, 4:56 PM IST

ગાંધીનગર: વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓને ભણવાનું ખૂબ જ ટેન્શન હોય છે અને આ ટેન્શનમાં જે કોઈપણ પ્રકારનું અંતિમ પગલું ભરી ને પોતાનું જીવન ટૂંકાવી છે. ધોરણ10 અને 12ની બોર્ડની પરીક્ષા દરમિયાન પણ આવી એકાદ બે ઘટના બની હતી. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં MBBSનો અભ્યાસ કરતી બીજા વર્ષની યુવતીનુું પેપર (Student Suicide In Gandhinagar) ખરાબ જતા ડિપ્રેશનમાં આવીને તેણે ગાંધીનગર સિવિલ હોસ્પિટલની હોસ્ટેલના ધાબા પરથી નીચે કૂદકો મારીને જીવન ટૂંકાવ્યું હતું.

આ પણ વાંચો:Jakhau Port Drugs Case : અફઘાનિસ્તાની અને ભારતીયને કોર્ટમાં કરાયા રજૂ કરાયા, હવે આટલા દિવસના

રિમાન્ડ પર થશે પૂછપરછ

યુવતીએ NRI કવોટમાં લીધું હતું એડમિશન :ગાંધીનગર મેડીકલ કોલેજમાં 20 વર્ષીય યુવતીએ હોસ્ટેલના ધાબા ઉપરથી નીચે નીચે કૂદકો મારીને સુસાઇડ કર્યું હતું. ઘટના સવારે 7 થી 8 કલાકની વચ્ચે આ સમગ્ર ઘટના બની હતી અને મળતી માહિતી પ્રમાણે યુવતીએ ગાંધીનગર મેડીકલ કોલેજમાં NRI ક્વોટામાં એડમિશન લીધું હતું.

યુવતી MBBSના સેકન્ડ યરમાં કરતી અભ્યાસ : ગાંધીનગર મેડિકલ કોલેજના ડિન શોભના ગુપ્તાએ જણાવ્યું હતું કે, યુવતી સેકન્ડ યરમાં MBBS માં અભ્યાસ કરતી હતી જેને વહેલી સવારે હોસ્ટેલના ધાબા પરથી નીચે કૂદકો મારીને સુસાઇડ કર્યું હતું. NRI સ્ટુડન્ટ તરીકે યુવતીએ એડમિશન મેળવ્યું હતું. જ્યારે યુવતીનું પેપર ખરાબ ગયું એવું જાણવા મળ્યું હતું. ઘટના સ્થળ પરથી સુસાઇડ નોટ મળી આવી છે જેને પોલિસે તપાસ માટે લીધી છે.

આ પણ વાંચો:Kidnapping in Surat: સુરતમાં અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો, પિતાએ કર્યું પુત્રનું અપહરણ

યુવતીના રૂમમાંથી સુસાઈડ નોટ મળી :ગાંધીનગર મેડીકલ કોલેજ ખાતે યુવતીએ MBBSના બીજા વર્ષની વિદ્યાર્થિનીએ હોસ્ટેલના ધાબા પરથી નીચે કૂદકો મારીને આત્મહત્યા કરી હતી. આ બાદ યુવતીના રૂમમાંથી પોલીસને સુસાઈડ નોટ પણ મળી આવી હતી, તેમાં સ્પષ્ટપણે લખ્યું છે કે, મમ્મી પપ્પા અભ્યાસના લીધે હું આ પગલું ભરૂ છું અને હું હવે જાઉં છું, આ બાબતે ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશન વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સ્ટુડન્ટ્સની પૂછપરછ :પોલીસ દ્વારા મેડિકલમાં તેની સાથે અભ્યાસ કરતા સ્ટુડન્ટ્સની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ સાથે જ સેક્ટર-5માં રહેતા તેના દાદા અને કાકાને પણ આ તમામ ઘટનાની જાણ કરવામાં આવી છે. હાલમાં વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.

આસ્થાનો ગત 14મી એપ્રિલે જન્મદિવસ :પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થિનીનો ગત 14મી એપ્રિલે જન્મદિવસ હતો. ઉલ્લેખનીય છે કે, તેને બીજા વર્ષની પરીક્ષામાં કેટી આવી હતી. જેની તે આ વર્ષે પરીક્ષા આપી રહી હતી, પરંતુ શુક્રવારે પણ તે પેપર ખરાબ જતા તેણે તેના દાદા સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને રડવા લાગી હતી. આ બાદ આજે તેમણે આ પગલું ભર્યું હતું.

Last Updated : Apr 30, 2022, 4:56 PM IST

ABOUT THE AUTHOR

...view details