ગુજરાત

gujarat

ETV Bharat / city

માધવસિંહનું નિધન થતા કેબિનેટ બેઠકમાં શોક પ્રસ્તાવ રજૂ કરાયો, રાજકીય સન્માન સાથે કરાશે અંતિમવિધિ - cabinet meeting

ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીનું શનિવારની સવારે નિધન થયું છે. ત્યારે તેમના માન-સન્માનમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તાત્કાલિક ધોરણે કેબિનેટ બેઠકનું આયોજન કર્યું હતું. આ સાથે માધવસિંહ સોલંકીની અંતિમવિધિ રાષ્ટ્રીય સન્માન સાથે કરવામાં આવશે, તેવું નિવેદન પણ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે આપ્યુ હતું.

નીતિન પટેલ
નીતિન પટેલ

By

Published : Jan 9, 2021, 3:29 PM IST

  • માધવસિંહ સોલંકીનું નિધન
  • રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાઇ
  • બેઠકમાં માધવસિંહ સોલંકીના માનમાં 2 મિનિટ મૌન પાળવામાં આવ્યું
  • રાજકીય સન્માન સાથે કરવામાં આવશે અંતિમવિધિ

ગાંધીનગર : ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીનું શનિવારે સવારે નિધન થયું છે. ત્યારે તેમના માન-સન્માનમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તાત્કાલિક ધોરણે કેબિનેટ બેઠકમાં આયોજન કરવામાં આવ્યું હતું કે, મુખ્યપ્રધાન વિજય રૂપાણી અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં માધવસિંહ સોલંકીના પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવ્યો હતો. જ્યારે માધવસિંહ સોલંકીની અંતિમવિધિ રાષ્ટ્રીય સન્માન સાથે કરવામાં આવશે, તેવું નિવેદન પણ રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આપ્યુ હતું.

રાજકીય સન્માન સાથે માધવસિંહ સોલંકીની અંતિમવિધિ કરાશે

અંતિમ વિધિ રાજકીય સન્માન સાથે યોજાશે : નીતિન પટેલ

કેબિનેટ બેઠકમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, કેબિનેટ બેઠકમાં પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીને મૌન પાળવામાં આવ્યું હતું. જ્યારે કેબિનેટ બેઠકમાં પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીને રાજકીય માન-સન્માન સાથે અંતિમવિધિ કરવાનું પણ જાહેર કરવામાં આવ્યું હતું. આ સાથે જ રાજ્ય સરકારે એક દિવસનો શોક પણ જાહેર કર્યો છે.

અંતિમવિધિનું સ્થળ હજૂ નક્કી થયું નથી

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે ભરતસિંહ સોલંકી અમેરિકા હોવાના કારણે આજે અંતિમવિધિ કરવામાં આવશે નહીં, પરંતુ રવિવારના રોજ અંતિમવિધિ કરવામાં આવશે. જ્યારે પરિવાર સાથે નક્કી કર્યા બાદ અંતિમવિધિ ક્યાં યોજવી, તે અંગે માહિતી આપવામાં આવશે.

નીતિન પટેલે માધવસિંહ સોલંકી સાથેના સ્મરણો વાગોળ્યા

કેબિનેટ બેઠક બાદ રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે માધવસિંહ સોલંકીના ભૂતકાળને વાગોળ્યો હતો. માધવસિંહ સોલંકીએ ભૂતકાળમાં કરેલા કાર્યો અંગેની પણ વાતો નીતિન પટેલે કરી હતી. નીતિન પટેલે જણાવ્યું હતું કે, આજે માધવસિંહ સોલંકીનું નિધન થયું છે. જેનાથી ગુજરાતને મોટી ખોટ પડી છે. 1947થી ગુજરાતના રાજકીય જીવનમાં સક્રિય હતા. તમામ રાજકીય પ્રસંગમાં માધવસિંહ સોલંકીએ ભાગ લીધો છે. ગુજરાતમાં ચાર વખત વિવિધ તબક્કે મુખ્યપ્રધાન પણ બન્યા છે. જ્યારે બે વર્ષ તેમને કેન્દ્ર સરકારમાં પણ સેવા આપી છે. આ ઉપરાંત માધવસિંહ સોલંકીએ અને કેવી યોજનાઓ મૂકી છે. જે ખૂબ જ મહત્વની સાબિત થઈ હતી. જ્યારે મધ્યાહન ભોજન યોજના પણ માધવસિંહ સોલંકીની જ હતી. આ ઉપરાંત સોલંકીએ સામાજિક પછાત વર્ગોને લાભ આપવાની પણ શરૂઆત જ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details