- છેલ્લા 24 કલાકમાં 44 પોઝીટીવ કેસ
- 23 દર્દીઓએ કોરોનાને માત આપી
- સમગ્ર રાજ્યમાં ફક્ત 6 કોર્પોરેશન અને 6 જિલ્લામાં કેસ
- અમદાવાદમાં 09 બરોડા 08 સુરત 06, જામનગર 03
ગાંધીનગર: ગુજરાત (gujarat corona update) રાજ્યમાં એપ્રિલ અને મે મહિનામાં કોરોનાના કેસ સતત વધી રહ્યા હતા, ત્યારે બાદ હવે જૂન-જુલાઈ અને ઓગસ્ટમાં કેસ નીચે તરફ આવી રહ્યા હતા અને કોરોના સંક્રમણ કાબુ કરવા રાજ્ય સરકાર સફળ નીવડી હતી, પણ હવે દિવાળીના તહેવારો બાદ રાજ્યમાં ફરી કેસોમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. નવેમ્બર માસની 18 તારીખે પણ સમગ્ર રાજ્યમાં 6 કોર્પોરેશન જેવા કે અમદાવાદ, સુરત વડોદરા, જામનગર અને રાજકોટ કોર્પોરેશનમાં કેસ નોંધાયા છે. 33 જિલ્લામાંથી 6 જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ (positive cases in gujarat) નોંધાયા છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 09 પોઝિટિવ કેસ નોંધાયા છે, આમ સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 44 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
આજે 4,93,328 નાગરીકોને વેકસીન અપાય
આજ રોજ રાજ્યમાં કુલ 4,93,328 નાગરિકોને વેકસીન આપવામાં આવી છે. 18 વર્ષથી વધુ વયના 44,909 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો, જ્યારે 2,13,394 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં કુલ 7,62,27,200 નાગરિકોને રસીકરણ કરવામાં આવ્યું છે.