ગુજરાત

gujarat

ETV Bharat / city

Increase in power consumption in Gujarat : ઉનાળાની સિઝન શરૂ થતાં રાજ્યમાં વીજળીનો વપરાશ વધ્યો, વીજ ખરીદી માટે કરાઈ જાહેરાત - ઊર્જાપ્રધાન કનુ દેસાઈ

રાજ્યમાં ગરમીનો પારો ઊંચો ચડતાં જ વીજ માગમાં (Increase in power consumption in Gujarat) ઉછાળો આવ્યો છે. હાલમાં 20,000 મેગાવોટ વીજળીની ખપત થઇ રહી છે. ત્યારે સરકાર વીજ માગને પહોંચી વળવા વધુ વીજ પુરવઠાને (Gujarat Government announces for power purchase )લઇને એક્શનમાં છે.

Increase in power consumption in Gujarat : ઉનાળાની સિઝન શરૂ થતાં રાજ્યમાં વીજળીનો વપરાશ વધ્યો, વીજ ખરીદી માટે કરાઈ જાહેરાત
Increase in power consumption in Gujarat : ઉનાળાની સિઝન શરૂ થતાં રાજ્યમાં વીજળીનો વપરાશ વધ્યો, વીજ ખરીદી માટે કરાઈ જાહેરાત

By

Published : Apr 15, 2022, 4:19 PM IST

ગાંધીનગર : રાજ્યમાં ઉનાળાની શરૂઆત થતા જ ગરમીના પ્રકોપથી રાજ્યમાં વીજળીનો વપરાશ (Increase in power consumption in Gujarat) સતત વધારો થઈ રહ્યો છે. અમુક દિવસ પહેલા રાજ્યમાં કુલ 17,000 આસપાસ મેગાવોટ ઉપયોગ થતો હતો. પરંતુ જે રીતે ગરમીનો પારો ઉપર ચડી રહ્યો છે તેને ધ્યાનમાં લઈએ તો છેલ્લા બે-ત્રણ દિવસથી વીજ વપરાશમાં વધારો નોંધાયો છે અને જેથી હવે વીજળીનો સપ્લાય 20,000 મેગાવોટની પાર થયો છે.

GUVNL નવી વીજળી ખરીદી કરશે - જે રીતે રાજ્યમાં સતત વીજ વપરાશની માંગમાં વધારો (Increase in power consumption in Gujarat) થઈ રહ્યો છે અને છેલ્લા કેટલાય દિવસથી વીજળીનો સપ્લાય વીસ હજાર મેગાવોટને પણ પાર થયો છે. ત્યારે રાજ્ય સરકારની વીજ કંપનીઓ દ્વારા 500 મેગાવોટ વીજળીની ખરીદી (Gujarat Government announces for power purchase )કરવાની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. વીજ ખરીદી માટે સરકારી વીજ કંપનીઓ દ્વારા ટેન્ડર પર બહાર પાડી દેવામાં આવ્યા છે. રાજ્યમાં વીજ સંકટ ઉભું થાય નહીં તે માટે વીજ કંપનીઓ દ્વારા પહેલેથી કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Gujarat Assembly 2022: ગુજરાતમાં 2990 ઔદ્યોગિક એકમો પાસેથી વીજ બિલ ઉઘરાણી બાકી

વીજ બચાવોનું અભિયાન- 29 માર્ચ 2022 ના દિવસે ઊર્જાપ્રધાન કનુ દેસાઈએ (Energy Minister Kanu Desai )વીજળી બાબતે નિવેદન કર્યું હતું કે રાજ્યના નાગરિકો વીજળીનો ઓછો ઉપયોગ કરે, સાથે જ એસીનો ઓછો ઉપયોગ કરે અને જ્યાં જરૂર ન હોય ત્યાં વીજ સંચાલિત યંત્રો, સાધનો બંધ રાખવાની રજૂઆત કરવામાં આવી હતી.

ઇન્ડોનેશિયાએ નીતિમાં ફેરફાર કર્યો -ઇન્ડોનેશિયા દેશમાં કોલસાના ઇમ્પોર્ટ એક્સપોર્ટ નીતિમાં ફેરફાર થવાના કારણે તેની સીધી અસર ભારત દેશમાં પડી છે. આ ઉપરાંત રશિયા અને યુક્રેનના યુદ્ધની અસર પણ પડી હોવાના કારણે કોલસાને જથ્થો ઓછો થયો હતો. આમ ઇન્ડોનેશિયાની નીતિ અને યુધ્ધની સ્થિતિની સીધી અસર કોલસા પર જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ Gujarat Assembly 2022: ઉર્જા પ્રધાન કનું દેસાઈનું નિવેદનમાં AC ઓછું વાપરોની સલાહ, જેથી વીજળીનો બચાવ થાય

સરકાર વીજ ઉત્પાદનના નવા પ્લાન્ટ શરૂ કરશે - વીજ માંગ (Increase in power consumption in Gujarat) વધી છે તેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા ધોલેરા વીજ પ્લાન્ટમાંથી (Dholera power plant ) 300 મેગાવોટ અને કાકરાપારમાંથી (Kakrapar power plant)500 મેગાવોટનો પ્લાન્ટ કરવામાં આવ્યો છે. જેથી આવનારા સમયમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે. અત્યારે વિન્ડ પાવર અને સોલારથી વીજળી ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. સાથે જ જે ખેડૂતો પાસે પોતાનો પ્લાન્ટ છે. તે પણ શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે આમ હવે આગામી સમયમાં ખેડૂતોને વીજળી ઘટ નહીં પડે.

2021માં 5550 મિલિયનની વીજળી ખરીદી હતી-રાજ્યકક્ષાના ઊર્જાપ્રધાન મુકેશ પટેલે ગૃહમાં વિગતો આપતા ગૃહમાં જણાવ્યું હતું કે, કૃષિ અને ઉદ્યોગો સહિતના ઉપયોગ માટે ગુજરાતમાં વીજ માંગ (Increase in power consumption in Gujarat) વધતા સરકારી વીજમથકોથી મળતા ઉત્પાદન ઉપરાંત અદાણી પાવર (Purchase of electricity from private companies in Gujarat) પાસેથી વર્ષ 2018માં 6501 મિલિયન યુનિટ, વર્ષ 2019માં 13053 મિલિયન યુનિટ, વર્ષ 2020માં 6996 મિલિયન યુનિટ અને વર્ષ 2021માં 5550 મિલિયન યુનિટ વીજળી સરકારે ખરીદી હતી.

ક્ષમતા પ્રમાણે વીજ ઉત્પાદન થતું નથી- કોંગ્રેસ પક્ષે વીજ ઉત્પાદન બાબતે આક્ષેપ કર્યા હતાં કે ગુજારાત સ્ટેટ ઇલેક્ટ્રિક કોર્પોરેશન લિમિટેડ હસ્તક 10 વીજમથકની ક્ષમતા સામે 2020માં માત્ર 14.41 ટકા થી 65.24 ટકા સુધી અને 2021માં 10.61 ટકાથી 58.91 ટકા જ ચલાવવામાં આવે છે. જ્યારે રાજ્ય સરકાર હસ્તક સ્વતંત્ર વીજ મથકો ઉત્પાદનમાં ક્ષમતાની સામે 2020માં માત્ર 19.14 ટકાથી 74.03 ટકા સુધી અને 2021માં 3.1 ટકાથી 70.70 ટકા સુધી જ ચલાવવામાં આવે છે. સરકાર હસ્તક વીજમથકો પુરી ક્ષમતા સાથે ન ચલાવીને ટાટા, અદાણી, એસ્સાર પાસેથી ઉંચા ભાવે વીજળી (Gujarat Government announces for power purchase )ખરીદવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details