ગુજરાત

gujarat

ETV Bharat / city

Corona Update in Gujarat : આરોગ્ય પ્રધાન કોરોના પોઝીટીવ આવતાં રાજકીય ક્ષેત્ર અફરા તફરી - Corona Fourth Wave

રાજ્યમાં કોરોનાની ચોથી લહેરના (Corona Cases in Gujarat) ભણકારા વાગી રહ્યા છે. ધીરે ધીરે કોરોનાના દર્દીના (Corona Update in Gujarat) આંકડાઓમાં વધારો સામે આવી રહ્યા છે. ત્યારે ગુજરાતના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ કોરોનાની (Hrishikesh Patel Corona Positive) ઝપટે ચડતા રાજકીય માહોલમાં ભયનું વાતાવરણ ફેલાયું છે.

Corona Update in Gujarat : આરોગ્ય પ્રધાન કોરોના પોઝીટીવ આવતાં રાજકીય ક્ષેત્ર અફરા તફરી
Corona Update in Gujarat : આરોગ્ય પ્રધાન કોરોના પોઝીટીવ આવતાં રાજકીય ક્ષેત્ર અફરા તફરી

By

Published : Jun 22, 2022, 12:56 PM IST

ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં કોરોનાની ચોથી (Corona Fourth Wave) લહેર દસ્તક દઈ રહી છે. ધીમે ધીમે કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદ કોર્પોરેશન વિસ્તારની વાત કરવામાં આવે તો છેલ્લા બે દિવસથી અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે, ત્યારે હવે રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ કોરોના પોઝિટિવ થયા છે. આ બાબતે ઋષિકેશ પટેલે ટ્વીટરના માધ્યમથી જાહેરાત કરી હતી કે મને કોરોનાના સામાન્ય લક્ષણ છે અને ડોક્ટરની સલાહ પ્રમાણે હું ઘરે જ સારવાર લઈ રહ્યો છું.

ઋષિકેશ પટેલ થયા કોરોના પોઝિટિવ - રાજ્યના આરોગ્ય કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલ કોરોનાના સામાન્ય લક્ષણો જણાતા તેઓએ ગઈકાલે RT PCR ટેસ્ટ કરાવ્યો હતો. તેને લઈને ઋષિકેશ પટેલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ઋષિકેશ પટેલે દિવસના અંતે ટ્વીટરના માધ્યમથી પોતે કોરોના પોઝિટિવ હોવાની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, તે દિવસે મંગળવાર હતો અને અનેક મુલાકાતીઓએ તેમની મુલાકાત કરી છે, ત્યારે જે લોકો ઋષિકેશ પટેલના (Hrishikesh Patel Corona Positive) સંપર્કમાં આવ્યા હતા. તેઓને પણ ટેસ્ટ કરાવવાની સાવચેતી અને સૂચના ઋષિકેશ પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી આપી છે.

આ પણ વાંચો :Corona Update in Gujarat: ગુજરાતમાં 24 કલાકમાં 226 કેસ, અમદાવાદ પોઝિટિવ કેસમાં અગ્રેસર

બપોરે 12 વાગે પાટીલ મળવા પહોંચ્યા હતા - રચના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ ગઈકાલે બપોરે સી.આર. પાટીલના ગાંધીનગર નિવાસ સ્થાને મળવા માટે પહોંચ્યા હતા. પરંતુ, સી.આર.પાટીલ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનાનિવાસસ્થાન ખાતે બેઠક પર હાજર હોવાના કારણે તેઓ મળી શક્યા ન હતા. તેથી બહારથી જ ઋષિકેશ પટેલ સચિવાલય પરત ફર્યા હતા. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 226 કેટલા પોઝિટિવ (Corona Update in Gujarat)કેસ સામે આવ્યા છે. આમ, ગુજરાતમાં હવે કુલ એક્ટિવ કેસ 1524 થયા છે. પરંતુ, વેન્ટિલેટર ઉપર 02 દર્દીને રાખવામાં આવ્યા છે, જ્યારે 1522 દર્દીઓ અત્યારે સ્ટેબલ છે. જ્યારે અત્યાર સુધીમાં 10,946 મૃત્યુ નોંધાયા છે, આજે 163 દર્દીઓને રજા આપવામાં આવી હતી. આ ઉપરાંત આજે એક પણ દર્દીનું કોરોના ને કારણે મૃત્યુ નોંધાયું નથી.

આ પણ વાંચો :બાળકોને કોરોનાથી બચાવવા તમામ શાળાઓમાં કરાશે કોરોના વેક્સિનેશન ડ્રાઈવ

ક્યાં કોર્પોરેશનમાં કેટલા કેસ નોંધાયા -અમદાવાદ (106), સુરત કોર્પોરેશન (37), બરોડા કોર્પોરેશન (22), ગાંધીનગર કોર્પોરેશન (07), બરોડા ગ્રામીણ (06), કચ્છ (05), મહેસાણા (05), રાજકોટ કોર્પોરેશન (05), વલસાડ (05), ભાવનગર કોર્પોરેશન (04), જામનગર કોર્પોરેશન (04), નવસારી (04), ગાંધીનગર ગ્રામ્ય (03), પાટણ (03), અમદાવાદ ગ્રામ્ય (02), ભરૂચ (02), રાજકોટ (02), અમરેલી (01), આણંદ (01), ખેડા (01) અને તાપી (01). લાંબા સમય બાદ ફરી કોરોનાના આંકડાઓમાં વધારો થતા (Corona Case Today) ફરી રાજ્યમાં ભયનો માહોલ ફેલાયો છે.

ABOUT THE AUTHOR

...view details