ગુજરાત

gujarat

ETV Bharat / city

જુઓ, કેન્દ્રીય બજેટ અંગે મુખ્ય પ્રઘાન વિજય રૂપાણીએ શું કહ્યુ?

શનિવારે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે 2020-21નું બજેટ રજૂ કર્યું છે. જેને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જનજનનું બજેટ જણાવ્યું છે.

By

Published : Feb 1, 2020, 10:06 PM IST

ETV BHARAT
જુઓ, કેન્દ્રીય બજેટ અંગે મુખ્ય પ્રઘાન વિજય રૂપાણીએ શું કહ્યુ?

ગાંધીનગર : કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2020-21નું નાણાકિય બજેટ રજૂ કરવામાં આવ્યું. શનિવારે રજૂ કરવામાં આવેલું બજેટ અત્યારસુધીનું સૌથી લાબું બજેટ સાબિત થયું છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં મુખ્ય પ્રધાન રૂપાણીએ કેવી પ્રતિક્રિયા આપી તે જુઓ ETV BHARATના વિશેષ અહેવાલમાં.

જુઓ, કેન્દ્રીય બજેટ અંગે મુખ્ય પ્રઘાન વિજય રૂપાણીએ શું કહ્યુ?

મુખ્ય પ્રધાન રૂપાણીની પ્રતિક્રિયા

  • કેન્દ્ર સરકારનું બજેટ જનજનનું બજેટ, જનહિતાય બજેટ છે.
  • ગુજરાતને મોટી ભેટ મળી છે. ગાંધીનગરને બુલિયન આપવા બદલ આભાર.
  • ગુજરાતની ઐતિહાસિક વિરાસતોને વિકસિત કરવામાં આવશે. ધોળાવીરાનો વિકાસ થશે, રી ડેવલોપમેન્ટ થશે.
  • લોથલમાં મેરીટાઇમ મ્યુઝિયમ બનશે.
  • નેશનલ ગ્રીડનો વ્યાપ 27,000 કિલોમિટર કરવામાં આવશે. જેથી ગુજરાતને ફાયદો થશે.
  • અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેનને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યુ છે.
  • 5 લાખથી 15 લાખ સુધીની આવક ધરાવનારા લોકોને ઈન્કમટેક્સમાંથી રાહત મળશે. તેનાથી લોકોની આર્થિક પરિસ્થિતી સુધરશે.
  • કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેથી ઇકોનોમી સારી થશે.
  • બજેટમાં ખેડૂતો પર ખાસ ધ્યાન આપવામાં આવ્યુ છે. કારણ કે, 17 નવા પ્રોજેક્ટ લાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ખેડૂતોની આવક બમણી કઇ રીતે થાય તેનું ખાસ ધ્યાન આપવામાં આવ્યુ છે. જેથી ખેડૂતોને સીધો લાભ થશે.
  • 5 ટ્રિલિયન ડોલર બજેટ બનાવવા માટે ઇફેક્ટેડ બજેટ કરવામાં આવ્યુ છે.
  • ગરીબ લોકો માટે વિચાર કરવામાં આવ્યો છે, દૂધ, શિપિંગ, માછીમારી તમામને આ બજેટમાં આવરી લેવામાં આવ્યું છે.
  • ટ્રાન્સપોર્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, OBC, SC, ST સમાજ માટે 85,000 કરોડ રૂપિયા અને પર્યાવરણ માટે 4,500 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details