- નીતિન પટેલે કહ્યું કે, પબ્લિસિટી માટે બિલ ફાડ્યું
- પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું, આ અપમાન છે
- ગૃહમાં ઠપકો આપવાની વાત પર મુદ્દો ગરમાયો
ગાંધીનગર: વિધાનસભામાં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021 ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ બિલની કોપી ફાડતા ગૃહ ગરમાયું હતું. કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોએ એક પછી એક પોતાના વિચારો બિલ મુદ્દે કર્યા હતા. જેમાં ઈમરાન ખેડાવાલાએ પણ આ બિલનો વિરોધ કરતા જણાવ્યું હતું કે, 'હિન્દુ દિકરી' શબ્દનો ઉપયોગ કરવો યોગ્ય નથી. દરેક ધર્મમાં દિકરીઓનું મહત્વ રહેલું છે.
આ પણ વાંચો:હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં મેડિકલના નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરવાનું કૌભાંડ
100થી વધુ મુસ્લિમ દિકરીઓએ બીજા ધર્મના યુવકો સાથે લગ્ન કર્યા
જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ બિલનિ કોપી ફાડીને વિરોધ નોંધાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, "દિકરીઓ દરેક ધર્મની હોય છે. 100થી વધુ મુસ્લિમ દિકરીઓએ અન્ય ધર્મના યુવકો સાથે લગ્ન કર્યા હોવાના કિસ્સાઓ પણ મારી પાસે છે. આપણે સાઉદી જેવા કડક કાયદાઓ બનાવવાની જરૂર છે." તેમના સમર્થનમાં વિરોધ પક્ષનાં નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે, "અગાઉ પણ ગૃહમાં કેટલાય બિલ ફાડવામાં તેમજ સળગાવવામાં આવ્યા છે. જ્યાં સુધી આ બિલ પાસ ન થાય, ત્યાં સુધી એ માત્ર કાગળ જ રહે છે."
આ પણ વાંચો:રાજ્યમાં સરકારી શાળાઓમાં ‘મિશન સ્કૂલ ઑફ એક્સલન્સ’ પ્રોજેક્ટ હાથ ધરાશે