ગુજરાત

gujarat

ETV Bharat / city

વિધાનસભાનું ચોમાસુ સત્ર, આજે ત્રીજો દિવસ - ગુજરાત વિધાનસભા

live-gujarat-assembly-monsoon-session
વિધાનસભામાં ચોમાસુ સત્ર, આજે ત્રીજો દિવસ

By

Published : Sep 23, 2020, 2:17 PM IST

Updated : Sep 23, 2020, 7:00 PM IST

18:59 September 23

ગુંડા એક્ટ વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવ્યું

  • ગુંડા એક્ટ વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવ્યું,  
  • બહુમતીના જોરે ગુંડા એક્ટ થયું પસાર,
  • વિપક્ષ દ્વારા અનેક વિરોધી નિવેદન બાદ પણ વિધાનસભા ગૃહમાં ગુંડા એક્ટ પાસ થયું

17:55 September 23

ગુંડા એક્ટ મુદે ગ્યાસુદીન શેખનું નિવેદન

  • આટલા કાયદા હયાત હોય તેવા સક્ષમ કાયદા છે
  • કાયદા બનવાથી અસામાજિક તત્વો કાબુમાં નહિ આવે
  • કાયદાનું અમલીકરણ મહત્વનું છે
  • કામ થશે તો જ કાયદાઓ અસરકારક બનશે
  • ઘટના બનતા હતી તેના પર કાબુમાં લગાવી રહ્યા છે
  • મુસ્લિમ સમુદાય પણ રથયાત્રા જોડાયા છે
  • લતીફ જ ભાજપનાં જન્મદાતા છે,  
  • રામ જેઠમલાણીએ જ લતીફને ચૂંટણી લડાવી હતી
  • અસામાજિક પ્રવૃતિઓ ડામવા આવશે તો કાયદા લાવવાની જરૂર નહીં રહે
  • ચૂંટણીમાં દારૂ અને ગુંડા સડોવામાં ન આવે તો ગુંડા મોટા થશે નહીં અને ચૂંટણી પર સરલીકરણ થશે

17:55 September 23

વિધાનસભા ગૃહના કામકાજનો સમય વધાર્યો

  • વિધાનસભા ગૃહના કામકાજનો સમય વધાર્યો
  • 2 કલાકનો સમય વધાર્યો
  • હવે 5 વાગ્યાને બદલે 7 વાગે ગૃહ પૂર્ણ થશે

15:00 September 23

રાજ્યના દેવા પર આણંદ mla કાંતિ પરમારે પૂછ્યો પ્રશ્ન

  • જવાબ મળ્યો- 2018-19 રાજ્યમાં 2,40,652 કરોડનું રાજ્ય પર દેવું
  • રાજ્ય સરકારે કેન્દ્ર પાસે લીધેલી લોનનું 7223 કરોડ દેવું
  • કેન્દ્ર સરકારે પાસે લીધેલી લોનમાં રાજ્ય સરકારે 2014-15મા 365 કરોડ,
  • 2015-16મા 514 કરોડ કરાઈ ચુકવણી
  • કેન્દ્ર સરકારે પાસે લીધેલી લોનમાં રાજય સરકારે 2016-17મા 468 કરોડ,
  • 2017-18મા 430 કરોડ અને 2018-19મા 406 કરોડની કરાઈ ચુકવણી
  • કેન્દ્ર સરકાર પાસે રાજ્ય સરકારે લીધેલી લોનના 0થી 13 ટકાનો હોય છે વ્યાજદર

15:00 September 23

રાજ્યમાં પશુચોરીના બનાવ વધ્યા

  • પશુ ચોરીમાં રાજ્યમાં મહેસાણા,આણંદ,સાબરકાંઠા,પાટણ અને ગધીનગર જિલ્લો મોખરે
  • પશુ ચોરીના 556 ગુનેનો ભેદ ઉકેલાયો
  • રાજ્યમાં પશુ ચોરી કરતા 1725 ગુનેગારો કરાઈ ધરપકડ
  • રાજ્યમાં પશુ ચોરીના 154 ગુનાભેદ વણઉકેલયો

15:00 September 23

ગ્યાસુદીન શેખનો રોબોટ સર્જરી અંગે સવાલ, નીતિન ભાઈનો જવાબ

  • અમદાવાદ સિવિલ  હોસ્પિટલમાં  રોબોટના થઈ રહી છે, સર્જરી
  • છેલ્લા 5 વર્ષ માં 455 જેટલી સિવિલ હોસ્પિટલ ખાતે થઈ સર્જરી
  • ઘૂંટણ અને થાપાના રિપ્લેસમેન્ટ સર્જરી રોબોટના માધ્યમથી કરાઈ
  • સર્જરી પાછળ 10 કરોડ 42 લાખ 90 હજારનો ખર્ચ થયાની વિગતો આવી સામે

14:58 September 23

શહેરી વિસ્તારમાં 123 પ્રાથમિક શાળા અને એક માધ્યમિક શાળા થઈ બંધ

  • એક પણ વિધાર્થી ન હોવાને કારણે શાળા મર્જ કે બંધ કરવાની સરકારની કબૂલાત
  • રાજકોટ મોહનદાસ ગાંધી વિદ્યાલય શાળામાં મહાત્મા ગાંધી મ્યુઝીમ બનાવને કારણે કરી બંધ
  • રાજ્ય સરકારે 1157 નવી પ્રથમિક શાળાને અને 2816 પ્રથમિક શાળાને વર્ગ વધારાની આપી મજૂરી
  • રાજ્ય સરકારે 246 નવી માધ્યમિક  શાળાને અને 569 માધ્યમિક શાળાને વર્ગ વધારાની આપી મજૂરી

14:58 September 23

સતત ગેરહાજર રહેલા રાજ્યના બે કોલેજના પ્રોસેસર સામે લીધા પગલા

  • અમદાવાદની PT આર્ટ્સ અનેડ કોમર્સ કોલેજ પ્રોફેસર લાંબા સમય હાજર ન રહેતા લેવાયા પગલાં
  • પોરબંદરની ગરુકુલ મહિલા આર્ટ્સ અને  કોમર્સ કોલેજ પ્રોફેસર લાંબા સમય હાજર ન રહેતા લેવાય પગલાં
  • અમદાવાદની PT આર્ટ્સ અનેડ કોમર્સ કોલેજ પ્રોફેસર આર.એસ અજમેરી સતત ગેરહાજર પગાર કર્યો બંધ
  • પોરબંદરની ગરુકુલ મહિલા આર્ટ્સ અને  કોમર્સ કોલેજ પ્રોફેસર આશાબેન બપોદરા ગેરહાજર રહેતા પગાર કર્યો બંધ

14:58 September 23

ગુજરાત ગૌણ સેવા મંડળની ભરતી પ્રક્રિયા ગેરરિતી વિધાનસભામાં ઉઠ્યા પ્રશ્નો

  • છેલ્લા પાંચ વર્ષમાં  ગેરરીતિ અંગે 80 ફરિયાદો મળી
  • જેમાં 2019મા સૌથી વધુ 53 ફરિયાદો મળી

14:58 September 23

રાજ્યમાં તીડ અંગે થયેલા પાક નુકશાની ઉઠ્યા પ્રશ્નો

  • રાજ્યમાં પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં થયું તીડને કારણે નુકશાન
  • બનાસકાંઠાના 13 તાલુકા અને પાટણના 2 તાલુકામાં તીડને કારણે થયું પાકને થયું નુકશાન
  • બનાસકાંઠા જિલ્લાના થરાદમાં 6727 હેકટર,
  • વાવમાં 4972 હેકટર, સૂઇગામમાં 1078 હેકટર થયું નુકશાન
  • પાટણ જિલ્લામાં સાંતલપુર અને સરસ્વતીમાં 120 હેકટર થયું નુકશાન
  • અસરગ્રસ્ત ખેડૂતો વળતર અંગે કાર્યવાહી પ્રગતિ હોવાનું સરકારે કરી કબૂલાત

14:44 September 23

વિધાનસભામાં ગુંડા એક્ટ પસાર, એક્ટ મુદ્દે ભાજપ-કોંગ્રેસ આમને સામને

પ્રદીપસિંહ જાડેજાનું ગૃહમાં નિવેદન

  • ગુંડાની દલાલી કોણ કરે છે? કોણ પડખે છે, 
  • વિધાનસભા ગૃહમાં ગુંડા એક્ટ પસાર થયું,
  • ગુંડા એક્ટ પર ચર્ચા શરૂ કરવામાં આવી

પરેશ ધાનાણીનું નિવેદન- 

  • ગુજરાતમાં કાયદાઓ છે, પરંતુ તમારા ઈરાદા જ નથી અમલ કરવાનો, 
  • ભારતીય બંધારણ આર્ટિકલ 126 મુજબ આ કાયદો ઘડી શકાય નહીં, 
  • કાલ્પનિક ગુંડાઓ ચિતરી વ્યક્તિને 10 વર્ષ જેલમાં ધકેલી દેવાની સત્તા પોલીસને આપી રહ્યાં છે

શૈલેષ પરમારનું ગુંડા એક્ટ પર નિવેદન

  • 25 વર્ષ પછી બિલ લાવ્યા,
  • જમીન સુધારણા, ગુંડા એક્ટ, અસામાજિક તત્વો બિલ, હવે લાવ્યા?,
  • આ તો બાળકનો જન્મ થયો અને 25 વર્ષનો થયો પછી ખબર પડી બાળક ગુંડો બની ગયો
  • સરકારને કોરોનાની જેમ સફેદ કોલર માફિયા દેખાતા જ નથી,

14:14 September 23

સખી મંડળોની લોન વિશે CM રૂપાણીનું ગૃહમાં નિવેદન

  • રાજકોટમાં પરા બજારમાં પાથરાવાળા બેસીને બે હજારનો વેપાર કરતા હતા.
  • જેમાં લોકો 4 હજાર રૂપિયા ઉછીના લે છે અને 4 હજાર રૂપિયા મામલે 10 ટકા વ્યાજ ચૂકવે છે
  • 10 મહિલાનું સખી મંડળ બને અને તે 1 લાખ સખી મંડળ ઉભું કરવાનું છે
  • ધીમે ધીમે મંડળ વિકસાવીને તેને ધધો શરૂ કરે અને તેમાં તમામ મહિલાઓને ફાયદો થાય,
  • લોકડાઉનમાં લોકોને લોન મળી છે,
  • ગુજરાત માથાદીઠ આવક વધે 10 લાખ મહિલા કમાય તો તેનાથી 50 લાખ લોકોને ફાયફો થાય

14:13 September 23

કોંગ્રેસને વિજય રુપાણીએ આપ્યો જવાબ

  • નાના માણસોને વ્યાજખોરોથી મુક્તિ અપાવવા અને પઠાણી ઉઘરાણીથી બચાવવા એ આ યોજનાનો મુખ્ય હેતુ હતો
  • સખી મંડળો દ્વારા મહિલાઓ એકત્રિત થઇને સંગઠિત બને, મહિલાઓ પગભર થાય એ માટે આ પ્રયાસ હતો  
  • 2 લાખ રજીસ્ટર્ડ વેનેડર્સ છે, જેમાંથી 96 હજારને લોન અપાઇ છે
  • જેવુ સખીમંડળ રજીસ્ટર્ડ થાય એના બીજા જ દિવસથી બેંક લોન આપે છે  
  • ઘણી ખાનગી બેંકોએ સરકાર સાથે એમોયુ કર્યા છે

14:10 September 23

કોંગેસ ધારાસભ્ય ગેનીબેનનો સવાલ

  • લોકડાઉન સમયે ઝીરો ટકા વ્યાજ સાથે રુપિયા એક લાખની લોન આપવાની જાહેરાત કરાઇ હતી  
  • બેંકોએ એમ કહ્યું કે, સરકારે જાહેરાત કરી હોય તો સરકાર જાણે  
  • સરકારનું બેંકો પર નિયંત્રણ છે કે કેમ?

13:19 September 23

વિધાનસભાનું ચોમાસુ સત્ર, આજે ત્રીજો દિવસ

  • વિધાનસભામાં ચોમાસુ સત્ર, આજે ત્રીજો દિવસ  
  • આજે મુખ્ય ત્રણ સરકારી વિધેયકો થશે પસાર  
  • ગુજરાત ગુંડા અને અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા મુદ્દે વિધેયક  
  • અંબાજી વિસ્તાર ના વિકાસ અને યાત્રાધામ પ્રવાસમાં નિયમન અંગે વિધેયક  
  • બાળ અને કિશોર શ્રમ પ્રતિબંધ અને નિયમન વિંધેયક કરાશે પસાર  
  • આજે રાત્રે 12 વાગ્યા સુધી વિધાનસભા ચાલે તેવી સંભાવના
Last Updated : Sep 23, 2020, 7:00 PM IST

ABOUT THE AUTHOR

...view details