ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજસ્થાનની અસર ગુજરાતમાં : રાજભવન વિરોધ કરે તે પહેલાં કોંગ્રેસ પ્રમુખ, વિરોધપક્ષ નેતા સહિત ધારાસભ્યોની અટકાયત

રાજસ્થાનમાં કોંગ્રેસના પ્રમુખ અને નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલોટના કારણે રાજસ્થાની ગેહલોત સરકાર પર સંકટ તોળાઈ રહ્યું છે અને સરકાર પાડવાના પ્રયાસો કરી રહ્યાં છે, ત્યારે રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત વિધાનસભા ગૃહ બોલાવવાની માગ કરી છે પરંતુ covidના કારણે વિધાનસભા નહીં મળે તેવી રાજસ્થાનના ગવર્નર દ્વારા સૂચના આપવામાં આવી છે. ત્યારે સરકાર બચાવવાના પ્રયાસોમાં કોંગ્રેસ દ્વારા દેશના તમામ રાજ્યોના રાજભવન ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના રાજભવન ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ વિરોધ કરે તે પહેલાં જ પોલીસે અટકાયત કરી હતી..

By

Published : Jul 27, 2020, 2:41 PM IST

રાજસ્થાનની અસર ગુજરાતમાં : રાજભવન વિરોધ કરે તે પહેલાં  કોંગ્રેસ પ્રમુખ, વિરોધપક્ષ નેતા સહિત ધારાસભ્યોની અટકાયત
રાજસ્થાનની અસર ગુજરાતમાં : રાજભવન વિરોધ કરે તે પહેલાં કોંગ્રેસ પ્રમુખ, વિરોધપક્ષ નેતા સહિત ધારાસભ્યોની અટકાયત

ગાંધીનગર : કોંગ્રેસના પ્રવક્તા મનુ સંઘવી દ્વારા પત્રકાર પરિષદ યોજીને સમગ્ર દેશમાં તમામ રાજ્યના રાજભવન ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના પ્રમુખોને વિરોધ પ્રદર્શન કરવાની સૂચના આપવામાં આવી હતી તેને ધ્યાનમાં લઈને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અમિત ચાવડા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના ધારાસભ્યોએ અને કાર્યકર્તાઓએ આજે ગાંધીનગર સરકીટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજીને કેન્દ્ર સરકાર ઉપર આક્ષેપો કર્યા હતાં. કેન્દ્ર સરકાર સત્તાલાલચુ હોવાના દાવા કર્યા હતાં સાથે જ જ્યારે કોંગ્રેસના ધારાસભ્યો અને કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન કરવા સર્કીટ હાઉસની બહાર પહોંચી ગયાં અને ત્યારબાદ તેઓ રાજભવન બાજુ જાય તે પહેલાં જ ગાંધીનગર પોલીસ દ્વારા તમામ ધારાસભ્યો કાર્યકર્તાઓ સહિત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશના પ્રમુખ અમિત ચાવડાની અટકાયત કરવામાં આવી હતી.

રાજસ્થાનની અસર ગુજરાતમાં : રાજભવન વિરોધ કરે તે પહેલાં કોંગ્રેસ પ્રમુખ, વિરોધપક્ષ નેતા સહિત ધારાસભ્યોની અટકાયત
ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોનાવાયરસને ધ્યાનમાં લઈને રાજકીય અને જાહેર મેળાવડા પર પ્રતિબંધ છે. આ દરમિયાન કોંગ્રેસ પક્ષના પ્રદર્શન કરતા ધારાસભ્યો અને નેતાઓ વિરુદ્ધ કઈ રીતની કાયદેસરની કાર્યવાહી કરવી તે બાબતે ગાંધીનગર ડી વાય એસ પી એમ કે રાણાએ જણાવ્યું હતું કે રાજભવન ખાતે વિરોધ કરનારાની તમામની અટકાયત કરવામાં આવી છે જ્યારે ઉપરી અધિકારીઓ પાસે માર્ગદર્શન લઈને વધુ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
રાજસ્થાનની અસર ગુજરાતમાં : રાજભવન વિરોધ કરે તે પહેલાં કોંગ્રેસ પ્રમુખ, વિરોધપક્ષ નેતા સહિત ધારાસભ્યોની અટકાયત

ABOUT THE AUTHOR

...view details