- ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાશે
- ગુજરાત ભાજપના સંગઠનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો
- ભીખુભાઈ દલસાણીયાને સ્થાને રત્નાકરને નવા સંગઠન મહાપ્રધાનની જવાબદારી સોંપવામાં આવી છે
ગાંધીનગર:ગુજરાત ભાજપ સંગઠનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આગામી 2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ ફેરફાર કરાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેમાં સંગઠન મહાપ્રધાન તરીકે ભીખુભાઇ દલસાણીયાને હટાવીને બિહાર સંઘના નેતા રત્નાકર(Ratnakar )ને મહાપ્રધાન પદનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. હવે તેમને સંગઠન દ્વારા વિશેષ જવાબદારી સોંપવામાં આવે તેવા સંકેતો મળી રહ્યા છે. છેલ્લા દસ વર્ષથી ભીખુભાઈ દલસાણીયા ગુજરાત સંગઠન મહાપ્રધાન તરીકેની જવાબદારી નિભાવતા હતા.
આ પણ વાંચો- ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ દ્બારા સંગઠનના 28 હોદ્દેદારો પાસેથી રાજીનામાં લેવાયાં
આમ આદમી પાર્ટી પણ સક્રિય થઈ છે
નોંધનીય છે કે, ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી (Assembly elections)યોજાશે. એવામાં ભાજપ દ્વારા પણ ચૂંટણી માટે અત્યારથી આગોતરું પ્લાનિંગ કરાઈ રહ્યું હોય તેમ જણાઈ રહ્યું છે. જેમાં આ વર્ષે કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારશે. એવામાં કોરોનાકાળમાં સરકારની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે, બીજી બાજુ આમ આદમી પાર્ટી પણ સક્રિય થઈ છે.