ગુજરાત

gujarat

ETV Bharat / city

ગાંધીનગર સહિત જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો કહેર વધ્યો, એક જ દિવસમાં 9 કેસ પોઝિટિવ નોંધાયા - કોરોના વાયરસની સારવાર

કોરોના વાઇરસ ગાંધીનગર શહેર અને જિલ્લામાં એક-એક દિવસ રાઉન્ડ લગાવતો હોય તેવું જોવા મળે છે. એક દિવસ શહેરમાં કેસ વધારે આવે છે અને બીજા દિવસે ગ્રામ્ય વિસ્તારમાં કેસ વધારે આવે છે. ગુરુવારે એક દિવસમાં 9 કેસનો વધારો સામે આવ્યો છે. જેમાં 8 કેસ ગ્રામ્ય વિસ્તારના છે અને એક કેસ સેકટર-24માં સામે આવ્યો છે.

ETV BHARAT
કોરોનાએ ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ઝડપ વધારી, એક જ દિવસમા 9 કેસ પોઝિટિવ

By

Published : May 8, 2020, 9:45 AM IST

ગાંધીનગર: શહેરમાં વધુ એક કોરોનાનો કેસ પોઝિટિવ આવ્યો છે. સેકટર-24માં રહેતી 30 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેના પરિવારમાં 2 લોકો અગાઉ પોઝિટિવ આવ્યા હતા. આ ઉપરાંત જિલ્લાના કુડાસણમાં ગુરુવારે એક જ પરિવારના ત્રણ કેસ સામે આવ્યા છે. જેમાં 89 વર્ષીય, 59 વર્ષીય અને 53 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે, જ્યારે કલોલમાં આકાશદીપમાં રહેતા 40 અને 37 વર્ષિય 2 ભાઈ પોઝિટિવ આવ્યા છે.

આ ઉપરાંત ગાંધીનગર પાસેના રાદેસણમાં રહેતી 27 વર્ષીય યુવતી કોરોના વાઇરસનો ભોગ બની છે, જ્યારે નાના ચિલોડામાં 45 વર્ષીય મહિલા અને 18 વર્ષીય યુવક વાઇરસથી સંક્રમિત થયા છે.

આ અગાઉ ગાંધીનગરમાં એક જ દિવસમાં 18 અને 14 કેસ સામે આવ્યા હતા, ત્યારે ગુરુવારે વધુ 9 કેસ સામે આવતાં ગાંધીનગર જિલ્લાનો આંકડો 97 પર પહોંચ્યો છે. આ ઉપરાંત જિલ્લામાં અત્યારસુધી 6 લોકનાં મોત થયાં છે.

ABOUT THE AUTHOR

...view details