ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ પર સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા, જુઓ વીડિયો - By election

ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભરવાના પણ શરૂ કર્યા છે. જેના લીધે ભાજપ અને કોંગ્રેસ કાર્યાલય પર કાર્યકરોની ચહલપહલ વધી છે. ગાંધીનગર ખાતે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ પર લુણાવાડા ઠાકોર સમાજના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જેના લીધે કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન થયું નહતું અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા.

કમલમ
કમલમ

By

Published : Oct 13, 2020, 4:54 PM IST

ગાંધીનગર: લુણાવાડાના ઠાકોર સમાજના આગેવાનો અને કાર્યકરો 1 હજારથી વધુની સંખ્યામાં ભાજપમાં જોડાવા માટે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ પર ભેગા થયા હતા. ત્યારે કમલમ ખાતે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ગુજરાત હાઈકોર્ટ સરકારને ટકોર કરી હતી કે, સરકાર ભેદભાવ ન રાખે. સામાન્ય જનતા માસ્ક ન પહેરે તો દંડ, સોશિયલ ડિસ્ટન્સ ન રાખે તો દંડ. તો પછી રાજકીય આગેવાનો ઉલ્લંઘન કરે તો દંડ કેમ નહીં? આજે ભાજપ કાર્યાલય પર કોરોના ગાઈડલાઈન્સનું જાહેરમાં ઉલ્લંઘન જોવા મળ્યું હતું. હજી તો પેટા ચૂંટણીનો પ્રચાર પણ બાકી છે.

ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ પર સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

આ પણ વાંચો: ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે લીધી સાબરકાંઠાની મુલાકાત, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

ગુજરાતના વડોદરા જિલ્લાની કરજણ બેઠક ઉપર પણ ભાજપની સભામાં સોશિયલ ડિસ્ટન્સનું કોઈ પાલન કરાયું ન હતું. ત્યારે પ્રજા કહી રહી છે કે, પોલીસ, સત્તાવાળા અને રાજકીય આગેવાનોને દંડ ક્યારે કરાશે?

ABOUT THE AUTHOR

...view details