ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાની વકરી પરિસ્થિતિને (Corona Situation in Gujarat) ધ્યાનમાં લઈને રાજ્યના શિક્ષણ વિભાગે એક નિર્ણય કર્યો છે. રાજ્યના પ્રાથમિક શિક્ષણ અધિકારીએ ધોરણ 1થી 8ના તમામ વિદ્યાર્થીઓને પાસ જાહેર કર્યા છે એટલે કે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. આમ, રાજ્ય સરકારે સતત બીજા વર્ષે વિદ્યાર્થીઓને માસ પ્રમોશનની (Mass promotion to primary school students) જાહેરાત કરી છે.
ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન સરકારે કરી જાહેરાત -રાજ્ય સરકારની સત્તાવાર જાહેરાતની વાત કરીએ તો રાજ્યના કેબિનેટ શિક્ષણ પ્રધાન જિતુ વાઘાણીએ (Education Minister Jitu Vaghani) જાહેરાત કરી હતી કે, પોતાની પરિસ્થિતિને કારણે ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓના ગુણ કે ગ્રેડ ધ્યાને લીધા વિના વર્ગ બઢતી આપવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો-ગુજરાત યુનિવર્સિટીમાં દર વર્ષની જેમ જ આ વર્ષે પ્રવેશ પ્રક્રિયા, કોલેજોમાં વિદ્યાર્થીઓનો ધસારો
વિદ્યાર્થીઓને આ રીતે મળશે માસ પ્રમોશન-વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઈને વર્ષ 2022-23માં લેવાયેલી વાર્ષિક પરિક્ષાઓના પરિણામને આધારે વર્ગ બઢતી આપવા અંગેના 21-9-2019ના જાહેરનામાના અમલને રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે પૂરતો મુલત્વી રાખવામાં આવશે. જ્યારે પ્રાથમિક શાળાઓમાં (Mass promotion to primary school students) રાબેતા મુજબ, વાર્ષિક પરીક્ષા પૂર્ણ થઈ હોવાથી પરીક્ષાના પરિણામની અસર વિદ્યાર્થીઓની વર્ગ બઢતી પર લાગૂ કરવાની રહેશે નહીં.
આ પણ વાંચો-બનાસકાંઠા: રીપીટર વિદ્યાર્થીઓએ માસ પ્રમોશનની માગ કરી
13 મે 2021ના દિવસે સરકારે જાહેરાત કરી હતી -ગુજરાતમાં કુલ 10,977 શાળાઓના 9.50 લાખ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન (Mass promotion to primary school students) આપવામાં આવશે તેવી જાહેરાત પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોર કમિટીમાં નિર્ણય કર્યા બાદ કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ 15 એપ્રિલે ધોરણ 1થી 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો (Mass promotion to primary school students) નિર્ણય કરવામાં આવ્યો હતો. શાળા સંચાલકોએ રાજ્ય સરકારના આ નિર્ણયને આવકાર્યો હતો.