ગાંધીનગર : રાજ્ય સરકારની હસ્તક જમીનો અથવા તો કોઈ પણ વ્યક્તિની ખાનગી જમીનો અન્ય કોઈ વ્યક્તિ દ્વારા બળજબરી રીતે અથવા તો કોઈ પણ રીતે પોતાના નામે કરી લેવી તેનો ઉપયોગ કરવો અને તે જમીનને પોતાના તાબે કરી લેવાના બદલ રાજ્ય સરકારે વિધાનસભાગૃહમાં લેન્ડ એક્ટ પસાર કર્યો છે. પરંતુ એક આરટીઆઇ એક્ટિવિસ્ટ દ્વારા કરેલી આરટીઆઇમાં એક મહત્વનો ખુલાસો થયો છે. જેમાં વનવિભાગની જમીન પર વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડે (Gujarat Assembly Deputy Speaker Jethabhai Bharwad) બંગલો બાંધ્યો (Jetha Bharwad Illegal Construction) હોવાની વિગતો જશવંતસિંહ સોલંકીએ આરટીઆઈના મારફતે જાહેર કરી છે.
શું છે સમગ્ર મેટર
ગોધરાના આરટીઆઇ એક્ટિવિસ્ટ જસવંતસિંહ સોલંકીએ (Jaswant Singh Solanki RTI Activist) પુરાવા સાથે આક્ષેપ કર્યા હતાં કે વિધાનસભાના નાયબ ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે (Gujarat Assembly Deputy Speaker Jethabhai Bharwad) ગેરકાયદે બાંધકામ કર્યું છે. જેમાં વન વિભાગની જમીન પર કબજો કરી મકાન બનાવ્યું છે અને આ બાબતે આરટીઆઇ કરીને તમામ જમીનની વિગતોની માહિતી માંગવામાં આવી હતી. જેમાં આ જમીન સંપૂર્ણપણે વન વિભાગના હસ્તક છે તો તે જમીન ઉપર કમ્પાઉન્ડ વોલ તૈયાર કરીને એક આલિશાન બંગલો (Jetha Bharwad Illegal Construction) તૈયાર કર્યો છે. જમીન પર બે માળનું મકાન, બગીચો, પાકો રોડ, પાણીની ટાંકી પણ બનાવાઈ છે. મહત્વની વાત કરવામાં આવે તો ગોધરાના શહેરા ખાતે આવેલા ચાંદણગઢ ગામ સ્થિત વન વિભાગની જમીન પચાવી પાડવાનો જેઠા ભરવાડ પર આરોપ મુકવામાં આવ્યો છે.