ગાંધીનગરઃ રાજ્યમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાવાની છે. ત્યારે હવે રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારી (Election preparation of political parties) શરૂ કરી દીધી છે. તેવામાં ચૂંટણીના પ્રચારના ભાગરૂપે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ તાજેતરમાં જ ગુજરાત પ્રવાસે (Delhi CM Arvind Kejriwal Gujarat Visit) આવ્યા હતા. અહીં તેમણે જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો મફત વીજળી આપવાની જાહેરાત કરી હતી. જો રાજ્યમાં મફત વીજળી (Free Electricity for People of Gujarat) આપવામાં આવે તો સરકાર પર 60,000 કરોડ રૂપિયાનો બોજો (Free electricity burdens government exchequer) પડશે.
કૉંગ્રેસ પણ કરી ચૂક્યું છે જાહેરાત -આ પહેલા કૉંગ્રેસે પણ તેમની સરકાર બનશે તો પ્રથમ કેબિનેટમાં જ કોરોનામાં મૃત્યુ પામેલા પરિવારજનોને 4,00,000 રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી. બીજી તરફ તાજેતરમાં જ ગુજરાત પ્રવાસે આવેલા દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં મફત વીજળીની જાહેરાત કરી હતી. સાથે જ તેમણે સરકાર બનશે તો ત્રણ મહિનાની અંદર વર્ષ 2021 સુધીના વીજ બિલ માફ કરી દેવામાં આવશે અને 300 યુનિટ પણ પ્રજાજનોને મફતમાં આપવાની જાહેરાત કરી હતી.
આ પણ વાંચો-કેજરીવાલે મોટી જાહેરાત કરતા એવું કેમ કહ્યું - તમે માત્ર કેરી ખાઓ
જો ગુજરાત સરકાર 300 યુનિટ ફ્રી આપે તો -આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે મફત વીજળીનો (Free Electricity for People of Gujarat) તાર છંછેડ્યો છે. ત્યારે રાજ્યના ઉર્જા વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે, જો આવું થાય તો સરકારી તિજોરી પર 60,000 કરોડ રૂપિયાનો વાર્ષિક બોજો પડી શકે છે અને ગુજરાતમાં સરકારી કંપની ગુજરાત વિદ્યુત બોર્ડની સાથે ખાનગી કંપની ટોરેન્ટ પણ વીજળી પૂરી પાડી રહી છે. એટલે અંદાજે કુલ 60,000 કરોડ રૂપિયાનો બોજ (Free electricity burdens government exchequer) આવે તેમ છે. સાથે જ સરકારની આવકમાં ખૂબ જ જંગી ઘટાડો થઈ શકે છે.