- દવાઓની સંગ્રહખોરી કરતા લોકોને પોલીસની ચેતવણી
- સજાગ થઈને લોકોને ફોન કરવા માટે પોલીસે કરી અપીલ
- હેલ્પલાઇન નંબર પર લોકોને ફોન કરી માહિતી આપવાની અપીલ
ગાંધીનગર : દવાઓની કાળા બજારી રોકવા માટે પોલીસે લોકોને અપીલ કરી છે અને આ માહિતી પોલીસ સુધી પહોંચે જેથી દવાઓની સંગ્રહખોરી કરતા લોકો સામે યોગ્ય નિર્ણય લઈ શકાય. આ હેતુથી તેમને સોશિયલ મીડિયા થકી લોકોને અપીલ કરી છે. કોરોના, મ્યુકરમાઈકોસિસ સંબધિત દવાઓની કાળા બજારી આ પહેલા અને અત્યારે પણ જોવા મળી રહી છે, જેને રોકવામાં લોકોને મદદ કરવા માટે અપીલ કરી છે.
આ પણ વાંચો -DGPએ અપનાપન યોજના કરી લોન્ચ, વરિષ્ઠ નાગરિકોને ઇરાદાપૂર્વક તરછોડશો તો જવું પડશે જેલ
ગુજરાત DGP આશિષ ભાટિયા દ્વારા કરવામાં આવી પ્રજાને અપીલ
ગુજરાતના DGP આશિષ ભાટિયા દ્વારા સોશિયલ મીડિયા થકી લોકોને અપીલ કરવામાં આવી છે. નફાખોરી અને કાળા બજારીયાઓ વિરૂદ્ધમાં સોશિયલ મીડિયા થકી અનોખી પહેલ કરી છે. સંગ્રહખોરી કરતા લોકોની માહિતી પોલીસ સુધી પહોંચાડવા જણાવ્યું હતું. કેમ કે, આ પહેલા પણ એવા પ્રકારના લોકો ઝડપાયા હતા, જે ગ્લુકોઝનું પાણી અને મીઠું આ બન્નેનું મિશ્રણ કરીને રેમડેસીવીર ઇન્જેક્શન બનાવતા હોવાનું સામે આવ્યું હતું. જેથી આ લોકો માટે મોટુ જોખમરૂપ છે. જે જીવલેણ સાબિત થઇ શકે છે.
આ પણ વાંચો -DGP આશિષ ભાટીયાનો ગુજરાતના નાગરીકોને સંદેશો
દવાઓની કાળા બજારી કરતા ગુનેગારોને રોકવા પોલીસને જાણ કરી સહયોગ આપવો
કોરોના, મ્યુકોરમાઇકોસિસ સંબધિત દવાઓની કાળાબજારી રોકવા લોકોને અપીલ કરી છે. જેમાં 100, 108, 181 અને 1096 નંબર પર કોલ કરીને સંગ્રહખોરી કરતા લોકોની માહિતી પોલીસને આપવા જણાવ્યું છે. દવાઓની કાળા બજારી કરતા ગુનેગારોને રોકવા પોલીસને જાણ કરી સહયોગ આપવો.