ગુજરાત

gujarat

ETV Bharat / city

શ્રાવણ માસમાં એક પણ મંદિરોમાં તહેવારોની ઉજવણી નહી થાય?

શ્રાવણ મહિનાની શરૂઆતના હવે ગણતરીના દિવસોની જ વાત છે ત્યારે શ્રાવણ માસમાં રાજ્યના અનેક મોટા મંદિર અને ધર્મસ્થળોએ શ્રાવણ માસની સાતમ આઠમની ઉજવણી ઉત્સાહભેર થતી હોય છે પરંતુ કોરોના કાળમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યના એક પણ મંદિરમાં ઉજવણી નહીં કરી શકાય તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.

શ્રાવણ માસમાં એક પણ મંદિરોમાં તહેવારોની ઉજવણી નહી થાય?
શ્રાવણ માસમાં એક પણ મંદિરોમાં તહેવારોની ઉજવણી નહી થાય?

By

Published : Jul 17, 2020, 3:28 PM IST

ગાંધીનગર : સૂત્રોના જણાવ્યા પ્રમાણે શ્રાવણ માસમાં ધાર્મિક ઉત્સવને લઇને રાજ્ય સરકાર ટૂંક સમયમાં મહત્વનો નિર્ણય જાહેર કરશે જેમાં તીર્થધામમાં ધાર્મિક ઉત્સવની ઉજવણી નહીં કરી શકાય. આ ઉપરાંત તીર્થધામના ટ્રસ્ટીઓ જો ઈચ્છે તો પણ સરકાર ઉત્સવ માટેની મંજૂરી નહીં આપે. ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમણ અટકાવવા માટે લોકોનું એક જગ્યાએ એકઠુ ન થવું તે પણ જરૂરી છે જ્યારે કેન્દ્ર સરકારની ગાઇડલાઇન્સ પ્રમાણે પણ રાજકીય, સામાજિક અને ધાર્મિક મેળાવડા નહીં યોજવા સૂચના છે ત્યારે શ્રાવણ માસ દરમિયાન ગુજરાતના તીર્થધામમાં થતાં ધાર્મિક ઉત્સવ પણ સ્થગિત રાખવામાં આવે તેવા પણ સંકેત રાજ્ય સરકાર તરફથી મળી રહ્યાં છે.

શ્રાવણ માસમાં એક પણ મંદિરોમાં તહેવારોની ઉજવણી નહી થાય?
ઉલ્લેખનીય છે કે ગત બુધવારના દિવસે જ ભાદરવી પૂનમના મેળા બાબતે પણ રાજ્ય સરકાર સાથે ખાસ બેઠક કરવામાં આવી હતી. પરંતુ ભાદરવી પૂનમનો મેળો અંબાજીમાં યોજવા કે નહીં તે અંગેનો પણ હજી સુધી રાજ્ય સરકાર દ્વારા કોઇ નક્કર નિર્ણય કરવામાં આવ્યો નથી.
શ્રાવણ માસમાં એક પણ મંદિરોમાં તહેવારોની ઉજવણી નહી થાય?
ઉપરાંત જો ધાર્મિક મેળાવડા યોજાય તો વધુ સંખ્યામાં ભાવિક ભકતો જોડાય અને કોરોના સંક્રમણ વધવાની સંભાવના પણ વધી જાય છે આમ આ સંભાવનાને આધારે જ દ્વારકા, સોમનાથ, અંબાજી, ડાકોર, શામળાજી જેવા મંદિરોમાં ધાર્મિક ઉત્સવ યોજવામાં નહીં આવે તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે.

ABOUT THE AUTHOR

...view details