ગુજરાત

gujarat

ETV Bharat / city

કિસાન સંઘ નહીં જોડાય ખેડૂત આંદોલનમાં, રાજકીય ગરમાવો હોવાનું આપ્યું કારણ - ભારતીય કિસાન સંઘ

સમગ્ર દેશમાં ખેડૂતોના આંદોલનને લઈને ગુજરાત કિસાન સંઘ ખેડૂતોના આંદોલનને સમર્થન નહીં આપે. આ ઉપરાંત વર્તમાન સમયમાં ચાલી રહેલા આંદોલનમાં અનેક રાજકીય પક્ષો હોવાના કારણે ભારતીય કિસાન સંઘ આંદોલનથી દૂર રહેશે.

કિસાન સંઘ નહીં જોડાય ખેડૂત આંદોલનમાં
કિસાન સંઘ નહીં જોડાય ખેડૂત આંદોલનમાં, રાજકીય ગરમાવો હોવાનું આપ્યું કારણ

By

Published : Dec 7, 2020, 7:51 PM IST

  • ભારતીય કિસાન સંઘ નહીં જોડાય આંદોલનમાં
  • આંદોલનથી દૂર રહેશે કિસાન સંઘ
  • અનેક રાજકીય પક્ષો આંદોલનમાં જોડાયાં હોવાથી આંદોલનથી રહેશે દૂર

    ગાંધીનગર : દિલ્હી ખાતે થઈ રહેલા ખેડૂત આંદોલન માટે અનેક રાજકીય પક્ષો અને અનેક એસોસિએશનનો આંદોલનમાં જોડાયાં છે. જ્યારે ભારત બંધની આંદોલન દરમિયાન જાહેરાત થઇ છે ત્યારે આ આંદોલન હવે કંટ્રોલ બહાર જઈ રહ્યું છે. તેથી ભારતીય કિસાન સંઘે આ આંદોલનમાં અને ભારત બંધને સમર્થન આપ્યું નથી અને આવા આંદોલનને સમર્થન આપશે પણ નહીં. જયારે કેન્દ્ર સરકારે લોકસભામાં પસાર કર્યા તેમાં રહેલ ખામી બાબતે ભારતીય કિસાન સંઘે અને આવેદનપત્ર પણ આપે છે પરંતુ જે આંદોલન અત્યારે થઈ રહ્યું છે તે કંટ્રોલ બહાર હોવાના કારણે ભારતીય કિસાન સંઘ આંદોલનને સમર્થન આપશે નહીં.

  • ખેડૂતોના આંદોલનમાં જઇશું પણ આ બંધમાં કદાપી નહીં


    આ બાબતે ભારતીય કિસાન સંઘના આગેવાન અબુ પટેલે જણાવ્યું હતું કે, ભારતીય કિસાન સંઘ હંમેશા ખેડૂતો સાથે રહેલું છે. અગાઉ પણ અનેક આંદોલનમાં ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોને સમર્થન આપવામાં આવ્યું છે પણ આ આંદોલનમાં રાજકીય પક્ષો અને આંદોલન હિંસક હોવાને કારણે આ આંદોલનમાં ભારતીય કિસાન સંઘ આંદોલનને સમર્થન નહીં કરે.
    કિસાન સંઘ નહીં જોડાય ખેડૂત આંદોલનમાં


  • આંદોલન ખોટી રીતે ચાલી રહ્યું છે


    પટેલે વધુમાં જણાવ્યું હતું કે, પહેલાં આંદોલન સારી રીતે ચાલી રહ્યું હતું. કેન્દ્ર સરકાર અને તેમના કેન્દ્રીય કૃષિ મંત્રી જવાબ પણ આપતાં હતાં અને અનેક બેઠકો પણ કરી હતી. પરંતુ હવે જે રીતનું આંદોલન ચાલી રહ્યું છે તે રાજકીય પક્ષો દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું હોવાના કારણે હવે આંદોલન ખોટી રીતે ચાલી રહ્યું હોવાનું નિવેદન પણ પટેલે કર્યું હતું. જ્યારે કેન્દ્ર સરકારના કૃષિ પ્રધાને 9 ડિસેમ્બરે બેઠકની માહિતી પણ આપી છે તેમ છતાં પણ આઠ તારીખે ભારત બંધ કરવું તે યોગ્ય ગણાય નહી.

  • ગાંધીનગરના મુખ્યમાર્ગો કરવામાં આવશે બંધ

    ભારત બંધના એલાન બાબતે કોંગ્રેસ પક્ષ દ્વારા બેઠકો યોજવામાં આવી છે. જેમાં સૂત્રોથી મળતી માહિતી પ્રમાણે કિસાન આંદોલનને લઈને કોંગ્રેસ પણ આક્રમક બનશે. જેમાં ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ ભીલોડા હાઈવે બંધ કરીને વિરોધ કરે તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે. સાથે જ મહેસાણા હાઇવેમાં પણ વિરોધ નોંધાવશે. આમ ગાંધીનગર આસપાસના મુખ્ય માર્ગો બંધ કરવાનું આયોજન પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હોવાનું સૂત્રો તરફથી સામે આવી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details