ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોનાની સારવાર માટે ઉપયોગમાં લેવાતી સાધન-સામગ્રી પરનો IGST વેરો રાજ્ય સરકાર ભોગવશે - આયાત પર લાગતો IGST વેરો

રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં, કોરોના સામેના જંગમાં રાજ્ય સરકારની મદદ માટે આગળ આવી રહેલી સ્વૈચ્છિક સંસ્થાઓ, કોર્પોરેટ કંપનીઓ કે પછી વ્યક્તિઓને વધુ પ્રોત્સાહિત આપવા કોરોનાની સારવાર માટે ઉપયોગમાં લેવાતી વિદેશી સાધન-સામગ્રીની આયાત પર લાગતો IGST વેરો રાજ્ય સરકારે ભોગવવાનો નિર્ણય લીધો છે.

કોરોનાની સારવાર માટે ઉપયોગમાં લેવાતી સાધન-સામગ્રી પરનો IGST વેરો રાજ્ય સરકાર ભોગવશે
કોરોનાની સારવાર માટે ઉપયોગમાં લેવાતી સાધન-સામગ્રી પરનો IGST વેરો રાજ્ય સરકાર ભોગવશે

By

Published : May 1, 2021, 5:08 PM IST


ગાંધીનગર:રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ તેમજ કોરોનાગ્રસ્તોની સારવાર માટે ઉપયોગમાં લેવાતી વિદેશી સાધન-સામગ્રીની આયાત પર લાગતો IGST વેરો રાજ્ય સરકાર ભોગવશે તેવો મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો:રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 10,180 કોરોનાગ્રસ્ત દર્દીઓ સ્વસ્થ થયા

IGST વેરો રાજ્ય સરકાર દ્વારા ભોગવશે

આ નિર્ણય અનુસાર, જો કોઇ સ્વૈચ્છિક સંગઠનો, કોપોરેટ કંપનીઓ કે વ્યક્તિઓ મેડિકલ ઑક્સિજન, ઑક્સિજન સિલીન્ડર, ઑક્સિજન પ્લાન્ટ, ઑક્સિજન ફિલીંગ સિસ્ટમ, ઑક્સિજન સ્ટોરેજ ટેન્ક, ઑક્સિજન જનરેટર, ક્રાયોજેનિક રોડ ટ્રાન્સપોર્ટ ટેન્ક વગેરે અને સાધનો બનાવવામાં વપરાતા પાર્ટ્સ, વેન્ટીલેટર્સ, વેક્સીન, રેમડેસીવીર ઈન્જેક્શન અને તે બનાવવામાં વપરાતી સામગ્રી વગેરે વિદેશથી આયાત કરીને રાજ્ય સરકાર સંચાલિત હોસ્પિટલ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવેલ હોય તેવી હોસ્પિટલ/સંસ્થાઓને તેના પર લાગતો IGST વેરો રાજ્ય સરકાર દ્વારા ભોગવવામાં આવશે. આથી, તેનું ભારણ આયાત કર પર આવશે નહી.

આ પણ વાંચો:દેશને કોરોના સંક્રમણથી બચાવવા માટે ડેટા અગત્યની ભૂમિકા ભજવી શકે

સ્વૈચ્છીક સંસ્થાઓ અને વ્યક્તિઓને પ્રોત્સાહિત આપવા નિર્ણય

રાજ્યમાં કોવિડ-19 કેસોની સંખ્યામાં અચાનક વધારો થવાથી અને મહામારીના સંક્રમણની તીવ્રતાને કારણે મેડિકલ ઑક્સિજન અને તે સંબંધિત સાધનો, વેન્ટિલેટર્સ, વેક્સિન, દવાઓ વગેરેની માંગમાં થયેલા વધારાના સંજોગોને ધ્યાને લેતાં મોટી સંખ્યામાં કોર્પોરેટ કંપનીઓ, સ્વૈચ્છીક સંસ્થાઓ અને વ્યક્તિઓ રાજ્ય સરકારને આવી સામગ્રી અને સંલગ્ન સાધનોની મદદ પૂરી પાડવા આગળ આવેલા છે. ત્યારે, આવી કોર્પોરેટ કંપનીઓ, સ્વૈચ્છીક સંસ્થાઓ અને વ્યક્તિઓને પ્રોત્સાહિત આપવા નિર્ણય કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details