ગુજરાત

gujarat

ETV Bharat / city

Interstate Air Service In Gujarat: 1 જાન્યુઆરીથી ગુજરાતમાં શરૂ થશે ઇન્ટર સ્ટેટ હવાઈ સેવા, અમદાવાદને મળશે ખાસ ભેટ - સુરતથી દૈનિક ફ્લાઈટ્સ

1 જાન્યુઆરીએ રાજ્ય સરકારના સહયોગથી વેન્ચુરા એર કનેક્ટ (Ventura Air Connect In Gujarat) દ્વારા સુરતથી આંતરરાજ્ય હવાઈ સેવાઓ (Interstate Air Service In Gujarat)નો શુભારંભ કરવામાં આવશે. આ ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટ (ahmedabad sabarmati riverfront) ખાતેથી હેલીકોપ્ટર જોય રાઈડ સેવા (helicopter joyride in ahmedabad)નો શુભારંભ કરાશે.

Interstate Air Service In Gujarat: 1 જાન્યુઆરીથી ગુજરાતમાં શરૂ થશે ઇન્ટર સ્ટેટ હવાઈ સેવા, અમદાવાદને મળશે ખાસ ભેટ
Interstate Air Service In Gujarat: 1 જાન્યુઆરીથી ગુજરાતમાં શરૂ થશે ઇન્ટર સ્ટેટ હવાઈ સેવા, અમદાવાદને મળશે ખાસ ભેટ

By

Published : Dec 31, 2021, 8:26 PM IST

ગાંધીનગર: ગુજરાતના નાગરિકોને એર ઉડ્ડયન સુવિધા (Air flight facilities in gujarat) પુરી પાડવા રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યાના નિવેદન સાથે નાગરિક ઉડ્ડયન પ્રધાન પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, 1 જાન્યુઆરીએ રાજ્ય સરકારના સહયોગથી વેન્ચુરા એર કનેક્ટ (Ventura Air Connect In Gujarat) દ્વારા સુરતથી આંતરરાજ્ય હવાઈ સેવાઓ (Interstate Air Service In Gujarat)નો સાંસદ સી. આર. પાટીલના હસ્તે શુભારંભ કરવામાં આવશે.

હેલીકોપ્ટર જોય રાઈડ સેવાનો શુભારંભ

પૂર્ણેશ મોદીએ જણાવ્યુ હતું કે, રાજ્યના નાગરિકોને ઉડ્ડયનની સેવાઓ સત્વરે પુરી પાડવા રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન કર્યુ છે. જેના ભાગરૂપે આવતીકાલ તારીખ 1લી જાન્યુઆરીએ રાજ્ય સરકારના સહયોગથી વેન્ચુરા એરકનેક્ટ દ્વારા સુરતથી આંતર રાજ્ય હવાઈ સેવાઓનો તથા અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ (ahmedabad sabarmati riverfront) ખાતેથી હેલીકોપ્ટર જોય રાઈડ સેવા (helicopter joyride in ahmedabad)નો શુભારંભ કરાશે.

કોણ-કોણ રહેશે હાજર?

નવસારીના સાંસદ સી.આર. પાટીલ હસ્તે સુરત એરપોર્ટથી વેન્ચુરા એરકનેક્ટની આંતરરાજ્ય હવાઈ સેવાઓના શુભારંભ પ્રસંગે કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજ્ય પ્રધાન દર્શનાબેન જરદોશ ગૃહ, રાજ્યપ્રધાન હર્ષ સંઘવી, ઉડ્ડયન રાજ્યપ્રધાન અરવિંદભાઈ રૈયાણી, કૃષિ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યપ્રધાન મુકેશ પટેલ, શહેરી વિકાસ પ્રધાન વિનોદભાઈ મોરડીયા, મેયર હેમાલીબેન બોઘાવાલાની વિશેષ ઉપસ્થિત રહેશે.

કેવી હશે સુવિધા?

આંતરરાજ્ય હવાઈ સેવા પૂરી પાડનારી સુરતની એરલાઈન્સ કંપની (airlines company of surat) વેન્ચુરા એર કનેક્ટ તારીખ 1 જાન્યુઆરી 2022થી 9 સીટર વિમાનો વડે સુરતથી અમદાવાદ (surat to ahmedabad flight), સુરતથી ભાવનગર (surat to bhavnagar flight), સુરતથી રાજકોટ (surat to rajkot flight) અને સુરતથી અમરેલી - આ 4 સેક્ટર પર દૈનિક ફ્લાઈટ (daily flights from surat) શરૂ કરશે. રાજ્ય સરકાર દ્વારા એરલાઈન્સ કંપની વેન્ચુરા એરકનેક્ટ સાથે રાજ્યમાં વિવિધ શેહેરોને પરસ્પર હવાઈમાર્ગે જોડવા માટે (air connect with cities in gujarat) કરાર કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે પ્રારંભ થનારી આ હવાઈ સેવા દુનિયામાં સૌથી સુરક્ષિત કેટેગરીમાં શામેલ એવા સેસના ગ્રાન્ડ કેરેવાન દ્વારા પૂરી પાડવામાં આવશે.

એક શહેરથી બીજા શહેર પહોંચતા કેટલો સમય થશે?

વેન્ચુરા દ્વારા વિમાન 9 પેસેન્જર અને 2 પાઈલોટ સાથે ઉડાન ભરશે અને સેક્ટર પ્રમાણે સુરતથી ભાવનગર 30 મિનિટમાં, સુરતથી અમરેલી 45 મિનિટમાં, સુરતથી અમદાવાદ 60 મિનિટમાં અને સુરતથી રાજકોટ 60 મિનિટમાં સફર પૂર્ણ થશે. રાજ્ય સરકારના સહયોગથી શરૂ થઈ રહેલી આ ઝડપી હવાઈ સેવાનો ઈમરજન્સીના સમયે વૃદ્ધ-અશક્તોને તો ફાયદો થશે જ, સાથોસાથ ઉદ્યોગો અને પ્રવાસનને પણ મોટો લાભ થશે. આ એરલાઈન્સનો તમામ વર્ગના લોકો લાભ લઈ શકે તે માટે પ્રારંભિક ધોરણે જાન્યુઆરી મહિના માટે તમામ સેક્ટર માટે એકસમાન રૂ. 1,999 ટિકિટ દર રાખવામાં આવ્યો છે. આમ નવા વર્ષે નવી ઉડ્ડયન સેવાનો સુરતવાસીઓને લાભ મળશે.

અમદાવાદ દર્શન માટે હેલીકોપ્ટર સેવા

રાજ્યના ઐતિહાસિક શહેર અમદાવાદની સંસ્કૃતિથી લોકો પરિચિત થાય અને અમદાવાદના મહત્વના સ્થળો જોઈ શકે તે માટે સાબરમતી હેલેપેડથી સમગ્ર અમદાવાદ દર્શન માટે હેલીકોપ્ટર જોય રાઈડ સેવાનો પણ નાગરિક ઉડ્ડયન પ્રધાન પૂર્ણેશ મોદીના હસ્તે શુભારંભ થશે. આ હેલીકોપ્ટરનો હવે ગુજરાતના પ્રવાસીઓ માટે ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સ તરીકે પણ ઉપયોગ કરી શકાશે અને સિનિયર સિટીઝન યાત્રીઓને યાત્રાધામોના દર્શન માટે ઉપયોગી સાબિત થશે. તદ્દઉપરાંત આ હેલીકોપ્ટરનો ઉપયોગ વાયબ્રન્ટ ગુજરાતમાં પણ મહાનુભાવો માટે ઉપયોગ કરી શકાશે.

આ પણ વાંચો: Azadi Ka Amrut Mahotsav: અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયો સાંસ્કૃતિક કાર્યકમ, મુખ્યપ્રધાન અને રાજ્ય ગૃહપ્રધાન રહ્યા ઉપસ્થિત

આ પણ વાંચો: 31st Celebration 2021: રાજ્યમાં રાત્રે 11 વાગ્યા પછી કર્ફ્યુ હોવાથી અમદાવાદીઓએ કાઢ્યો તોડ, DJને ગોવા-ઉદયપુર માટે બુક કરાવ્યા

ABOUT THE AUTHOR

...view details